Gujarati News

Gujarati News

News of Friday, 2nd August 2019

શ્રાવણ સત્સંગ

નામરૂપ અનેક પરંતુ પરમાત્મા તો એકજ

આપણા જીવનનું લક્ષ્ય આપણા ઇષ્ટદેવ છ.ે આપણને કયો આદર્શ પસંદ છે. જો સદાશિવ મહાદેવ પસંદ હોય તો ચિંતન કરો, કે ભગવાન ભોળાનાથ કેવા છે ? ગંગાના રૂપમાં ઉત્ત્કૃષ્ટ વિચારધારાને પ્રવાહિત કરે છે. વિચારો કે શંકર ભગવાનના માથા પર ચંદ્રમાં છે. એટલે કે તેમનું મન મગજ હંમેશા શાંત રહે છે. તેઓ નાની નાની વાતોમાં ગુસ્સે થતા નથી કે વિક્ષુબ્ધ થતા નથી.

માટે આપણુ મસ્તક પણ શંકર ભગવાનની જેમ સંતુલિત અને શાંત હોવુ જોઇએ ભોળાનાથજીના મસ્તકમાંથી ગંગાનો પ્રવાહ વહે છે. એ જ રીતે આપણું ચિંતન પણ પવિત્ર હોવુ જોઇએ.

મહાદેવજી ત્રિનેત્રેશ્વર પણ કહેવાય છે. કારણ કે તેમને ત્રીજી આંખ છે. દુર દેખનારી આંખ ભવિષ્ય જોનારી આંખ સ્વર્ગ કે નર્ક જોનારી આંખ કર્મફળને જોનારી આંખ અને આપણા આગળના જન્મને જોનારી આંખ આપણી પાસે પણ છે.

મહદેવજીની જેમ જો વિવેકરૂપી આંખ હોય અને જીવનલક્ષ્ય શિવ હોય તો તમારે ત્રીજી આંખ ખોલવી જોઇએ જે કામને બાળીને ભસ્મ કરી શકે છે.

આપણા ઇષ્ટદેવ સદાશિવ હોય તો આપણામાં દીર્ધદ્રષ્ટિ અને વિવેકશીલતા હોવી જોઇએ.  બધાજ દેવો આપણા  જીવનનું મોડેલ છે. આણણા કાર્યો કેવા હોવા જોઇએ તેનું ચિંતન કરવું જોઇએ.

સદાશિવ અને શાલીગ્રામ સમગ્ર બ્રહ્માન્ડના તેઓ પ્રતિક સમા છે. એમાંથી આપણને પ્રેરણા મળે છે. શિવલીંગ અને શાલીગ્રામ બંને સરખા જ છે. ''એક સદ્ વિપ્રા બહુધા વદન્તિ'' તેઓ બંને એકજ છે આ સમગ્ર બ્રહ્માન્ડનો માલિક એક છે. સંચાલક એક છે.

એકજ ભગવાનની એકજ સરકાર એકજ રાજય સમગ્ર બ્રહ્માન્ડમાં ભગવાન એકજ છ.ે...પણ તેમના નામ અનેક છે....શંકર, શિવ, શંભુ, શાલીગ્રામ, વિષ્ણુ, બ્રહ્મા વિષ્ણુ, મહેશ આમ ભગવાનના અનેક નામ છે. ભગવાન એક પણ તેમની તસ્વીરો અનેક નામ રૂપ અનેક પરંતુ પરમકૃપાળુ પરમાત્મા તો એકજ...! અને દેવાધિદેવ મહાદેવ તો આદિગુરૂ છે. અને સાચા ગુરૂ દ્વારાજ શિષ્યનો ઉધ્ધાર થાય છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(10:12 am IST)