Gujarati News

Gujarati News

News of Monday, 1st January 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

પરમાત્મા દ્રશ્યની જેમ નહિ,

દ્રષ્ટાની જેમ પ્રગટ થશે.

પરમાત્મા ચૈતન્યરૂપે પ્રગટ થશે,

તે પછી કોઇ વિવાદ નહિ રહે.

તે પછી પરમાત્મા ન તો હિન્દુ હશે

ન મુસલમાન કે ખ્રિસ્તી !

તે તો માત્ર ચૈતન્ય હશે.

ચૈતન્ય કયારેય હિન્દુ-મુસલમાન હોય ?

તે તો માત્ર સાક્ષી હોય.

સાક્ષી કંઇ જૈન કે બૌદ્ધ હોય ?

સાક્ષી તો માત્ર સાક્ષી હોય.

ચૈતન્ય તો દર્પણની જેમ પ્રતિબિંબિત કરશે.

આ દર્પણના અનુભવ પરથી જ

તમારા જીવનમાં પહેલી વખત,

વિશેષણ રહિત ધર્મનો જન્મ થશે.

તમે જ્યારે પણ પ્રેમ તરફ વહેતા હશો

ત્યારે સમજ જા ેકે બધું યોગ્ય થઇ રહ્યું છે.

અને તમે જયારે પ્રેમની વિપરીત જવા લાગો,

ત્યારે સમજ્જો કે કયાંક કંઇક ભૂલ થઇ છે.

જીવનનું તો સન્માન થવું જોઇએ,

તે તો પરત્મામાની ભેટ છે.

જો તમે તેને છોડીને ભાગી જશો

તો તેમાં પરમાત્માનું અપમાન છે.

માટે સજાગ રહેજો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:13 am IST)