News of Monday, 30th July 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

અહિંસા, પ્રેમ, આનંદ, પરમાત્મા ભાવાત્મક (Positive)  છે. તેની સત્તા છે. તે કોઇનો અભાવ કે અનુપસ્થિતિ માત્ર નથી. સ્વયંમાં તેનું હોવાપણું છે.તેથી કોઇના અભાવમાં તેનું હોવાપણું નથી. જો કે તેના અભ્યુદયથી હિંસા, દુઃખ, અજ્ઞાન વગેરે અંધકારની જેમ તિરોહિત થઇ જાય છે. કદાચ અંધકાર વિલીન થઇ જાય છે અમ કહેવું પણ ઠીક નથી; કારણ અંધકાર તો કયારે હતો જ નહિ. વસ્તુતઃ પ્રકાશના આગમનથી આ સત્યનું દર્શન થાય છે કે, અંધકાર ન તો હતો, કે ન છે.

જો અહિંસા પ્રાપ્ત કરવી છેતો આત્મત્વ પ્રાપ્ત કરવું પડશે. અહિંંસા તેના સાક્ષાત્કારનું પરિણામ (Consequence) છે. તેની સાધના નહિ થાય. કૃષ્ણમૂર્તિએ પૂછયું છે 'શું પ્રેમ પણ સાધી (Cultivate) શકાય છે. ?' અને આ પ્રશ્નમાં જ તેનો ઉત્તર રહ્યો છે. નિશ્ચિય સાધી શકાયેલો પ્રેમ એ પ્રેમ નથી. કાં તો તે હોય છે, કાં નથી હોતો.ત્રીજો કોઇ વિકલ્પ નથી. પ્રેમ જો સહજ સ્ફુરિત હોય તો ઠીક, અન્યથા તે અભિનય અને મિથ્યા પ્રદર્શન છે.

વસ્તુતઃ પરિધિ કયારેય કેન્દ્રને નહિ જીતી શકે, આચરણ કયારેય અંતરને નહિ જીતી શકે. પરિવર્તનનો પ્રવાહ વિપરીત હોય છે. તે પરિધિથિ કેન્દ્ર પ્રત્યે નહિ, કેન્દ્રથી પરિધિ પ્રત્યે હોય છે. અંતરમાં ક્રાંતિ જાગે છે અને અંતરાં પરિવર્તન પ્રગટે છે. ચેષ્ટાથી લાદેલું આચરણ કયારેય સહજ ન હોઇ શકે. તે માત્ર આદત (Habit) થી અધિક નથી. મૂલ્ય પણ તેનું અધિક નથી. તે કયારેય સ્વભાવ તો નહિ જ બની શકે. આદત કયારેય સ્વભાગ નથી. સ્વભાવ તે છે જેને બનાવવાનો કોઇ પ્રશ્ન જ નથી. આદત સરજીત છે, સ્વભાવ સહજ છે. આદતનું નિર્માણ કરવું પડે છે અને સ્વભાવને અનાવરણ કરવાનો છે.

સ્વભાવની ઉત્પતિ નથી હોતી, તે તો છે જ. કેવળ તેને જાણવાનો છે. કેવળ તેને ઉંઘાડવાનો છે. જેમ નિદ્રાધીનને જગાડવો પડે તેમ.

