Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

તમે કોઇની સાથે પ્રેમનો સ્વાદ લઇ લો, તમે ધીરે-ધીરે અનુભવશોઃ ત્યાંથી જ પરાત્માનો માર્ગ બનવો શરૂ થઇ ગયો.

કારણ કે પ્રેમ તેનો માર્ગ છ.ે જેની સાથે થઇ જાય, તેની સાથે કરો. પ્રેમના સંબંધમાં શર્ત ન રાખો. પ્રેમ પ્રાર્થનાનું પ્રથમ રૂપ છે; ભકિતની શરૂઆત છે.

બુદ્ધિ પાપોથી ભરી હોય, તે પેમથી જ શુદ્ધ કરી શકાય છે. જયારે એક વ્યકિતનેતમે પ્રેમ કરો છો, તો તેને દુઃખ દેવું મુશ્કેલ થઇ જાય છે. તેનું સુખ તારૃં સુખ, તેનું દુઃખઃ તમારૃં દુઃખ તેના જીવન અને તમારી વચ્ચેની સીમા તૂટી ગઇ. તમે એક-બીજામાં વહો છો. જયારે આવી જ ઘટના કોઇ વ્યકિત અને પરમાત્માની વચ્ચે ઘટે છે, તો તેનું નામ પ્રાર્થના, આરાધના, પૂજા, ભકિત એ પ્રેમનું અંતિ સ્વરૂપ છ.ે

જો પ્રેમની સંપદા તમારી પાસે હોય, તો પરમાત્માની પણ આવશ્યકતા નથી હોતી, પ્રેમ પોતે જ પર્યપ્ત છે. પ્રેમ જ એક માત્ર પરમાત્મા છે જો તમે પ્રેમ કરી શકો, તો તમે પ્રેમ કરવામાં જ પરિપૂર્ણ થઇ જશો, તમે ઉત્સવ મનાવી શકશો. આ અસ્તિત્વ પ્રત્યે તમે અનુગ્રહિત થઇ જશો.

જો તમે પ્રેમ કરવા સમર્થ છો, તો પ્રેમ જ આશિષ બની જાય છ.ે

પ્રેમથી વધારે સળર અને સ્વાભાવિક બીજો કોઇ અનુભવ નથી.

અંહકાર તમે છોડયો, તો પ્રેમ જ સંભવ નથી થતો પ્રેમની સાથે-સાથે બીજી પણ અસંભત વાતો સંભવ થઇ જાય છે. ધ્યાન સંભવ થઇ જાય છે. સ્વતંત્રતા સંભવ થઇ જાય છ.ે શાશ્વતતા સંભવ થઇ જાય છ.ેઅમૃત સંભવ થઇ જાય છ.ે

પ્રેમનું દ્વાર શું ખૂલે છે... મંદિર ખૂલી જાય છ.ેમંદિર, જેના અનંત આયામ છ.ે જે મંદિરમાં પ્રવિષ્ટ થયો, તેણે જ જીવનના અર્થ જાણ્યા, જીવનની ગરિમાને ઓળખી,  પ્રેમની દુનિયામાં કયારેક -કયારેક બે અને બે ચાર પણ થાય છે; કયારેક બે અને બે પાંચ પણ થાય છે; કયારેક બે અને બે ત્રણ પણ થાય છે; કયારેક બે અને બે મળીને શૂન્ય પણ થઇ જાય છે. પ્રેમમાં નકકી કરેલી રેખાઓ નથી હોતી.

પ્રેમ પરમ સ્વતંત્રતા છે.ે પ્રેમમાં પ્રતિપળ જે ઘટિત થાય છે, તેની કોઇ ભવિષ્યવાણી પહેલાથી નથી કરી શકાતી કે શું થશે. પ્રેમ એક જાદુ છ.ે

પ્રેમ મળી જાય,

તો પરમાત્મા મળી જાય છે. પ્રેમ વગર પરમાત્મા નથી મળતો. પ્રેમ સર્વાધિક મૂલ્યવાન છે, પ્રાર્થના પણ એટલી મૂલ્યવાન નથી. જેણે પ્રેમ નથી જાણ્યો.

તે પ્રાર્થનાથી પરિચિત જ નહીં થઇ શકે, પ્રેમ જ શુદ્ધ થઇને પ્રાર્થના બને છે. પ્રેમ જ નિખરીને પ્રાર્થના બને છ.ે પ્રેમ સમજો કે કાચી પ્રાર્થના છે, પ્રાર્થના પાક્કો પ્રમે.

જેવો તમે કોઇને પ્રેમ કર્યો, સ્વતંત્રતા ગઇ, પરતંત્ર થયા, પરતંત્ર થયા કે પ્રેમ મર્યો, પ્રેમ સ્વતંત્રતામાં જીવી નથી શકતો. પરંતુ આ જ પ્રેમી કહે છે. પ્રેમના નામ પર પછી બંધન રહી જાય છ.ે એક કડવો સ્વાદ રહી જાય છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:58 am IST)