Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

દરવાજો

''બધા જ સંબંધો કલ્પના છે કારણ કે જ્યારે પણ તમે તમારી જાતની બહાર જાઓ છો, તમે ફકત કલ્પનારૂપી દરવાજા દ્વારા જાવ છો. બીજો કોઇ દરવાજો નથી.''

મીત્ર અથવા શત્રુ, બંને તમારી કલ્પના છે જ્યારે તમે કલ્પના કરવાનું સંપૂર્ણ બંધ કરો છો, તમે એકલા છો,- સંપૂર્ણપણે એકલા -એકવાર તમને સમજાય છે કે જીવન અને તેના બધા જ સબંધો કલ્પના છે, તમે જીવનની વિરુદ્ધ નથી જતા -પરંતુ તમારી સમજણ તમને સંબંધો વધારે મધુર બનાવવામાં મદદરૂપ થાય છે. હવે તમે જાણો છો કે સબંધો માત્ર કલ્પના જ છે, તો શા માટેતેમા વધારે કલ્પનાનો ઉમેરો ના કરીએ ? શા માટે - તેને શકય હોયતેટલા વધારે ઉંડાણથી માણીએ નહી? જ્યારે એક ફુલ કઇ જ નહી પરંતુ તમારી કલ્પના છે તો શા માટે સુંદર ફૂલના બનાવીએ ? શા માટે સામાન્ય ફૂલથી ખુશ થઇ જઇએ ? ફૂલને નીલમ અને હિરાજડીત થવા દઇએ.

જેકઇપણ તમે કલ્પના કરો છો, તેને થવા દો. કલ્પના પાપ નથી, તે ક્ષમતા છે, તે સેતું છે. જેમ તમે નદીને ઓળંગો - છો ત્યારે આ કિનારાથી પેલા કિનારા સુધી સેતુ બનાવો છો- તેવી જ રીતે કલ્પના બે વ્યકિતઓ વચ્ચે કામ કરે છે-બે વ્યકિતઓ એક સેતું બનાવે છે-તેને પ્રેમ કહો, તેને વિશ્વાસ કહો-પરંતુ તે કલ્પના છે. કલ્પના મનુષ્યની એકમાત્ર -કલાત્મક શાખા છે. તેથી જે કઇપણ મનુષ્યની એકમાત્ર-કલાત્મક શાખા છે તેથી જે કઇપણ કલાત્મક છે તે કલ્પના બની જાય છે. તેને માણો અને વધારે ને વધારે સુંદર બનાવો ધીમે-ધીમે તમે એવા બિન્દુ ઉપર આવશો જ્યા તમે સબંધો ઉપર આધારીત નહી રહો જો તમારી પાસે કઇ છે તો તમે બીજાને ભાગ આપો છો, તમે લોકો સાથે ભાગ કરો છો છતા પણ તમે જે છો તેનાથી તમે તૃપ્તી છો બધો જ પ્રેમ કલ્પના છે. પરંતુ સામાન્ય રીતે આ શબ્દનો જે રીતે નિંદાત્મક સ્વરૂપમાં ઉપયોગ થાય છે તે રીતે નહી કલ્પના દિવ્ય શકતી છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:59 am IST)
  • ૨૦૨૩માં મેન્સ હોકી વર્લ્ડકપ ભારતમાં રમાશે : ૨૦૨૩ માં પુરૂષોની હોકી વર્લ્ડ કપ માટે ભારતની પસંદગી થઈ છે. host country તરીકે મેન્સ હોકી વર્લ્ડકપ માટે ભારતનું નામ જાહેર થયું છે access_time 6:09 pm IST

  • દાવો રદ થવાનો કોઇ અફસોસ નથીઃ નિર્મોહી અખાડા :આજે સુપ્રિમ કોર્ટે અયોધ્યા મામલે ચુકાદા દરમિયાન નિર્મોહી અખાડાનો વિવાદીત જગ્યા અંગેનો માલીકી હકક અંગેનો દાવો રદ કર્યો હતો. નિર્મોહી અખાડાના વરિષ્ઠ સંત મહંત ધર્મદાસજીએ જણાવેલ કે વિવાદીત સ્થળનો અમારો દાવો રદ થતા કોઇ અફસોસ નથી, કેમ કે તે પણ રામલલાનો પક્ષ લઇ રહયો હતો. સુપ્રિમકોર્ટે રામલલાના પક્ષને મજબુત માન્યો છે જેથી નિર્મોહી અખાડાનો હેતુ પુર્ણ થયો છે. access_time 3:25 pm IST

  • મનીષા ગોસ્વામીને બાર દિવસની રિમાન્ડ પર સોંપવા કોર્ટનો હુકમ : કચ્છને હચમચાવનાર જયંતી ભાનુશાળી હત્યા કેસના મુખ્ય આરોપી મનીષા ગોસ્વામી અને સુરજીતભાઈને ભચાઉ અદાલતે બાર દિવસના રિમાન્ડ ઉપર પોલીસને સોંપેલ છે. સરકાર પક્ષે ખાસ સરકારી ધારાશાસ્ત્રી તરીકે શ્રી અભયભાઈ ભારદ્વાજ અને શ્રી તુષાર ગોકાણીએ ધારદાર દલીલો કરી હતી. access_time 6:07 pm IST