Gujarati News

Gujarati News

News of Monday, 29th October 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

સંસારમાં ગમે તેટલું જીતો, હારેલા જ રહેશો. પરમાત્માની સામે, જે બિલકુલ હારી જાય છે, એ જ જીતે છે. પરમાત્માના ચરણોમાં જે સ્વયંને બિલકુલ સમર્પિત કરી દે છે, એ જ જીતે છે;

ત્યાં હારવું એ જ જીતવું છે. પ્રેમના માર્ગ પર હારવું એ જ જીત છે.

જેનો પ્રેમ સમસ્તની સાથે થઇ ગયો છે, પૂરા અસ્તિત્વ સાથે થઇ ગયો છે; જીવનના ચરણોમાં જેનો પ્રેમ સમર્પિત થઇ ગયો છે, તેનું ઊઠવું-બેસવું બધું પુણ્ય છે. તે જે કરે છે, એ પુણ્ય છે. તેનાથી પાપ થઇ જ નથી શકતું પ્રેમ આવી જાય, તો પ્રકાશ આવી ગયો; પ્રકાશ આવી ગયો, તો અંધકાર ગયો.

પ્રેમનો ખૂબ વિસ્તાર કરો. સ્વયંનીભીતર શૂન્યની ગહરાઇ વધારો. બસ, આ બે કામ કોઇ માણસ કરી લે, એ જ સંન્યાસી છે, ભીતર શૂન્યને ગાઢ કરો, બહાર પ્રેમને ફેલાવો. પ્રેમ-બહાર, બહિર્મુખ; શૂન્ય-અંતર્મુખ. શુન્ય એટલે ધ્યાન, પ્રેમ એટલે ભકિત. બસ આ બે સાથી લો. તમે પહોંચી જશો, પ્રભુના દ્વાર સુધી.

ધર્મની ઘોષણા પ્રેમની ઘોષણા છે. ધર્મની પ્યાસ, પૃથ્વી પર, પ્રેમના પ્રસાદને ઉતારવા માટે છે ધર્મની પ્રાર્થના-પ્રભુ આ પૃથ્વી પર ઊતરે, પ્રભુને ઊતરવાની સીડી છે પ્રેમ. પ્રભુ સુધી જવાની સીડી પણ છે પ્રેમ; પ્રભુની આપણાં સુધી આવવાની સીડી પણ છે પ્રેમ;  પ્રેમ જોડે છે-સ્વર્ગને અને પૃથ્વીને. જેમણે સ્વર્ગ સુધી જવું છે, તેમણે પણ પ્રેમની સીડી ચડવાની હોય છે. જો સ્વર્ગને પૃથ્વી પર લાવવું હોય, તો તેને પણ પ્રેમની સીડીથી જ લાવવું પડશે. ધર્મનું સારસૂત્ર પ્રેમ છે.

માણસ પ્રેમના નામ પર પણ ફકત પાખંડ કરે છે અર્સાલયસ કાંઇ બીજી, ભીતર કાંઇ બીજું, બાહર કાંઇ બીજું. તમારો પ્રેમ ધ્યાનથી આવવો જોઇએ, તો જ પ્રેમ થઇ શકશે. પ્રેમ ધ્યાનની ચરમસિમા છે પ્રેમ ધ્યાનની જયોતિ છે. જયાં ધ્યાન નથી, ત્યાં પ્રેમ નથી. કોઇ પ્રયત્ન કામ આવવાનો નથી.તમારા બધા પ્રયત્ન બેઇમાની છે. તમારો પ્રેમ સત્ય હોવાની એક સંભાવના છે. અને તે છે -ધ્યાનથી ઊઠે.

પ્રેમ જ્ઞાન છે. મોહ અજ્ઞાન છે. પ્રેમ નિરપેક્ષ છે-બધાની, સમસ્તની પ્રત્યે. તે કોઇ પર નિર્ભર નથી. તે સ્વયંમાં છે. તે કોઇ પર નિર્ભર નથી. તે સ્વયંમાં છે. તે કોઇની સાથે નથી થતો. બસ, થાય છે. બુદ્ધ તેને કરુણા કહે છે. મહાવીર તેને અહિંસા કહે છ.ેતે અકારણ છે, એટલે નિત્ય છે.

આપતાં પહેલાં તમારી પાસે હોવું જોઇએ. એટલે પ્રેમ પહેલાં ધ્યાનમાં ઊતરવું જરૂરી છે. ધ્યાની જ પ્રેમ કરી શકે છે, અને પ્રેમી જ ધ્યાની થઇ શકે છે. સ્વયંની ભીતર જશો, તો આનંદનાં ઝરણાં પામશો, અને જયારે સ્વયંની ભીતર આત્માને પામશો, તો પોતાની પત્નીમાં પણ આત્માને પામશો. પ્રેમ તો આત્માથી થઇ શકે છ.ે પ્રેમ તો અદ્રશ્ય સાથે જ થઇ શકે છ.ે

ભકત કહે છે દુઃખ આપો, એ દુઃખ માંગે છે, જેને આપણે પ્રેમની પીડા કહીએ છીએ. પ્રેમની પીડા બહુ ગહરી પીડા છે. દુઃખ પણ એટલું સતાવતું નથી, જેટલું પ્રેમની પીડા રોમ-રોમ અને પો-પોરમાં પ્રેમની પીડા ભરાઇ જાય છે. દુઃખ તોડી નથી શકતું, પ્રેમ તોડી નાંખે છે. દુઃખ મિટાવી નથી શકતું, પ્રેમ મિટાવી દે છ.ે દુઃખમાં તો આપ બચી જાઓ છો, પ્રેમમાં આપ બચતાં જ નથી. એવું દુઃખ આપી દો જેમાં ભકત રહે જ નહી, જેમાં તે બચે જ નહીં.

લોકોને પ્રેમ સીમિત છે. સીમિત પ્રેમ ધૃણા બની જાય છે. પ્રેમ તો વિરાટ હોય તો જ પ્રેમ રહે છે. પ્રેમનું વિરાટ હોવું તેનું અનિવાર્ય લક્ષણ છે. આંગણાને પ્રેમ ન કરો. પ્રેમ તો આકાશને જ કરો. તમારા આંગણામાં જે આકાશ છે, તે વિરાટનો જ ભાગ છે.

પ્રેમ તમારા હોવાનો એક રંગ છે. પ્રેમમાં જાગરુકતા અને હોશની આવશ્યકતા અને હોશની આવશ્યકતા હોય છે. કોઇપણ ક્ષણ તમારો પ્રેમ ઇર્ષ્યા બની જાય છે, ધૃણા બની જાય છે.સાચો અને વાસ્તવિક પ્રેમ વ્યકિતને મુકત કરે છે, વ્યકિતને પૂર્ણ સ્વતંત્રતા આપે છે. તેમાં કોઇ શર્ત નથી હોતી, તે કાંઇ માંગતો નથી  તે તો પ્રેમ આપે છે. તમે તેનો સ્વીકાર કર્યો એટલા માટે તે અનુગ્રહિત થાય છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:49 am IST)