Gujarati News

Gujarati News

News of Thursday, 5th December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

પ્રેમ

''દરેક પ્રેમી એવુ અનુભવે છેકે કઇક ખૂટે છે કારણ કે પ્રેમ કયારેય સમાપ્ત થતો જ નથી. તે એક પ્રક્રિયા છે. વસ્તુ નથી દરેક પ્રેમી એવુ અનુભવવા માટે બાહ્ય છે કે કઇક ખૂટે છે. આનો ખોટો અર્થ ના કાઢશો તે માત્ર એટલું જ બતાવે છે  કે પ્રેમ પોતે-ગતિશીલ છે.''

પ્રેમ નદી જેવો છે, સતત વહેતો વહેવામાં જ નદીનું જીવન છે. એકવાર તે અટકી જશે તો બંધીયાર વસ્તુ થઇ જશે; તે નદી નહી રહે. નદી શબ્દ પ્રક્રિયા બતાવે છે, તેનો ઉચ્ચાર જ તમને હલન ચલનનો અહેસાસ કરાવે છે.

પ્રેમ નદી જેવો છે. તેથી એવુ નહી વિચારો કે કