Gujarati News

Gujarati News

News of Tuesday, 6th March 2018

તનાવ ભર્યા યુગમાં વરદાન વિશ્વવ્યાપી ઓશો સક્રિય ધ્યાન

પ્રશ્ન :- સક્રિય ધ્યાનના પ્રયોગથી શરીર થાકી જાય છે, તો પ્રયોગ ચાલુ રાખીએ કે ન રાખીએ ?

તમારા માંથી ઘણા ને શરીરના કોઇ ન કોઇ અંગ ને થાકી જવાનો ખ્યાલ આવશે. સ્વાભાવિક છે. જયારે શરીરનાં કોઇ અંગો એટલી ગતિ કરશે. એટલો વ્યાયામ થઇ જાશે, તો થાકશે. પરંતુ બે-ચાર - છ દિવસ. જેવો કોઇ પણ નવો વ્યાયામ કરશે તે સમયે થાકની ખબર પડશે. બે-ચાર દિવસમાં સારુ થઇ જાશે. અને જયારે સારૂ થશે, તો તમને પહેલી વખત ખ્યાલ આવશે કે જે અંગ તમારી મુવમેટ ક્રિયા, ગતિ ક્રિયા કરી છે તે બિમાર હતું. પરંતુ જયાં સુધી તંદુરસ્ત ન થઇ જાય તે અંગનો ખ્યાલ પણ નથી. આવતો. જેમ કે કોઇ માણસ ના માથાનો દુઃખાવો જો બાળપણથી હોય, ચોવીસ કલાક દુઃખ હોય, તો તે જાણશે કે આ દુઃખ જ તેમનું માથુ છે. એક વાર દુખ છૂટે તો જ તેમને જાણ થશે કે દુઃખ માથું જ ન હતું.

જે અંગે તમારું હલનચલન કરે છે વધારે, તે એ વાતની સાબિતી છે તે અંગ કોઇ તણાવ થી દુઃખી છે. કારણ વગર નથી થતું. તે તણાવ તે અગ માંથી નીકળવાની કોશિષ કરે છે. આ કોશિષમાં તે અંગ થાકશે. તેમને થાકવા દો, તેમની ચિંતા ન કરો. તે બે-ચાર દિવસમાં સારુ થઇ જશે. થાક પણ ચાલ્યો જાશે અને તે અંગે સ્વસ્થ પણ થઇ જાશે.

આપણા મનમાં જે વેગ આપણે દબાવીએ છીએ, તેમની સાથે જોડાયેલ, સમાંતર આપણા શરીરના અંગો હોય છે. આપણા શરીર અને મનની દરેક ચીજ સમાંતર છે. કાંઇ પણ મનમાં ઘટે છે, તો શરીરમાં પણ ઘટે છે. કાંઇ પણ શરીરમાં ઘટે છે, તો મન સુધી પ્રતિધ્ધનીત થાય છે. એટલા માટે મનના દરેક વેગનો શરીરમાં પણ કોઇક ભાગ છે. અને તે ભાગના કંપન, તે ભાગની ગતિ, મુવમેન્ટ, મનના કોઇ વેગની નિર્જરા છે. તેમને રોકો નહિ. બે-ચાર - આઠ દિવસમાં તેમનો થાક તો પોતાની રીતે ચાલ્યો જશે.

અને જયારે થાક જાશે, ત્યારે તમે પહેલી વખત સમજશો કે તમારા કોઇ અંગ જે કાયમથી બિમાર હતાં, સ્વસ્થ થઇ ગયા છે. આખું શરીર પણ થાકી જાય તો ભય ન પામો. બે-ચાર-આઠ દિવસમાં તે પણ બરાબર થઇ જશે અને જયારે તે સારું થશે તો શરીરના સ્વાસ્થ્યનો એક નવો જ અર્થ માલૂમ પડશે.

ધ્યાન દર્શન

સંકલન : સ્વામી સત્યપ્રકાશ-

૯૪૨૭૨-૫૪૨૭૬

આજના મનુષ્યના ચિતની અવસ્થા જોઇને ઓશે કહે છે. ''મનુષ્ય વિક્ષિપ્ત છે, એવું નથી કે થોડાક લોકો વિક્ષિપ્ત છે, આખી  મનુષ્યતાજ વિક્ષિપ્ત છે દરેક મનુષ્યની વિક્ષિપ્તતા સામાન્ય સ્થિતિ થઇ ગઇ છે એવું કેમ?

આપણે બધાને દમિત' બનાવી દિધા છે બધાજ રીતની વાતોને અંદર ધકેલીને તે અંદર-અંદર ખુલી રહી છે . તે બધાને જે આપણા સમાજમાં ઉછરીને આગળ વધ્યા છે.'

તમે ક્રોધ, કામ, હિંસા, લોભ બધુજ ભેગુ કરી લીધું છે હવે તે ભેગુ કરેલું તમારી અંદર વિક્ષિપ્તા બની ગયું છે.

પશ્ચિમના મોટાભાગના મનૌચિકિત્સકોના મત અનુસાર આજનીવિક્ષિપ્ત મનુષ્યતા માટે, ચિંતાથી મુકત કરવા માટે ''સક્રિય ધ્યાન'' ખરેખર ઉપાય સાબિત થઇ રહ્યું છે.

સક્રિય ધ્યાન અત્યારના મનુષ્ય માટે છે. કારણ કે તે વિક્ષિપ્ત છે. મુશ્કેલીમાં છે. બેચેન છે, ચિંતામાં છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૧ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:22 am IST)