Gujarati News

Gujarati News

News of Wednesday, 5th June 2019

૭૫મી જન્મજયંતી વર્ષની ઊજવણીરૂપે

જૈનાચાર્ય પૂ. રાજયશસૂરીશ્વરજીનું જવારજ ખાતે શનિવારે – સવારે સ્વાગત-અભિવાદન

પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. 'ભારતીય સંસ્કૃતિની ભવ્ય વિરાસત'વિષય પર મનનીય પ્રવચન આપશેઃ ક્રાંતિકારી-સેવાભાવી જૈન મુનિશ્રી સંતબાલજીએ ૧૯૬૨માં જવારજ ખાતે ચાતુર્માસ કરેલો તેમજ લોકસેવક-ખેડૂતરત્ન-સહકારી આગેવાન સ્વ. ફલજીભાઈ ડાભીની આ જન્મ-કર્મ-ભૂમિ

રાજકોટઃ મહાતીર્થ પાલીતાણાથી અમદાવાદ વિહાર-યાત્રા દરમિયાન શ્રી પાર્શ્વનાથ-પદ્માવતી સમારાધક, શ્રી લબ્ધિ-વિક્ર્મ ગુરુકૃપાપ્રાપ્ત, અનેક પ્રાચીન તીર્થોધ્ધારક-પ્રતિષ્ઠાચાર્ય, પ્રખર પ્રવચનકાર જૈનાચાર્ય પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા. ૮ જૂન ને શનિવારે – સવારે ૬.૩૦ કલાકે, ભાલ પ્રદેશના અરણેજ – ગુંદી પાસે આવેલ જવારજ (શ્રી ઉદય વિહાર ધામ, શ્રી આદેશ્વર ભગવાનનું જિનાલય, પાણીની ટાંકી પાસે) ખાતે પધારી રહ્યા છે. પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની ૭૫મી જન્મજયંતી વર્ષની ઊજવણીરૂપે એમનું ભવ્ય સ્વાગત-અભિવાદન કરવામાં આવશે. ત્યાર બાદ જેમને સાંભળવા એક લ્હાવો છે તેવા પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા. 'ભારતીય સંસ્કૃતિની ભવ્ય વિરાસત' વિષય પર મનનીય પ્રવચન આપશે.ભાલ નળકાંઠા પ્રાયોગિક સંઘ (ગુંદી આશ્રમ) અને ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળ (રાણપુર) જેવી રચનાત્મક-ખાદી સંસ્થાઓનાં પ્રેરણાસ્ત્રોત્ર ક્રાંતિકારી-સેવાભાવી જૈન મુનિશ્રી સંતબાલજીએ ૧૯૬૨માં જવારજ ખાતે ચાતુર્માસ કરેલો. સંતબાલજીની પ્રેરક પ્રવૃત્ત્િ।ઓ સાથે ૨૫ વર્ષ સુધી નિકટથી સંકળાયેલા લોકસેવક-ખેડૂતરત્ન-સહકારી આગેવાન સ્વ. ફલજીભાઈ ડાભીની આ જન્મ-કર્મ-ભૂમિ છે. તેથી આનું સવિશેષ મહત્વ છે.    સહુ ભાવિકજનને પધારવા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર, ઝવેરચંદ મઘાણી સ્મૃતિ સંસ્થાનના સ્થાપક પિનાકી નાનકભાઈ મેદ્યાણી (મો. ૯૮૨૫૦૨૧૨૭૯) તથા ફલજીભાઈ ડાભીના પૌત્ર, ભાલ નળકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ચેરમેન ગોવિંદસંગ દાજીભાઈ ડાભી (મો. ૯૮૨૫૪૧૧૫૬૯) તેમજ સમસ્ત જવારજ ગામનું જાહેર નિમંત્રણ છે. પૂ. આચાર્યશ્રી રાજયશસૂરીશ્વરજી તેમજ જિનશાસનના ગૌરવ સમા, બાલદીક્ષિતા, પરમ વાત્સલ્યમયી, શાસનસેવિકા પૂ.સા.વર્યા પ્રવર્તિની વાચંયમાશ્રીજી મ.સા. (બેન મ.સા.)નાં આગામી ચાતુર્માસનું ભવ્ય આયોજન અમદાવાદ સ્થિત સેટેલાઈટ-જોધપુર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંદ્ય ખાતે થયું છે.

આલેખન પિનાકી નાનકભાઈ મેઘાણી *ઝવેરચંદ મેદ્યાણી સ્મૃતિ સંસ્થાન (મોબાઈલ  ૯૮૨૫૦ ૨૧૨૭૯ )

(11:33 am IST)