Gujarati News

Gujarati News

News of Tuesday, 26th September 2017


મા જગદંબાની કૃપાથી જીવન શકિતપૂર્ણ બને છે

માં આદ્યશકિત જગદંબાના અનેક સ્વરૂપો છે. અને તેના ભેદ પામી શકાય એમ નથી. તે વિશ્વંધ માતા ઇશ્વરી છે. વિવિધ દિવ્ય સ્વરૂપે સમસ્ત બ્રહ્માંન્ડનું કલ્યાણ કરે છે. દૈત્ય નાશક માતૃશકિત છે. પ્રજાના સંહાર કાળે સર્જન સમયે હંમેશા સર્વના દિલમાં શકિતરૂપે બીરાજે છે.

માં આદ્ય શકિતના સ્વરૂપોની આરાધના ઉપાસના થાય છે. વિવિધતાથી આનંદ પુર્વક નવરાત્રી ઉત્સવ યુગોના યુગોથી રંગે ચંગે ઉજવાય છે અને શ્રધ્ધાળુ ભકતજનોને માં જગદંબાની કૃપા શકિતથી શકિતપુર્ણ નવજીવન પ્રાપ્ત થાય છે.

આદ્યશકિતની આરાધનાથી સંસારના સંતાપ તાપ અને પાપનો નાશ થાય છે. માતાજીની કૃપાથી ભકતજનના જીવનમાં પ્રસન્નતા પ્રગટે છે.

નવરાત્રી આરાધના અને અનુષ્ઠાનું પાવનકારી પર્વ છે. શ્રધ્ધાળુ ભકતજન ભકિતમય બની જાય છે. ભકિત દાન, જપ, તપ, યજ્ઞ, ધ્યાન, પુજન, અર્ચન, પ્રાર્થના અને મંત્ર લેખનથી માં આદ્યશકિત જગદંબાના આશિષ પ્રાપ્ત કરે છે.

નવરાત્રીનો સમય, શકિત, ભકિત ઉપાસનાના શ્રેષ્ઠ અને શુભ દિવસો ગણાય છે.

આ નવરાત્રીના શુભ દિનોમાં આદ્યશકિત માં અંબા ભવાની માતાની ઉચ્ચ એવી દૈવી શકિત પુજા આરાધના એ તો પ્રાચીન ધર્મ સંસ્કૃતિની વિશેષ મહતારૂપ છે.

જગત જનની દેવી માતાની દેવીભકતો શ્રી દુર્ગા શપ્તશતિ કે ચંડીપાઠનું સતત પૂજન પઠન કરીને માતાજીની પ્રાર્થના કરી ધન્યતાનો અનુભવ કરે છે.

હે ! માં ! અમને એવી સદબુધ્ધિ આપે કે જેનાથી સંસારની અનેકવિધ વિટંબણાઓ સામે સત્યનું સિંચન કરીને કલ્યાણકારી ભાવોથી સમાજમાં શુધ્ધ કર્મો અને ચૈતન્યતા ફેલાવીએ. અને જીવનની સાચી સફળતા મેળવવા માટે આપણે સૌ પ્રયત્નશીલ રહીએ.

ધર્મ માણસને પોતાની અંદર રહેલા પરમાત્માની ઝાંખી કરાવે છે. ધર્મ કહે છે કે વડીલોની સેવા કરો, સ્ત્રીને સન્માન આપો, ભુખ્યાને ભોજન આપો, પક્ષીઓને ચણ આપો અને શાસ્ત્રો પરંપરાનું જતન કરો.

વ્યકિત દયાવાન, કરૂણાવાન બને ધર્મ માનવીને નમતા શીખવે છે. જીભ ઉપર કર્મનું સત્ય, વાણી ઉપર ધર્મનું સત્ય હોય તો પછી મનમાં અધમવો વાસ હોવો જોઇએ નહી માતાજીનો મહિમા અનંત છે. તેમની કરૂણતા અપાર છે તેમની સદાય કૃપા પ્રાપ્ત કરવા માટે પ્રયત્નશીલ રહીએ.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:16 am IST)