Gujarati News

Gujarati News

News of Thursday, 30th April 2020

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

દુનિયા બદલવી

''તમે જ તમારી દુનિયા છો હવે તેથી તમે જ્યારે તમારો અભીગમ બદલો છો ત્યારે તમે જે દુનિયામાં રહો છો તેને પણ બદલો છો. આપણે દુનિયાને બદલી ના શકીએ- જે રાજકારણીઓ સદીઓથી કરવાની  કોશીષ કરી રહ્યા છે. અને તેઓ સંપૂર્ણપણે નીષ્ફળ ગયા છે.''

દુનિયાને બદલવાનો એકમાત્ર રસ્તો છે, તમારી દ્રષ્ટી બદલવી અને અચાનક જ તમે અલગ જ દુનિયામાં જીવવા લાગશો.

આપણે એકજ દુનિયામાં જીવતા નથી... અને આપણે બધા-સમકાલીન નથી. કોઇક કદાચ ભૂતકાળમાં જીવે છે-તે કેવી રીતે તમારો સમકાલની હોઇ શકે? તે કદાચ તમારી બાજુમાં બેઠો છે.અને ભૂતકાળ વિશે વિચારી રહ્યો છે. પછી તે તમારો સમકાલીન નથી-કોઇક કદાચ ભવિષ્યમાં હશે. તે કઇ રીતે તમારો સમકાલીન છે ?

ફકત બે લોકો જે વર્તમાન ક્ષણમાં જીવે છેતેઓ સમકાલીન છે. પરંતુ વર્તમાન ક્ષણમા તો વ્યકિતનું અસ્તીત્વ હોતુ જ નથી-- કારણ કે તમે તમારો ભૂતકાળ અથવા તમારો ભવિષ્ય છો વર્તમાન ક્ષણ તમે નથી. તેને તમારી સાથે કઇ લેવા દેવા નથી જયારે બે લોકો સંપૂર્ણ રીતે વર્તમાન ક્ષણમાં હોય છે. ત્યારે તેઓ હોતા નથી--ભગવાન ત્યા હોય છે આપણે એક જ દુનિયામાં ત્યારે જ જીવી શકીએ જ્યારે આપણે વર્તમાન ક્ષણમાંં જીવીએ તમે કદાચ બીજા વ્યકિત સાથે વર્ષોથી રહો છો અને તમે તમારી દૂનિયામાં જીવો છો અને તે તેની દુનિયામાં જીવે છે. -તેથી બે દુનિયા વચ્ચેની અથડામણ સતત ચાલુ રહેશે. ધીમે-ધીમે એક વ્યકિત શીખી જાશે કે આ અથડામણનેકઇ રીતે ટાળવી તેને આપણે સાથે જીવવાનું કહીએ છીએ  અથડામણને ટાળવાનો સતત પ્રયત્ન કરવો. તેને જ આપણે પરીવાર  સમાજ, માનવજાત કહીએ છીએ...બધુ જ નિરર્થક ! તમે કોઇ પુરૂષ અથવા સ્ત્રી સાથે રહી જ ના શકો જયાં સુધી તમે બંને વર્તમાન ક્ષણમાં ના રહો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:22 am IST)