Gujarati News

Gujarati News

News of Thursday, 20th December 2018

આચાર્ય રજનીશ સાનિધ્યમાં કેટલીક જ્યોતિર્મય ક્ષણ

અમે પ્રવાસમાં હતાં. બપોર હતી. કેટલાક માણસો આચાર્યશ્રીને કહેા હતા કે અમે પોતે તો કાંઇ જ કરી શકતા નથી, ગુરૂ કે પ્રભુકૃપા હોય તો જ કાંઇક થઇ શકે. અમે તો અજ્ઞાની છીએ, અને શકિત વગરના છીએ, અમે પણ પ્રભુ-પ્રાપ્તિની આશા રાખી શકીએ?

આચાર્યશ્રી તેમની વાતો સાંભળી હસવા લાગ્યા અને બોલ્યા, એક વાર્તા સાંભળો. એક બાદશાહ કોઇ યુદ્ધમાં હારી ગયો હતો. તેને હારની ખબર હમણાં જ પડી હતી. ખબર સાંભળતાં જ તેનું લોહી સુકાઇ ગયું. આંખે અંધારા આવ્યા, તેને ચારે બાજુ અંધારૂ જ અંધારૃં લાગ્યું. પોતાના જ મહેલમાં તે સ્મશાનમાં બેઠો હોય તેવો લાગતો હતો. ત્યારે જ તેની રાણી તેની પાસે આવી. તેણે કહ્યું, ''મહારાજ, આટલા ઉદાસ શાથી ?'' રાજા કાંઇ બોલી ન શકયો. જેમ તેમ તેણે કહ્યું, ''ઘણા ખરાબ સમાચાર છે. યુદ્ધમાં મારૃં લશ્કર હારી ગયું છે હું હારી ગયો છું.'' આ સાંભળી રાણીએ કહ્યું, ''આ ખબર તો મને પણ છે પણ હું તો આથીય ખરાબ ખબર લાવી છું.'' રાજાએ કહ્યું, ''રાણીએ કહ્યુઃ ''મહારાજ, તમે યુદ્ધમાં હારી ગયા છો. તેને તો ફરી જીતી શકો છો ! પણ હું જોઉં છું કે તમે સાહસ પણ હારી ગયા છો. તે હાર મોટી કે આ ? તે ખબર વધુ ખરાબ કે આ ? ખરેખર, સાહસ ખોઇ બેસવા કરતાં ખરાબ બીજી કોઇ હાર નથી. જે તે ખોઇ બેસે છે તતે ભવિષ્ય જ ખોઇ બેસે છે.''

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:06 am IST)