Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

પવિત્ર શ્રાવણ માસ

ભોલેનાથ મહાદેવ સર્જન અને સંહાર

સદાશિવની આરાધનાથી ફળપ્રાપ્તિ

ઓમ નમઃશિવાય, ..નમઃશિવાય, ..નમઃશિવાય ભોળાનાથ મહાદેવની ભકતજન જો પુરી શ્રધ્ધા અને આસ્થાથી ભકિત કરે, પૂજા, પ્રાર્થના કે પછી મહાપૂજા કરે તો મહાદેવજી અતિ પ્રસન્ન થાય છે.

 

શિવપુરાણમાં પોૈરાણીક કથા પ્રમાણે એક શિકારીએ અનાયાસ મૃગનો શિકાર કરતા-કરતા મહાશિવરાત્રીની આખી રાત બીલીના વૃક્ષ પર રહીને ઉપવાસ કર્યો, જળનું બિંદુ શિવલીંગ પર પડયું. બીલીપત્ર પણ શિવલીંગ પર પડયા અને તેનું અદ્દભુત ફળ આ શિકારીને પ્રાપ્ત થયું તેને મુકિત પ્રાપ્ત થઇ.

જો એક શિકારીને અનાયાસે આવું ફળ પ્રાપ્ત થતું હોય તો પછી જે ભકતો પુરા ભકિતભાવ સાથે શિવરાત્રી કે મહાશિવરાત્રી કે પછી શ્રાવણ માસમાં ભોલાનાથ મહાદેવજીની આરાધના કરે તો તેમને ફળપ્રાપ્તિ થાય છે, જ

ત્રિદલ, બીલીપત્ર, ત્રિનેત્ર, ત્રિપુંડ, ત્રિશુળ આ સર્વે પ્રકૃતિના સત્વગુણ, રજોગુણ અને તમોગુણ આ ત્રણેનું સંતુલન અને સમ કરવાનો ભાવ વ્યકત કરે છે.

મહાદેવજીમાં વિવેક અને વેૈરાગ્ય બંને સંપૂર્ણપણે સમાવિષ્ટ છે. ... નમઃશિવાય, નું સતત રટણ થતું રહે તો આપોઆપ વિવેકનું નેત્ર ખુલી જાય છે. અને સાથે જ અંતર ચેતના દુર્ગુણોથી, દુષ્પ્રવૃતિઓથી વિમુખ થઇને વૈરાગ્ય તરફ અગ્રેસર થાય છે. ભોલાનાથ સદાશિવ જ સર્જન અને સંહારક છે.

પંચાક્ષર મંત્ર, .. નમઃશિવાય, આ મંત્રનો જપ સતત કરતાં રહેવાથી અનંત પૂણ્ય ફળની પ્રાપ્તિ થાય છે. શિવ નામસ્મરણ, શિવમંત્ર જપ કરીને શિવાભિષેક કરીને આપણાં હદયને અંદરથી જાગૃત અવસ્થામાં રાખીને આપણાં હદયને શિવમય બનાવી એ અને જયારે જીવન અને જગતના પ્રત્યેક ઘટનાક્રમમાં પોતાના કલ્યાણની શાશ્વતતા અને નિરંતરતાની સતત અનુભૂતિ થાય ત્યારે સમજીએ કે શિવતત્વની અનુભૂતિ થવા લાગી છે.

દેવાધિદેવ મહાદેવમાં જીવન અને જગત બંને છે. તેમનામાં કલ્યાણની શાશ્વતતા અને નિરંતરતા છે. તો વિવેક અને વૈરાગ્ય બંને સંપૂર્ણપણે સમાવિષ્ટ છે.

રૂદ્રાભિષેક કરવાથી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. અકાલ મૃત્યુથી મુકિત મળે છે. પૂર્ણ આયુષ્ય સુખમય, પ્રભુમય પસાર થાય છે. ભોળાનાથ મહાદેવની મહાપૂજા કરવાથી અનેક જન્મોના પાપ માંથી મુકિત મળે છે. શિવરાત્રીમાં ચારેય પ્રહરની પૂજા કરવાથી મન, બુદ્ધિ, ચિંત અને અહંકાર ચારેયની શુદ્ધિ પ્રાપ્ત થાય છે.

હે મૃત્યુંજય કૈલાસેશ્વર સામ્યસદા શિવતવ શરણમ,

હે યોગેશ્વર હે વિદ્યાશ્વર, હે મોક્ષેશ્વર, તવ શરણમ

હે જગદીશ પિનાકી મહેશ્વર શિવ ગંગાધર તવ શરણમ,

હે શુખપાણો ઓમ શિવાપ્રિય શિવ.... વિષ્ટ તવ શરણમ,..

કેૈલાસવાસી રૂદ્રગિરીશ પાર્વતિપતિ .. તવ શરણમ,...

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:33 am IST)