Gujarati News

Gujarati News

News of Monday, 28th March 2022

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૭૯

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

અનાસકિત
‘‘હું ત્‍યાગ કરવા માટે બનેલી નથી જીવન જે કઇપણ આપે તેને માણો પરંતુ હંમેશા આઝાદ રહો જો સમય બદલાય, વસ્‍તુઓ-બદલાય તો પણ તેનાથી કોઇ ફરક નહી પડે તમે મહેલમાં પણ રહી શકો છો. ઝુંપડીમાં પણ રહી શકો છો....તમે આકાશ નીચે પણ એટલા જ આનંદથી રહી શકો છો.''
કોઇપણ વસ્‍તુ પ્રત્‍યે આસકત ના થવાની સતત જાગૃતી જ જીવનને આશીર્વાદ રૂપ બનાવે છે વ્‍યકિત જે કંઇપણ -ઉપલબ્‍ધ હોય તેનો આનંદ લઇ શકે છે. કોઇપણ વ્‍યકિત આનંદ કરી શકે તેનાથી વધારે હમેશા ઉપલબ્‍ધ છે પરંતુ વસ્‍તુઓ-પ્રત્‍યે એટલું આસકત છે કે આપણે જે ઉપલબ્‍ધ છે તેના માટે અંધ બની જઇએ છીએ.
એક જૈન ગુરૂની વાર્તા છે એક રાતે એક ચોર ચોરી કરવા માટે તેની ઝુંપડીમાં દાખલ થયો. પરંતુ ત્‍યા ચોરી કરવા માટે કઇ હતું નહી. ગુરૂ ખૂબ જ ચીંતામાં પડી ગયા કે ચોર શું વીચારશે તે આ અંધકારી રાતમાં ચાર-પાંચ-કીલોમીટર દુરથી આવ્‍યો છે.
ગુરૂ પાસે એક જ ધાબળો હતો જે તે વાપરતો હતો. તેણે ખૂણામાં ધાબળો મુકયો પરંતુ અંધારામાં ચોર તે જોઇ ના શકયો. તેથી ગુરૂએ તેને ધાબળો લેવા માટે કહેવુ પડયું તેને એક-ઉપહાર તરીકે લેવા માટે વિનંતી કરી જેથી તે ખાલી હાથે પાછો ના જાય ચોર ખૂબ જ મુંઝવણમાં હતો તે ધાબળો લઇને જતો રહ્યો.
ગુરૂએ એક કવીતા લખી કે જો તે શકતીમાન હોત તો તેણે તે માણસને ચંદ્ર આપ્‍યો હોત ચંદ્ર નીચે કપડા વગર બેસીને તે દિવસે તેણે ચંદ્રને પહેલા કરતા પણ વધારે માણ્‍યો.
જીવન હંમેશા ઉપ્‍લબ્‍ધ છે તે હમેશા તમે જાણી શકો તેના કરતા વધારે છે. તમારી પાસે તમે આપી શકો તેના કરતા હંમેશા વધાર ેછ.ે
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:21 am IST)