Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

અમે મુસાફરીમાં હતાં. જેમનાં જવાનાં સ્થળ આવી જતાં તેઓ તે પહેલાં જ ગાડીમાંથી ઊતરવાની તૈયારી કરતાં હતાં. આચાર્યશ્રીએ કહ્યું, ''જુઓ, આ સાધારણ યાત્રા પણ યાત્રીઓ કેટલા જાગૃત છે. પણ જીવનની મહાયાત્રા માટેની આપણી સજગતા જ રા પણ નથી હોતી. ન તો જવાનાં સ્થળનો ખ્યાલ હોય છે કે ન કોઇ પૂર્વ તૈયારી હોય છે. મૃત્યુ જ્યારે આપણને જીવનથી વિખૂટાં પાડે છે, ત્યારે આપણે અવાક જ રહી. જઇએ છીએ. ત્યારે જણાય છે કે મૃત્યુની આપણને ખબર જ ન હતી. તેમ જ તેની પણ કાંઇ તૈયારી કરવાની હતી કે નહીં?''

મેં કહ્યું, ''અમે શું કરીએ?''

તેમણે કહ્યું. ''પહેલી વાત તો એ યાદ રાખવાની છે કે જીવન એક મહાયાત્રા છે. આપણે કોઇ એક સ્થળેથી તે શરૂ કરી છે. અને કોઇક સ્થળે પહોંચવાનું છે. આપણું અસ્તિત્વ એક વિકાસ છે. આપણે પૂર્ણ નથી. પણ પૂર્ણ થવું છે. પૂર્ણતામાં કોઇ વિકાસ કે યાત્રા હોતાં નથી. વિકાસ અને યાત્રા અપૂર્ણતાને જ હોય છે.

આપણે યાત્રામાં છીએ એખ્યાલનો અર્થ જ એ કે આપણે અપૂર્ણ છીએ. પોતાની અપૂર્ણતાને ધ્યાનમાં રાખો ! પોતાની મર્યાદાઓ વિષે મનન કરતાં અર્પૂતાનાં દર્શન થાય છે. અને અપૂર્ણતાનું જ્ઞાન પૂર્ણતાની અભીપ્સા જન્માવે છે જેને પોતે અપૂર્ણ છે એવો ખ્યાલ આવશે, તે પૂર્ણ થવા માટેની આકાંક્ષાથી ભરાઇ જશે. જેને એમ લાગે છે કે તે અસ્વસ્થ છે તે સહેજે સ્વાસ્થ્ય માટે કામના કરે છે. અંધકારનો અનુભવ થાય તો પ્રકાશની પિપાસા જાગે જે.''

એક સહયાત્રીએ કહ્યું, ''જો અપૂર્ણતાનો અનુભવ થાય તો શું થશે?''

તેમણે તેમના તરફ જોઇને કહ્યું, ''જયારે કોઇને તરસનો અનુભવ થાય ત્યારે શું થાય છે ? શું તરસ પાણીની શોધ નથી બનતી? એવી જ રીતે અપૂર્ણતાનો અનુભવ જ પૂર્ણતાની પ્યાસ અને ખોજ ઊભી કરે છે. ત્યારે જીવનમાં ગન્તવ્ય આવે છે; અને આપણે કયાંક પહોંચવાની શરૂઆત થાય છે. ગન્તવ્યશૂન્ય જીવન ભોગ છે. ગન્તવ્ય-યુકત જીવન યોગ બને છે. ભોગનું જીવન સરોવરનું જીવન છે, તે કયાંય વહેતું નથી. તેસુકાઇ જઇને માટી થાય છે. યોગનું જીવન નદીનું જીવન છે. તે સાગર તરફની સતત ગતિથી વહે છે. સરિતા બની સાગર તરફ વહો. તે રીતે જ સાર્થકતા મળશે. સરોવર પોતામાં જ જીવે છ.ે તે યાત્રા નથી, તેને કયાંય પહોંચવું નથી. કાંઇ બનવું નથી. સરિતા પોતામાં નથી જીવતી. તે પોતાના અતિક્રમણ માટે જીવેછે, ગતિ છે.કારણ કે તેને સાગર થવું છે. તેને પોતામાં તૃપ્તિ નથી. પોતાની સીમાઓ પાર કરીને અસીમને પામવાની તેની આકાંક્ષા છે. આવી જ આકાંક્ષા માણસને પામવાની તેની આકાંક્ષા છે. આવી જ આકાંક્ષા અપૂર્ણતાનો અનુભવ માણસનું મોટુ સૌભાગ્યચિહૃ છે. તેવા જ્ઞાનથી જ પૂર્ણતા તરફ પ્રથમ ચરણ ગતિશિલ થાય છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:27 am IST)
  • સુરત ટેક્ષટાઇલ માર્કેટમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફોટાની પ્રિન્ટ વાળી સાડી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર :લોકસભા ચૂંટણી પહેલા મોદી સાડીએ મચાવી ધૂમ access_time 12:26 am IST

  • વિડીયો : નોટબંધી ને બે વર્ષ ઉપરાંત થવા આવ્યા છતાં હજુ જૂની ચલણી નોટો પકડાઈ રહી છે. નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પોલીસે ત્રણ કરોડથી વધારેની હજાર અને પાંચસોની બંધ થઈ ગયેલી જૂની ચલણી નોટો સાથે ચાર લોકોને ઝડપી પાડ્યા છે. આ જૂની ચલણી નોટો મુંબઈથી નવસારીમાં નવસારીમાં, નવી નોટો સામે બદલાવવા માટે આવી હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યુ હતું. હવે એક બહુ મોટો પ્રશ્ન પોલીસ અને પ્રશાસન સામે આવી રહ્યો છે કે આખિરકાર આ જૂની ચલણી નોટોને નવી નોટો સામે કોણ બદલી આપે છે?? (વિડીયો - સ્પીડ રિપોર્ટ) access_time 3:38 pm IST

  • કાશ્મીરમાં સેના બની દેવદૂત :બરફમાં દોઢ કિલોમીટર સુધી ગર્ભવતી મહિલાને સ્ટ્રેચર પર લઈને ગયા જવાનો :બેલડી બાળકીઓને આપ્યો જન્મ :ભારે બરફવર્ષા અને ખરાબ હવામાન વચ્ચે માઇનસ 7 ડિગ્રીથી ઓછા તાપમાનમાં ભારતીય સેનાની કાબિલેતારીફ કામગીરી access_time 1:25 am IST