Gujarati News

Gujarati News

News of Thursday, 12th September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

ધુમાડા વગરની જયોત

'' જે પણ જગ્યાએ તમે પ્રકાશ જુઓ, પ્રાર્થનામય બની જાઓ. ત્યાં જ મંદિર છે''

પ્રકાશની રહસ્યમયતા તરફ જુઓ કેવળ એક નાની જયોત જગતની સૌથી રહસ્યમયી વસ્તુ છે અને આખું જીવન તેના ઉપર આધારિત છે

એવી જયોત તમારી અંદર પણ પ્રજવલિત છે તેના જ કારણે ઓકિસજનની સતત જરૂર પડે છે કારણ કે જયોત ઓકિસજન વગર પ્રજવલિત ના થઈ શકે. તેથી જ યોગ ઊંડા શ્વાસ લેવા ઉપર ભાર આપે છે . શ્વાસમાં વધારે અને વધારે ઓકસીજન લો. જેથી તમારું જીવન વધારે ઊંડાણથી પ્રજવલિત થાય અને જયોત વધારે સ્વચ્છ બને. કોઈ ધુમાડો તમારી અંદરના ઉદ્દભવ થાય -  જેથી તમે ધુમાડા વગરની જયોતને પામી શકો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:09 am IST)