Gujarati News

Gujarati News

News of Tuesday, 22nd May 2018

પુરૂષોતમ -સ્તવન

હે! પ્રભુ! સકલ વિશ્વમાં તમે સહુના અંર્તયામી છો...!

ભકતજને તન્મય બનીને ઐકય સાધવાનું છે

ભાન ભુલેલી  ગોપીઓ એક વનમાંથી બીજા વનમાં કૃષ્ણને શોધવા દોડવા લાગી, શૂન્ય મનસ્ક જેવી બનેલી ગોપીઓ વચ્ચે આવતાં જંગલના વૃક્ષોને પુછવા માંડી, હે...!  વૃક્ષરાજ, પીપળા, હે...! વડ, કૃષ્ણ અમારા ચિત્તને ચોરીને કયાં ગયા છે...? તે શું તમે સહુ નથી જાણતાં...? એમનું એ મંદ મંદ હાસ્ય વેરતાં એ શું તમારી પાસેથી નીકળ્યાં નથી...?  હે...! કદમ્બ, હૈ જામ્બુ, ચંપક, હે...! આંબા તમે કોઇએ અમારા ભગવાનને કયાંય જોયા...?

 

ગોપીઓએ આમ અનેક ફુલોના વૃક્ષોને ફરી ફરીને એ જ સવાલ પુછયો, ભાન ભૂલી બેઠેલી ગોપીઓ, ભગ્ન હૃદયી, બનેલી મોહને વશ બનીને ભગવાનની અનેક લીલાઓનું સ્મરણ કરી રહેલી.

 

શુક દેવજીએ રાજા પરીક્ષિતને કહ્યું, રાજના ગોપીઓની વચ્ચેથી અલોપ થઇ ગયેલાં ભગવાન એમને કોઇને કયાંય દેખાયા નહી, ! થાકી ગયેલી ગોપીઓએ ભગવાનની સ્તુતી આદરી દીધી.

હે...! કનૈયા...! હે...! કાનજી...!  તારા લીધે જ અમારી આ વ્રજભૂમિની શોભા વધી હતી. ત્યારે તું જ અમને સહુને છોડીને કયાં જતો રહ્યો...? અમારી આ ભૂમિ આવી કયારેય સુંદર ન હોતી...!

તમારા જન્મથી જ હે...! ભગવાન વ્રજનો જય જયકાર થઇ રહ્યો છે...! હે...! ભગવાન...! તમારી નજર જ એવી છે કે, અમારૂ બધુંય - અમારો આત્મા તમે આજે ચરણ

તમારે અમારી ગરજ ન હોય, પણ તમારે શરણે આવેલાં અમારા જીવનું તમારે શું રક્ષણ ન કરવું જોઇએ ? સર્વમાં વ્યાપ્ત એવા તમને અમે શોધી રહ્યા છીએ. તમારા સિવાય અમારે બીજું કંઇ જોઇતું નથી. તમારા વિશેની ભકિત તદન નિષ્કામ છે. અમારે તમારી પાસેથી કોઇ યાચના કરવી નથી.

શુકદેવજીએ કહ્યું, રાજન ગોપીઓએ ભગવાનની અમોધ શકિતઓની સ્તુતી કરવા માંડી....

હે ! નાથ તમે કાલીય નાગને નહોતો નાથ્યો ? ઇન્દ્રદેવ જયારે રૂઠેલાં અને અનરાધાર વર્ષા થવા લાગી, તે સમયે ગોવર્ધન પર્વતને ઉંચકી લઇને તમે અમારા રક્ષણહાર નહોતા બન્યાં...? સામાન્ય કક્ષાના ગોપજન તમે નથી...! તે તમે તો સકળ વિશ્વની ચેતના ધરાવતાં સહુના અંતર્યામી છો.

સર્જન હાર બ્રહ્માએ તમારા સ્તુતિ ગાન ગાયા છે. સકળ વિશ્વના રક્ષણનો ભાર લઇને તમે દુનિયામાં દેહ ધરીને અવતાર લીધો છે. હે....! અવતાધારી પુરૂષ, ભગવાન સ્વયં તમે પોતે જ છો.

વિશ્વમાં ભગવાનનો અહર્નિશ જે રાસ ચાલ્યા કરતો હોય છે. તેમાં ભકતજને તાદાત્મ્ય સાધીને ભગવાનમાં તન્મય બનીને ઐકય સાધવાનું રહે છે.

જેના મનમાં ભકિતએ નિવાસ નથી કર્યો હોતો તેઓ આવા કોઇ વેણુ ગીત કે ચિરંતન રાસને અનુભવી શકતાં નથી.

જગદીશ્વર સાથે ઐકય સાધવામા આંખ-કાનની ઇન્દ્રીયનું તાદાત્મ્ય સાધવાનું રહે છે....!

કૃષ્ણ કનૈયાલાલ કી જય....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(12:13 pm IST)