Gujarati News

Gujarati News

News of Monday, 14th December 2020

સરકારી મહેમાન

માતા-પિતાની એક નાનકડી ભૂલના કારણે બાળકની જિંદગી વેરણ-છેરણ બની જાય છે

અભ્યાસ કરતાં બાળકને એ પણ શીખવવું જોઇએ કે જીવનમાં કોઇ તક આખરી હોતી નથી : સરખામણી કરનાર મા-બાપ જાણે-અજાણે એમનામાં વેરવૃત્તિ કે દ્વેષવૃત્તિના બીજ વાવે છે: બાળક તમારો અહંકાર કે મહત્વાકાંક્ષા પોષવા માટેનું કોઇ સાધન નથી: જયનારાયણ વ્યાસ

વિધાર્થીના ઉત્તમ ચારિત્ર્યના ઘડતર માટે તેનામાં નિષ્ઠા, પ્રામાણિકતા, માનવતા, નિર્ભયતાના ગુણો વિકસે એ માટે એક શિક્ષકે જ નહીં પરંતુ માતા-પિતાએ તેમના બાળક માટે સક્રિયપણે પ્રયાસ કરવાની આવશ્યકતા છે. મહાકવિ ગેટ કહે છે કે બાળક જેટલી શક્તિઓ લઈને જન્મે છે એનો વિકાસ જો એ જ રીતે થાય તો આ જગત પ્રતિભાઓથી ભરાય જાય. બાળકની ઈચ્છા, અપેક્ષા, રસ, રૂચિ ને જાણ્યા વિના એના પર ભણતરનો ભાર થોપવામાં આવે છે ત્યારે શક્તિઓ કુંઠિત થઇ જાય છે અને તે યોગ્ય નથી.”  એક સમયે ભાજપના ટોચના નેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી જયનારાયણ વ્યાસ ચિંતન અને વિચારક બની ગયા છે. વ્યાસજીના હુલામણા નામથી જાણીતા આ એન્જીનિયર, અર્થશાસ્ત્રી, વિચારક અને ચિંતક જયનારાયણ વ્યાસે મા-બાપ અને તેમના સંતાન વચ્ચેનો સબંધ સ્પષ્ટ કર્યો છે. તેઓ કહે છે કે-- બાળક પણ માણસ છે. એનાથી પણ ક્યારેક ભૂલ થઇ જાય છે. માણસ ગમે તેટલી મહેનત અને સારા હેતુથી કોઈ પણ કામ હાથમાં લે તો પણ તે સો ટકા સફળ થાય શક્ય નથી. બાળકની બાબતમાં તો વિશેષ સાચું છે અને એટલે બાળક કોઇપણ પરિસ્થિતિમાં હતાશ થઇ જાય અને ક્યારેક માનસિક રીતે ભાંગી પડીને આપઘાત જેવુ અંતિમ પગલું ભરે તે માટે બાળક સાથે સંવાદનો સેતુ ક્યારેય તૂટે નહીં એનો મા-બાપે સતત ખ્યાલ રાખવો જોઈએ.

નિખાલસ પ્રેમ અને લાગણી હોવી જોઇએ...

તેમણે તેમની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે--- મા-બાપ અને ઘરના વડીલો સાથે બાળકનો સંબંધ નિખાલસ પ્રેમ અને લાગણીનો હોવો જોઈએ. તમારી હુંફની તાકાત એટલી બધી છે કે તમારા બાળકને નિષ્ફળતામાંથી કે હતાશામાંથી ભૂલના કારણે ઊભી થતી અપરાધીપણાની ભાવનાથી ઉગારી લે છે. એટલું નહીં પણ એને નવા આત્મવિશ્વાસ સાથે જિંદગી જીવવા માટેની પ્રેરણા આપે છે. તમે બાળકને જન્મ આપ્યો ત્યારે અનેક આશા-અભિલાષાઓ સેવી હશે. હવે તમારી એક નાનકડી ભૂલના કારણે બાળકની જિંદગી વેરણછેરણ થઈ જાય જોવું જરૂરી છે. વ્યાસજી કહે છે કે-- પ્રત્યેક મા-બાપને મારે કહેવું છે કે બાળકને વ્હાલ આપજો, પ્રોત્સાહન આપજો, એના ઘડતરનું ધ્યાન રાખજો, ક્યારેક તમારી અપેક્ષા પ્રમાણે માર્કસ નહીં પણ લાવે, બરાબર ત્યારે તમારી મા-બાપ તરીકેની કસોટી છે. વખતે તમે જો એની પડખે ઊભા રહેશો તો એક દિવસ દુનિયાની સર્વોત્કૃષ્ઠ  સિદ્ધિ હાંસલ કરશે. બાળકને પણ એની કલ્પનાઓનું વિશ્વ હોય છે. વિશ્વનો પોતે સમ્રાટ છે. તેને તોડી ના પાડશો, સમજવાનો પ્રયત્ન કરજો.

