Gujarati News

Gujarati News

News of Tuesday, 28th August 2018

શ્રાવણ શ્રધ્ધા બિંદુ

કલ્યાણકારી વ્યકિતત્વ એ જ સાચી શિવોપાસના

ભોળાનાથ મહાદેવની પૂજા ઉત્તમ...

ભલે ક્ષણભર માટે પણ અલગતા વર્તાય પણ કાયમી ધોરણે જ શિવ અને જીવ વચ્ચેની જે સામ્યતા - એકતા જ સત્ય છે.

કયાંક ભ્રમ, કયાંક બહિમુર્ખતા કયાંક અજ્ઞાન, તો કયાંક વળી નિષ્ક્રીયતા આ ઐકયને ઢાંકી દે છે. આ બધામાંથી બહાર આવીને સ્વયંમાં રહેલ. શિવ તત્વની ઓળખ એ જ શ્રેષ્ઠ પુરૂષાર્થ છે.

આમ તો જીવ એ આત્માનું આવરણ પામેલ સ્વરૂપ ગણાય છે તો પણ તે જીવને શિવ-તત્વના અંશ તરીકે જોવામાં જ્ઞાનીઓને બાધ નથી. સમગ્ર સૃષ્ટિ બ્રહ્મ-શિવના સવિકલ્પ મનોભાવનું પરિણામ છે.

ભૌતિક વિશ્વનો પણ એ સામાન્ય નિયમ છે કે સર્જન એ સર્જકની આંતરીક ક્ષમતાનું પરિણામ છે જેવો સર્જક તેવુ સર્જન.

સૃષ્ટિની પ્રત્યેક બાબતમાં સંકલ્પકારની હયાતી જણાય છે. તેથી જ આ સૃષ્ટિના જ એક ચૈતન્ય અંશ એટલે કે આત્મા પણ તે શિવતત્વની ઝાંખી કરાવે છે. આમ તો જીવ એ આત્માનું આવરણ પામેલ સ્વરૂપ ગણાય છે.

સત્-ચિત્-આનંદ સ્વરૂપ તે આત્માનો તે સમયનો માલિક ગણવામાં આવે છે.

હું બ્રહ્મ છું તેથી જ હું શિવ છું તે પરમ આત્મા છે તો હું પણ આત્મ સ્વરૂપ છું. કલ્યાણકારી બનવા સમર્થ છું.

'ઓમ નમઃ શિવાય' આ મંત્રના સતત જપ-પાઠ માનવને ભવબંધનના ફેરામાંથી મુકત કરે છે. શ્રાવણ માસ ભવસાગરમાંથી મુકત કરનાર અને કલીયુગના જીવોના ઉધ્ધાર માટે ભોળાનાથ મહાદેવની પૂજાએ ઉત્તમ છે. શ્રાવણના પવિત્ર માસમાં ભવબંધનને દૂર કરનાર મુખ્ય ઉપાય ભોળાનાથ મહાદેવની ઉપાસના છે. મંત્રના જપ કે અનુષ્ઠાન માનવીનો ઉધ્ધાર કરે છે.

(૧) પંચાક્ષર મંત્ર - ઓમ નમઃ શિવાય

(૨) મહામૃત્યુંજય મંત્ર - ઓમ ત્ર્યંબકમ્ અન્ય મહે સુગંધિમ પુષ્ટિ વર્ધનમ્

ઉર્વારૂકમિવ બંધના-મૃત્યોર્મુક્ષીય મામૃતાત્

(૩) મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ્

જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ્ કર્મ બંધનાત્

આ મંત્રોના જપથી માનવી મૃત્યુને જીતી લઈને સંસારના તમામ મૃત્યુરૂપ અનિષ્ટો ઉપર વિજય પ્રાપ્ત કરી લે છે.

શિવકૃપા પ્રાપ્ત થાય છે. કર્મ પ્રકૃતિ બધુ જ વશમાં આવી જાય છે. જીવ મુકત થાય છે અને મૃત્યુ બાદ જીવ શિવલોકમાં ગતિ કરે છે.

ભોળાનાથ મહાદેવની શ્રધ્ધામય ભકિત અને આરાધનાથી મનથી કરેલા પવિત્ર કર્મથી જીવ મુકિત મેળવી ભવોભવના બંધનમાંથી મુકત થઈ જાય છે અને પછી આ પૂણ્યશાળી જીવ આ તાપરૂપી સંસારમાં આવતો નથી.

શિવસ્વરૂપ માનવે શિવતત્વની ઉપાસના કરવી જગતના ઝેર પચાવીને સર્જનાત્મક કલ્યાણકારી વ્યકિતત્વ પ્રગટાવવુ એ જ સાચી શિવોપાસના છે અને ભોળાનાથએ ભકત પર પ્રસન્ન થાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:03 am IST)