-
આપણી દીકરીઓએ કરી કમાલ : લાગણીશીલ દ્રશ્યો, ૫ કરોડના ઈનામની જાહેરાત access_time 12:29 pm IST
-
ઓએમજી....વેઇટરની એક ભૂલના કારણોસર આ દેશમાં સાત લોકોના જીવ જોખમમાં મુકાયા હોવાની માહિતી access_time 7:26 pm IST
-
મોદી સરકાર વરસીઃ છપ્પરફાડ રાહતો : મધ્યમવર્ગ ખુશ access_time 3:39 pm IST
-
લાંબા સમય બાદ મેદાનમાં પાછા આવતા આત્મવિશ્વાસ થોડો ઓછો થયો હતોઃ જાડેજા access_time 3:39 pm IST
-
વિવાદો બાદ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવતી ફિલ્મ ‘પઠાણ'ના દ્રશ્યોમાં દર્શકોએ 7 ભુલો શોધી કાઢી access_time 6:13 pm IST
-
સાઉથ આફિકામાં ઘરમાં ચાલતી બર્થડે પાર્ટીમાં ઘુસી આવ્યા 2 હુમલાખોર:ઘરના માલિક સહીત અન્ય 8ની હત્યા access_time 7:26 pm IST
-
યુટ્યુબર અરમાન મલિક ત્રીજી પત્ની લઈ આવ્યો! બન્ને પ્રેગનેન્ટ પત્નીઓ ભડકી access_time 10:54 am IST
શ્રાવણ સત્સંગ
બ્રહ્મનું તેજ હોય તો નિરંતર આનંદિત અને પૂલકિત રહેવાય

જેનુ મન અને ચિત્ત પાવન છે એજ પરમકૃપાળુ પરમાત્માને મેળવવાનો અધિકારી છે. જે દરેક જીવમાં દીન, દુઃખી તથા દુર્બળમાં બ્રહ્માને જુએ છે અને તેની સેવા કરે છ.ે એ જ વાસ્તવમાં સાચો ઇશ્વર ભકત છ.ે
જે પરમાત્મા મંદિરોમાં છે એજ પરમાત્મા દરેક જીવમાં અને સૃષ્ટિના કણે કણમાં વ્યાપેલા છે.
જીવની સેવાએ શિવસેવા છે નર સેવાજ નારાયણની સેવા છે. માનવ સેવા જ માધવની સેવા છે અને એટલે જ પંડીત ગુરૂદેવ શ્રી રામશર્માજીએ સાચુ જ કહ્યું છે કે ‘‘ઇશ્વર બંધ નહી હૈે મઠમે વહે તો વ્યાપ રહ્યા ઘરઘર મે'' છે.
અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય, પરંતુ પ્રકાશ માટે એક નાનકડો દીપ પ્રગટાવીએ તો પણ અંધકાર ગાયબ થઇ જાય છે. પ્રકાશમાં પ્રગટીકરણ સાથે જ અંધકાર ભાગી જાય છ.ે સવારે સુર્યોદય થતા જ આખી રાતથી અડ્ડો જમાવી બેઠેલો અંધકાર અદ્રશ્ય થઇ જાય છે. પ્રભાતમાં સુર્ય ઉગતા જ સમગ્ર આકાશ તેજોમય બની જાય છે અને પુથ્વી પરનો ડરામણો અંધકાર કયાં જતો રહે છ.ે તેની પણ ખબર પડતી નથી.
આજ રીતે કામનાઓ અને કર્મ સંસ્કારોથી ભરેલુ ચિત્તરૂપી આકાશ આત્મજ્ઞાન અને બ્રહ્મજ્ઞાનના પ્રકાશ પેદા થતા જ ઝગમગી ઉઠે છે. પછી એ પ્રકાશમાં સાધકને પોતાના સાચા સ્વરૂપનુ઼ જ્ઞાન થાય છ.ે
તે ચૈતન્ય પસ્વરૂપ જ્ઞાન દ્વારા અવિદ્યાનો નાશ કરીને આત્મારૂપી અખંડ બ્રહ્મનો સાક્ષાત્કાર કરી શકે છે. ત્યાર પછી તે પાપ-પુણ્ય, શુભ-અશુભ રાગદ્વેષ તેમજ સંશય-ભ્રમના બંધનોમાંથી મુકત થઇ જાય છે.
આ સમગ્ર સૃષ્ટિ સંપૂર્ણ જગત તેમજ સકળ બ્રહ્માંડ પરબ્રહ્મ પરમેશ્વરની જ અભિવ્યકિત છે.
સૃષ્ટિના કણેકણમાં એ બ્રહ્મનું તેજ પ્રસરી રહ્યું છે. આવી દ્રષ્ટિનો વિકાસ થયા પછી તેને સર્વત્ર બ્રહ્મના દર્શન થાય છે.
આવા સાધકો બહારથી સામાન્ય દેખાય પરંતુ તેમનો આત્મા બ્રહ્મના પ્રકાશમાં સ્નાન કરતો હોય છે પરિણામે સામાન્ય લોકો જયાં સાંસારિક સુખ દુઃખ હરનાર લાભ એ યશ અપયશ માન-સન્માન વગેરે બંધનોમાં પડતા હોય ત્યારે રીઝાતા હોય કે પછી ખીજાતા હોય છે પરંતુ જેમનામાં બ્રહ્મનું તેજ હોય તેઓને નિરંતર આનંદિત અને પુલકિત રહે છ.ે
દીપક એન. ભટ્ટ
મો. ૯૮રપ૧ પપ૩પ૪