Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

તોફાનો

''પવન માટે, વરસાદ માટે સૂર્ય માટે ઉપલબ્ધ રહેવું સારુ છે કારણ કે તે જ જીવન છે તેવી તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી, નાચો ?''

વિકાસનો અર્થ તમે દરરોજ કઇક નવુ શીખો છો અને આ નવુ શીખવુ તો જ શકય છો જો તમારૂ મન તેના માટે ખુલ્લુ હોય હવે તમારી બારીઓ અને દરવાજાઓ ખુલ્લા છે. કયારેક વરસાદ અંદર આવે છે અને પવન અંદર આવે છે, સુર્ય અંદર આવે છે અને જીવન તમારી અંદર વહે છે તેથી તમે કેટલાક-અવરોધો અનુભવો છોઃ તમારૂ અખબાર પવનમાં હલવાનું શરૂ કરે છે, ટેલબ પર રાખેલા કાગળ ઉડેછે, અને જો વરસાદ અંદર આવવાની શરૂઆત કરે છે તો તમારા કપડા કદાચ ભીંજાઇ જશે જો તમે હમેશા બંધ રૂમમાજ રહો છો તો તમે પુછશો, ''શુ થઇ રહ્યું છે?''

કઇક સુંદર થઇ રહ્યું છે. પવન માટે, વરસાદ માટે, સુર્ય માટે ઉપલબ્ધ રહેવું સારૂ છે કારણ કે તે જ જીવન છે તેથી તેના વિશે ચિંતા કરવાની જરૂર નથી, નાચો ! નાચો જયારે તોફાન આવે કારણ કે પાછળ શાંતી આવશે જીવનમાં પડકારો આવે ત્યારે નાચો કારણ કે આ પડકારોનો સામનો કરતા તમે વિકસીત થઇને એક નવી જ - ઉચાઇએ પહોંચી જશો. યાદ રાખો, હેરાનગતી પણ એક આશીર્વાદ છે. જો વ્યકિત તેને યોગ્ય રીતે લે તો તે એક આધાર રાખવાનું સોપાન પણ બની શકે.

જે લોકો કયારેય હેરાન નથી થયા અને આરામદાયક અને અનુકુળ જીવન જીવેછે તેઓ લગભગ મૃત છે. તેઓના જીવન-તલવારની ધાર જેવા નથી. તે શાકભાજીને પણ કાપી શકે નહી બુધ્ધી ત્યારે જ નીખરે છે જયારે તમે પડકારોનો સામનો કરો ભગવાનને દરરોજ પ્રાર્થના કરો ''આવતી   કાલે મને વધારે-પડકારો આપજો, વધારે તોફાનો આપજો'' અને પછી જ તમે જીવનને તેની શ્રેષ્ઠતમ અવસ્થામાં જોઇ શકશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:10 am IST)
  • વડોદરાના આજવા પાર્કમાં ૯ ફૂટનો મગર મળયો : રહેણાંક વિસ્તારમાં નીકળેલા મગરને પ્રાણી ક્રૂરતા વિભાગે પકડી અને વન વિભાગને સોંપ્યો access_time 6:18 pm IST

  • અમરેલીના સરોવડામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ access_time 3:51 pm IST

  • ચોકીદાર બનીને આવેલા લોકો તાનાશાહ બની ગયા : છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બધેલે ગાંધી વિચાર યાત્રાના સમાપન અવસરે કોઈનું નામ લીધા વિના ભાજપ અને સંઘ પર આકરા પ્રહાર કર્યા : બધેલે કહ્યું કે સામાજિક મૂલ્યોના તરફેણ અને ચોકીદાર બનીને આવેલા લોકો હવે તાનાશાહ બનીને સામે આવવા લાગ્યા છે access_time 1:17 am IST