એકવાર કૂવો ખોદાતો જોઇ મને થયું કે સ્વભાવ પણ આવી રીતે ખોદવાનો છે., જળસ્ત્રોત તો મોજુદ છે., પણ રૃંધાયલો છે. અવરોધ કરનારી માટીને જો દુર કરાય તો જેમ તે સ્ફુરિત થઇ ઉઠે, તેમ સ્વભાવ માટે પણ કંઇક એવું જ છે. વહેવાની, વિકસિત થવાની અને પૂષ્પિત થવાની ત્યાં પણ ચિરપ્રતીક્ષા છે. માત્ર જરા ખોદવાનું છે. અને જીવન એક બિલકુલ નવા પરિણામ (Dimension) પર ગતિમય થઇ જાય છે. ગઇકાલ સુધી જે સાધવા છતાં સાધ્ય નહોતું, તે સહજ બની જાય છ.ે ગઇકાલ સુધી જે છોડવા છતાં છુટનું નહોતું, તે સહજ બની જાય છ.ે ગઇકાલ સુધી જે છોડવા છતા છૂટનું ન હોતું જે આજ શોધવ છતા જડતું નથી. જીવન પરિમાણ (Life Dimension) બદલવાના આ કિમિયા (Alchemy)ને જણાવો તે ધર્મ છે. રસસિધ્ધો તેની જ શોધમાં હતા. તેઓ એક એવું રસાયણ શોધતા હતા, જેથી લોઢું સુવર્ણમાં પલટાઇ જાય જીવન જેવું પ્રાપ્ત થાય છે. ત્યારે તે લોઢું છે, જીવન જેવું બની શકે છે ત્યારે તે સુવર્ણ છ.ે જોજો સક્ષ્મતાથી જોઇએ તો લોઢું કેવળ આવરણ છે, વસ્ત્ર છે, સુવર્ણ નિત્ય ભીતર ઉપસ્થિત છે.

સદ્દઆચાર, અહિંસા સ્વભાવનું ઉદ્દઘાટન છે, સ્વરૂપનું અનાવરણ છે. મહાવીરે તેનો આ અર્થ લીધો છે. જે સ્વયમમાં સ્થિત છે; તેને અહિંસા ઉપલબ્ધ છે. જે આચાર કેવળ ક્રિયા માત્ર છે, સ્વભાવની સહજ સ્ફુરણા(Spontaneous Expression)  નથી, તે ભ્રમણા, ગાઢ અહંમા, લઇ જાય છ.ે તેથી અહંકાર (Ego) વિશેષ પરિપુષ્ટ થાય છ.ે આ માર્ગે પણ અહંકાર વધે છે અને બલિષ્ટ બને છ.ે કહેવાતા સાધુ અને સંન્યાસીમાં પ્રગાઢ દંભ દેખાય છે તે માત્ર અનાયાસ નથી. આવી રીતે પ્રાપ્ત કરેલું ચરિત્ર અહંકારપૂર્તિનું સાધન બની જાય છે, જેમ પ્રાપ્ત કરેલું ધન બને છે તેમ. ચારિત્ર્ય પણ પરિગ્રહ અને સંપત્તિનું રૂપ લઇ લે છે. જે કંઇ બહારથી પ્રાપ્ત થાય છે તે 'હું'ને ભરે છે. આશ્ચર્ય છે કે આવો ત્યાગ પણ પરિગ્રહ બને છે, અને આવા વિનયમાં પણ અહંકાર હોય છે. શુંકહેવાતા વિનયના નમેલા શિર પાછળ ભારોભાર દંભથી ઉઠેલા શિરનું દર્શન નથી થતું ?

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:11 am IST)
  • ગુજકોટના જનરલ મેનેજર ડી.પી મિશ્રા, MD એન. એમ શર્માને સમન્સ:નાફેડના રાજ્યકક્ષાના બ્રાંચ મેનેજર સુધીર મલ્હોત્રાની પણ કરાશે પુછપરછ: રાજ્યભરના વેરહાઉસના MD સંજયનંદનને પણ પાઠવાયું છે સમન્સ access_time 10:47 pm IST

  • બ્રિટનમાં વાવાઝોડું અને વરસાદ : ચક્રવાત સાથે ભારે વરસાદ થતા રસ્તાઓ ઉપર પાણી ભરાયા access_time 8:24 pm IST

  • સ્વિત્ઝરલેન્ડમાં મુશળધાર વરસાદ : સૈમસન શહેરમાં પહાડ ફાટતા કાટમાળનું પૂર:અનેક મકાનો ઝપટમાં :કાટમાળ 50 ફૂટની ઉંચાઈ સુધી ઉછળ્યો:કાટમાળ સાથે કાદવ પણ ઉછળીને રસ્તા પર ફેલાઈ રહ્યો છે:કાટમાળનું પુર ત્રણથી 4 કિલોમીટર વહ્યું access_time 12:29 am IST