Gujarati News

Gujarati News

News of Thursday, 4th November 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૪૬

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬
પ્રતિભાવ
‘‘તે એક સારી નીશાની છે જયારે તમે તમારી જાત પ્રત્‍યે પ્રતિભાવ આપવાની શરૂઆત કરો છો- તમેશુ કર્યું તેના વિશે તમે શા માટે કર્યુ તેના વિશે.''
જયારે વ્‍યકિત પોતાના કૃત્‍યો, પ્રતિબધ્‍ધતાઓ, ધ્‍યેયો ઉપર તપાસ કરવાનું શરૂ કરે છે. ત્‍યારે મોટી મુંઝવણમા મુકાય  છે. આ મુઝવણને અવગણવા માટે ઘણા લોકો પોતે શુ-કરી રહ્યો છે તેના ઉપર વિચાર કરતા નથી, તેઓ ફકત કર્યા કરે છે એક વસ્‍તુથી બીજી વસ્‍તુ ઉપર ફર્યા કરે છે તેથી સમય બચતો નથી, થાકી જાય છે, ઉધી જાય છે. વહેલી સવારે ફરીથી ઉઠીને કામે લાગી જાય છે. આ પ્રક્રિયા ચાલતી જ રહે છે. અને એક દિવસ તેઓ પોતે કોણ છે તે જાણ્‍યા વગર જ મટી જાય છે હવે તમે બધી જ વસ્‍તુઓ કરવા માટે અચકાશો આ જ શાણપણની-શરૂઆત છે ફકત મુર્ખ લોકો કયારેય અચકાતા નથી ખોજી લોકો માટે આ એક ઉપહાર છે ઘણાબધા ઉપહારો આગળના રસ્‍તે મળશે


સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:13 am IST)