નકારાત્મકતા નહીં પ્રોત્સાહનની જરૂર છે...

એક ઉદાહરણ આપતાં તેમણે કહ્યું કે, એક માતા મગફળી વેચતી હતી. દીકરો સાથે જાય અને બધું જોયા કરે... એક દિવસ એણે જોયું કે અચાનક કેટલાક લોકો આવતા, મેગાફોન ખભે ભરાવી અને એમાંથી કશીક વાત લોકોને કહેતા હતા. થોડાક માણસો સાંભળવા માટે ઊભા પણ રહી જતા. પેલા છોકરાએ કુતૂહલવશ માને પૂછ્યું કે લોકો શું કરે છે?... મા એ સમજ આપી કે આપણા દેશના સર્વોચ્ચપદ પ્રેસિડન્ટ માટેની ચૂંટણી થવાની છે. લોકો તેમના માટે ભાષણ કરે છે. પેલા બાળકે પૂછ્યું કે મા હું મોટો થાઉ, ભણી લઉં અને આવા ભાષણો કરવાનું શીખી લઉં તો હું આપણા દેશનો પ્રેસિડેન્ટ બની શકું?.. આ પ્રશ્ન સાંભળીને  બીજી કોઈ મા હોત તો એણે વડચકું ભર્યું હોત, મનમાં ને મનમાં કહ્યું હોત કે અહીં મગફળી વેચીને ગુજરાન ચલાવી લઈએ છીએ અને કુંવરને અમેરિકાના પ્રેસિડેન્ટ થવું છે... પરંતુ ના, મા કોઈ જુદી માટીની બનેલી હતી... એણે જવાબ આપ્યો, “થઇ શકાય ને બેટા! ચોક્કસ થઈ શકાય!.. છોકરો ભણ્યો, ભાષણો કરતો થયો અને એક દિવસ અમેરિકાનો પ્રેસિડન્ટ બન્યો, એનું નામ હતું જીમી કાર્ટર... માબાપ ને મારે ખાસ કહેવું છે કે બાળકોને નકારાત્મક તો ઘણું બધું કહીએ છીએ પણ ક્યારેય તેને પ્રોત્સાહન આપતાં નથી. તમારા બાળકને પણ સમજાવો કે જીવનમાં કશુંક પામવું હોય તો કશુંક ખોવાની તૈયારી રાખવી પડે છે. જીવનનાં એક ખાનામાં ચરમ સીમાની સિદ્ધિ પ્રાપ્ત કરવી હોય તો બીજા ખાનામાં કંઈક ગુમાવવું પડે છે. બાળકને નીરક્ષીર વિવેક સમજાવો પણ પહેલા મા-બાપ પોતે વાત સમજે.

જેવા સંસ્કાર હશે તેવો બાળકનો આકાર થશે...

એક વાત યાદ રાખો--- માનસરોવરમાં મોતીનો ચારો ચરનારા હંસ ભેદ સમજે છે અને એટલે હંસ છે. માનસરોવર એટલે પાંચ સરોવરોમાંનું એક છે અને મનના સરોવરમાં એવા વિચારો વાવો કે જેને કારણે તમારું બાળક નીર એટલે કે પાણી અને ક્ષીર એટલે કે દૂધ વચ્ચેનો ભેદ સમજતાં શીખે. અર્થાત, તમે બાળકને જેવા સંસ્કારો આપશો, જેવી સમજ આપશો એવું મુજબ મોતી અને માછલી વચ્ચેનો ભેદ કરતાં શિખશે. જીવન પ્રત્યે એવા પ્રકારની તટસ્થતાથી જીવવાનું મન પોતે જે ધ્યેય પસંદ કરે છે માટે સામે પક્ષે એને શું ગુમાવવું છે તેની સમજ બાળક જ્યારે યુવાન બનશે ત્યારે ખૂબ કામ આવશે. જીવનની કોઈ સિદ્ધિ એના સામે બીજા ખાનામાં કોઈ બલિદાન વગર શક્ય નથી. તમારા બાળકને પણ શીખવો કે કોઈ તક આખરી નથી.

બાળકનો વિકાસ ધીમે ધીમે થતો હોય છે...

