Gujarati News

Gujarati News

News of Monday, 9th September 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

 પ્રેમ - નફરત

''જયારે પણ તમે કોઈ વસ્તુને પ્રેમ કરો છો, તો તમે તેને નફરત પણ કરો છો.ં તમે શા માટે તેને નફરત કરો છો .  તેના બહાના શોધી લો છો પરંતુ તેઓ સુસંગત હોતા નથી''

કયારેય તમારી નફરતને કોઈ નિર્ણય લેવા ના દો.  હંમેશા પ્રેમને નિર્ણય લેવા દો . હું એમ નથી કહેતો કે નફરત ને દબાવી દો, પરંતુ તેને નિર્ણય ન લેવા દો. તેને ત્યાં જ રહેવા દો તેને ગૌણ જગ્યા આપી દો. તેને સ્વીકારશો પરંતુ કયારેય તેને નિર્ણય ન લેવા દો

તેને અવગણો અને તે પોતાની જાતે જ મૃત્યુ પામશે . પ્રેમ તરફ વધારે ધ્યાન આપો. પ્રેમને નિર્ણય લેવા દો આજે અથવા કાલે પ્રેમ તમારા માટે આખા અસ્તિત્વ પર છવાઈ જશે અને ત્યાં નફરત માટે કોઇ જગ્યા બચી જ નહીં હોય.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:03 am IST)