Gujarati News

Gujarati News

News of Monday, 13th August 2018

પવિત્ર શ્રાવણ માસ

બીલીપત્ર ભોળાનાથ મહાદેવને અત્યંત પ્રિય

જીવનમાં શુભસંકલ્પ સાથે પ્રભુકૃપા પ્રાપ્ત કરો

ઓમ ત્રિદલ ત્રિગુણકાર, ત્રિનેત્રય ત્રિયા યુદ્યમ,

ત્રિજન્મ પાપ સંહાર, એક બિલ્વં શિવાર્પણમ્

પાવન પવિત્ર શ્રાવણ માસમાં પરમકૃપાળુ ભોળાનાથા  મહાદેવજીની પૂજા, પ્રાર્થના, કરવીએ અત્યંત કલ્યાણકારી મનાય છે.

શિવપુજાથી ભકિતની શકિત પ્રાપ્ત થાય છે.

ભોળનાથ મહાદેવજીની ઉપાસના ગમે ત્યારે કરી શકાય અને એમાંયે પવિત્ર શ્રાવણમાં તો શિવભકતોની મંદિરોમાં જાણે કે હોડ લાગે છે અને શિવર્લીંગ પર જળ, દુધ, મિશ્રીત પુજા કરાય છે. રૂદ્રાભિષક કરવામાં આવે છે.

બિલ્વપત્ર એટલે કે ત્રણ પાનવાળુ બિલીપત્ર પરમકૃપાળુ કરૂણાનિધાનને અત્યંત પ્રિય છે. શકય ત્યાં સુધી શિવર્લીંગ પર એક ત્રણ પાંચ કે પછી અગીયાર બીલીપત્ર ચડાવવા જોઇએ.

ભોળાનાથ ખરા અર્થમાં ભોળા છે, ભકતજનની ભાવવાહી પ્રાર્થનાથી મહાદેવજી ઝડપભેર રીઝે છે. અને ભકતજનનું જીવન સુખ શાંતિ અને સમૃધ્ધી ભર્યું પ્રદાન કરે છે.

દેવાધિદેવ મહાદેવજી અવિનાશી, નિર્ગુણ નિરાકાર છે.

જેમ ભગવાન સૂર્યનારાયણને નમસ્કાર પ્રિય છે. તેમ મહાદેવજીને જલધારા પ્રિય છે. ભકત દ્વારા ભગવાન સદાશિવને ભાવપૂર્વક કરેલો જળનો અભિષેક અતિ પ્રિય છે.

શ્રદ્ધા અને ભકિતભાવ પૂર્વક કરેલાં જળના અભિષેકનેા મહિમા અપરંપાર છે. પુરી શ્રદ્ધા અને ભાવપૂર્વક કરાતી શિવ આરાધના ઉત્તમ પુજા મનાય છે.

જેના વડે માનવજાતિનું નિયમન કરી શકાય તેને શાસ્ત્ર કહેવાય છે. અને વેદ આદિના આધારે જેમાંથી આપણને ઉપદેશ પ્રાપ્ત થતો હોય તેને શાસ્ત્ર કહેવાય છે. શાસ્ત્રોનું શ્રવણ કરવાથી જ વ્યકિતમાં સદ્દબુધ્ધિ જાગૃત થાય છ.ે

માટે પવિત્ર શ્રાવણ માસમાં શુભ સંકલ્પ કરીએ અને આધ્યાત્મિક માર્ગે એક કદમ આગળ ધપીએ. શાંત અને સુખી જીવન માટે ભોળાનાથને ભજીએ, પૂરી શ્રદ્ધા, સાથે શાંતિચિત્તે એકાગ્રતાથી શ્રાવણ માસમાં શિવ ઉપાસના કરવાથી ભકતજનનું માનસિક મનોબળ દ્રઢ બનેછ.ે શાંત બને છ.ે  માટે શુભ સંકલ્પ સાથે સફળતા પ્રાપ્ત કરીએ પરમ કૃપાળુ દેવાધિદેવ મહાદેવજીના આશિષ પ્રાપ્ત કરીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:19 am IST)