Gujarati News

Gujarati News

News of Monday, 21st October 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

મૃત્યુ

''મૃત્યુમા કઇ જ ખોટુ નથી જ્યારે પણ તે ઘટશે તે એક સંપૂર્ણ આરામ આપશે.''

જ્યારે તમારૂ શરીર સંપૂર્ણપણે વપરાઇ જશે તો એક જ વસ્તુની જરૂર પડશે જે મૃત્યુ છે પછી તે ઘટશે, પછી તમે બીજા શરીરમાં સ્થળાંતરીત થશો. તમે કદાચ વૃક્ષ-અથવા પક્ષી અથવા વાઘ અથવા બીજુ કઇપણ બની જશો અને તમે આગળ વધશો અસ્તીત્વ તમને એક નવુ શરીર આપે છે.જયારે જુનુ વપરાઇ જાય છે.

મૃત્યુ સુંદર છે. પરંતુ કયારેય તેની માંગ નહી કરો કારણ કે જયારે તમે એની માંગ કરો છો તો મૃત્યુની ગુણવતા આત્મહત્યામાં ફેરવાઇ જાય છે પછી તે પ્રાકૃતિક મૃત્યુ નથી રહેતું તમે કદાચ આત્મહત્યા નહી કરો પરંતુ મૃત્યુની માંગ પણ આત્મહત્યા બરાબર છે જ્યારે જીવો છો. જીવંત બની રહો. જયારે મરશો, મૃત બની જાઓ પરંતુ બંનેને એકબીજા સાથે ભેળવો નહી એવા પણ લોકો છે જેઓ મરી રહ્યા છે.- અને છતાપણ જીવનને વળગી રહ્યા છે. તે પણ ખોટુ છે. કારણ કે જ્યારે મૃત્યુ આવ છે. ત્યારે તમારે જવુ જ જોઇએ અને તમારે નાચતા-નાચતા જવુ જોઇએ જો તમે મૃત્યુની માંગ કરો છો અથવા તેના વિશે વિચારો છો તો તમે જીવંત છો તો તમે જીવંત છો છતા પણ મૃત્યુને વળગી રહ્યા છો તે પણ બરાબર નથી આ અસ્વીકારની ભાવના છ.ે

જે કઇપણ છે તેનો સ્વીકાર કરો અને એકવાર તમે કોઇપણ શરત વગર સ્વીકાર કરશો તો બધુ જ સુંદર બની જશે દર્દમાં પણ શુદ્ધ થવાની અસર છ.ે તેથી જે કઇપણ તમને મળે તેના માટે ફકત આભારી બની રહો

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ

ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:19 am IST)
  • મહા ભયંકર રૂપ ધારણ કરેલ બુલબુલ વાવાઝોડુ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશને સમુદ્ર કાંઠે થી આજે રાત્રે પસાર થશે. :કાંઠાના વિસ્તાર માંથી સવા લાખ લોકોને સલામત સ્થળે ખસેડવામાંઆવ્યા નું મુખ્યમંત્રી મમતા બેનર્જી એ જણાવ્યું છે. પશ્ચિમ બંગાળના દીઘાથી ૯૦ કિલોમીટર અને ઓડિશાના પારાદીપ થી 140 કિલોમીટર દૂર બંગાળના અખાતમાં વાવાઝોડું ધસમસતુ આવી રહ્યું છે આજે સાંજે છ વાગ્યાથી કલકત્તા એરપોર્ટ પર તમામ કાર્યવાહીઓ થંભાવી દેવામાં આવી છે access_time 6:19 pm IST

  • વર્લ્ડ ટી-૨૦માં પોતાનો રોલ સમજીને તેણે વધુ ધ્યાન આપવુ જોઈએ : રિષભ પંતને સલાહ આપતા કુમાર સંગકારાએ કહ્યુ... access_time 1:06 pm IST

  • સુપ્રીમકોર્ટે સર્વસંમતિથી ચુકાદો આપ્યો છે : ચીફ જસ્ટિઝ કહ્યું કે બાબરના સમયમાં મીર બાકીએ મસ્જિદ બનાવી હતી : ખોદકામ દરમિયાન મળેલ ઢાંચો બિન ઇસ્લામિક હતો : સુપ્રીમકોર્ટ :અયોધ્યા કેસમાં નિર્મોહી અખાડાનો દાવો રદ કરી નાખવામાં આવ્યો છે : મસ્જિદ કયારે બનાવામાં આવી તે ખબર પડતી નથી : સર્વસંમતિથી સુપ્રીમકોર્ટના જજોએ ચુકાદો આપ્યો છે : તમામ ધર્મોને સમાન નજરથી જોવાનું સરકારનું કામ નથી access_time 11:03 am IST