Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

નોરતુ ૩ જુઃ યા દેવી શકિતરૂપેણ સંસ્થિતાં

સર્વ વેદોનો સાર ગાયત્રી માતા

સમગ્ર વિશ્વમાં અનેક સંસ્કૃતિઓ છે પરંતુ સાચા અર્થમાં જોઇએ તો વિશ્વમાં માત્ર એકજ સંસ્કૃતિ છે. અને તે છે- ભારતીય સંસ્કૃતિ- ફકત તેનામાંજ માણસને સાચા અર્થમાં માનવ બનાવવાની ક્ષમતા રહેલી છે. ભારતીય સંસ્કૃતિ અપનાવીને માનવી આત્મ સંતોષ અને ઉલ્લાસભર્યુ જીવન જીવી શકે છે.

 

આત્મિયતા દયા, કરૂણા, ત્યાગ, બલિદાન, સેવા, સ્નેહ જેવા સદ્દગુણો સમાજમાં સહિષ્ણુતા તથા સહકારથી ભરપૂર વાતાવરણનું નિર્માણ કરે છે. ભારત ભૂમિને પૂણ્યભૂમિ તેમજ દેવભૂમિ પણ કહેવામાં આવે છે.

વ્યાસજીએ કહ્યું છે કે જેમ ફુલોનો સાર મધુ છે. દુધનો સાર ઘી છે. અને રસનો સાર દુધ છે. તેમ સમસ્ત વેદોનો સાર ગાયત્રીમાતા છે.

ગાયત્રીમંત્રના કુલ ર૪ અક્ષરોમાંં તો વેદ ઉપનીષદ,બ્રાહ્મણ ગ્રંથ, દર્શનો વેદાંગો મળીને કુલ ર૪ વિદ્યાઓનો સમન્વય થયો છે.

જ્ઞાન કર્મ, અનેઉપાસના એ ત્રયી વિદ્યા પણ એમાં સમાવિષ્ટ છે. એટલા માટે જ એમ કહેવાય છે કે, ગાયત્રી ઉપાસક સર્વવિદ્યાનો ભંડાર બને છે.

ગાયત્રી મંત્ર દ્વારા શકિતમાનસગુુણ બ્રહ્મની એટલે કે સગુણ ઇશ્વર-સવિતા-સુર્ય, અને એની શકિત ગાયત્રીની ઉપાસના કરાય છે. મહાશકિતનું પૂર્ણ દર્શન સુર્યમંડળમાં થાય છે.

ગાયત્રી મંત્રમાં ગાયત્રી અને સવિતા દેવ બંનેની સ્તૃતી થઇ છે. સપિતાનો અર્થ થાય છે. પ્રેરનાર કે ચૈતન્યશીલ બનાવનાર.

વિવિધ કર્મોમાં પ્રેરનાર કે સદવિચારોના ઉદ્દબોધક પ્રાતઃ કાલિન સુર્યનું તેજસ્વી સ્વરૂપ એટલે સવિતા....!

ગાયત્રી મંત્રમાં સવિતાદેવના ઉત્કૃષ્ટ તેજ પ્રકાશની યાચના કરાઇ છે.

ગાયત્રી મહિમા ગાનથી એ સ્પષ્ટ થાય છે કે, માત ગાયત્રી સર્વવ્યાપક બ્રહ્મ છે. બ્રહ્મનું જ અન્ય નામ ગાયત્રી છે.

દેવી ભાગવત વગેરેમાં પણ ગાયત્રી અને સાવિત્રીની એકરૂપતા દર્શાવાઇ છે.

ગાયત્રી સાવિત્રી બંનેને બ્રહ્મદેવની શકિતઓ માનવામાં આવે છે.

ઓમ ભૂર્ભૂવઃ સ્વ. તત્સવિતુર વરેણ્યમ્

ભર્ગો દેવસ્ય ધિમહી ધિયોયોનઃ પ્રચોદયાત II

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:36 am IST)