બાળકને જો કોઈ વિદ્યા ભણવી હોય તો એકદમ ભણી જવાય તે ધીરે ધીરે તમે પહેલા કક્કો બારાખડી શીખો, પછી શબ્દો શીખો, પછી વાક્યો શીખો, પછી ફકરા શીખો એમ કરતાં કરતાં પત્તાના પત્તાને ચોપડીઓ વાંચતા થાવ. એટલે કે અભ્યાસ ધીરે ધીરે ધીરે થાય છે. એજ રીતે કોઈ યાત્રા કે મુસાફરી કરવી હોય તો એક ડગલે પૂરી થતી નથી તેના માટે મક્કમતા પૂર્વક રોજ અમુક કિમી અંતર કાપો તો પૂરી થાય છે. તેજ રીતે તમે રાતો રાત લખપતિ થવા જાવ તો પણ થવાતું નથી. આવક પણ  ધીરે ધીરે આવે છે. આમ બધુ કામ ધીરે ધીરે પૂરું થાય છે. ઉતાવળે આંબા પાકે વાત તમારા બાળક પાસેથી કોઈ પણ  અપેક્ષા રાખતાં પહેલાં તમે સમજો અને પછી તમારા બાળકને પણ સમજાવો. બીજી વાત કઠોર પરિશ્રમ બાદ પણ સફળતા મળે તો એને સાહજીકતાથી સ્વીકારવી જોઇએ અને તે સફળતા મળ્યા પછી પણ ક્યારેક એનો ઉપયોગ નથી થઈ શકતો વાત સમજવી જરૂરી છે.

IITમાં જવું છે પણ પિતા પાસે પૈસા નથી...

એક વિદ્યાર્થી હતો. એણે અત્યંત કઠિન કહી શકાય તેવી આઇઆઇટી માટેની પ્રવેશ પરીક્ષા પસાર કરી. એને આઇઆઇટી મદ્રાસમાં એડમિશન મળ્યું. રાજીના રેડ થઇ ગયો . એણે એના પિતાને વાત કરી. સ્વાભાવિક છે કોઈ પણ મા-બાપ પોતાના દીકરાને આવી વિરલ સિદ્ધિ મળે તેનાથી રાજી થાય. પણ એણે જ્યારે કહ્યું કે આગળ ભણવા માટે હવે એણે મદ્રાસ આઇઆઇટીમાં જવાનું છે અને એના માટે ખર્ચ થશે. સાંભળીને એના પિતાએ બિલકુલ ઠંડકથી જવાબ આપ્યો કે એને સંતાનો છે અને દરેકને સરખી તક મળે માટે એના એકલા પાછળ બધો ખર્ચો કરી શકશે નહીં. માટે એણે જેટલું ભણવું હોય તેટલુ ઘરે રહીને ભણી શકે છે. પિતાએ સ્પષ્ટ કહી દઇશું આઇઆઇટીમાં ભણાવવા માટેનો ખર્ચ કરવા પોતે અસમર્થ છે. પણ દીકરો જુદી માટીનો હતો. એણે ઘરે રહીને અભ્યાસ કર્યો અને એક દિવસ દેશમાં ઇન્ફોર્મેશન ટેકનૉલોજી અને સૉફ્ટવેર ડેવલોપમેન્ટના ક્ષેત્રે ખ્યાતિપ્રાપ્ત કંપની ઇન્ફોસિસની સ્થાપના કરી. ઈન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ સંસ્થાના બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન તરીકે એણે ખ્યાતિ પ્રાપ્ત કરી. યુવાનનું નામ - એનઆર નારાયણમુર્તિ છે.

બાળક માટે મા-બાપ મોટિવેશનલ સ્પીકર છે...

આજકાલ આપણે સાધુથી માંડી સંસારી સુધીના જુદા જુદા મોટીવેશનલ સ્પીકર પાછળ ગાંડા થઈએ છીએ. એમાંના ઘણા બધા તો એકની એક વાત જુદા જુદા શબ્દોમાં કરે છે. એમને સાંભળવામાં કશું ખોટું નથી પણ જીજાબાઇના પેલા હાલરડાની માફક તમારા બાળકના મોટીવેશનલ સ્પીકર કે રોલ મોડેલ તમે છો ક્યારેય ભુલશો. કારણકે કૂવામાં હશે તો હવાડામાં આવશે. મા-બાપ કે દાદા-દાદીથી વધુ સારા મોટીવેશનલ સ્પીકર બીજા કોઇ હોય શકે નહીં. બાળકને જેટલો  પ્રેમ અને હૂંફ આપશો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે તમને પાછું આપશે. બાળકને પ્રેરણા આપો. એની મર્યાદાઓ સમજો. એની ખૂબીઓ પિછાનો... મા-બાપ તરીકે તમારું કામ એનામાં જે કંઈ ખૂટે છે એની ખોડ કાઢવાનું કે ધમકાવવાનું નહી ખોટ પુરવાનું છે. બાળક તમારો અહંકાર કે મહત્વાકાંક્ષાઓ પોષવા માટેનું સાધન નથી. પરીક્ષાનું પરિણામ ગમે તે આવે બાળકને પસ્તાવો થાય પણ તમારાથી દૂર થાય, તમારા ખોળામાં માથું મૂકીને ભલે ધ્રુસકે ધ્રુસકે રડે પણ એને તમારી બીક લાગે. મા-બાપનો પ્રેમાળ  હાથ વખતે જો બાળકના માથે કે પીઠ પર ફરશે તો ભવિષ્યમાં કશાય કારણ વગર બાળક એનું સર્વોત્કૃષ્ટ આપવા માટે પ્રેરિત બનશે.

રમતના સ્થાને મોબાઇલની દુનિયા મળે છે...

ડૉ. સ્પંદન ઠાકર બહુ સાચી વાત કહે છે કે, દરેક બાળકની ક્ષમતા જુદી જુદી હોય છે. એ ક્ષમતાને ઓળખો અને એમાં પૂરક બનીને એ ટોચ પર કેવી રીતે પહોંચે તે માટે પ્રયત્ન કરો. બાળકને ભાષા પ્રત્યે, સાહિત્ય પ્રત્યે પ્રેમ હોય તો એને વિજ્ઞાન કે ગણિત ભણાવવાની જીદ કરશો નહીં. દરેક ક્ષેત્રમાં જે ઉત્તમ છે તેના માટે એટલી જ તક છે એ સમજી લો. તમારા બાળકોની કોઈ સાથે સરખામણી ન કરો. તેની સરખામણી કરવી હોય તો એની સાથે જ કરો. પોતાના સંતાનોની પણ અંદર અંદર સરખામણી કરનાર મા-બાપ જાણે-અજાણે એમનામાં વેરવૃત્તિ કે દ્વેષ વૃત્તિના બીજ વાવે છે. અગાઉ વગર ખર્ચે રમાતી થપ્પો, લંગડી, લખોટી, આંબલી પીપળી, ખાટી મીઠી, ચોપાટ, વાઘ-કૂકડી જેવી રમતો ભુલાઇ ગઈ છે. ઘરના ડ્રોઇંગ રુમમાં પરિવારના ચાર-પાંચ સભ્યો બેઠા હોય એ બધા કાં તો કોઈ સિરિયલ જોવા બેઠા હોય છે કે પછી વોટ્સઅપમાં અથવા ફેસબુકમાં મસ્ત હોય છે. આ લોકો એક કુટુંબમાં કે ઘરમાં નથી રહેતા માત્ર એક છત નીચે રહે છે અને સ્વકેન્દ્રી જીવન જીવે છે. આપણા બાળકને પોતાની વાત કરવી હોય તો કોને કહે? બધા પોતપોતામાં મસ્તાન છે. સરવાળે બાળક પેલા કાઉન્સિલરને હવાલે થાય છે જેની ઉપયોગિતા ખુબજ મર્યાદિત છે.

સરકારી મહેમાન

આલેખન

ગૌતમ પુરોહિત

gpurohit09@gmail.com

 

(8:24 am IST)
  • રાજકોટ શહેર - જિલ્લા પર કોરોના જાણે રાઘવાયો થયો હોય તેમ આજે સાંજ સુધીમાં રાજકોટ શહેરમાં 340 અને ગ્રામ્યના 70 કેસ સાથે કુલ 410 નવા કોરોના ના કેસ નોંધાયા : લોકોમાં ફફડાટ access_time 7:47 pm IST

  • કોરોના નાથવા સરકાર લોકડાઉન કે આંશિક લોકડાઉનનો સહારો લઇ રહી છે. મહારાષ્ટ્રના કેટલાક શહેરોમાં ઘણા દિવસોથી વેપાર ધંધા ઠપ્પ છે. લોકડાઉન એ ઉપાય નથી. માટે વેપારીઓએ કોરોનાથી નહીં, ભૂખમરાથી મરીશુ એવા પોસ્ટર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લોકડાઉન ન લદાય એ માટે લોકોએ પણ જવાબદાર બનીને બિનજરૂરી હર-ફર બંધ કરવી જોઇઅ, માસ્ક પહેરીને જ બહાર જવું જોઇએ. access_time 10:45 am IST

  • રાજકોટમાં શનિ - રવિ પાનના ગલ્લા બંધ રહેશે : કોરોના સંક્રમણ વધતા પાન - ગલ્લા ઍસોસીઍશનનો નિર્ણય access_time 5:56 pm IST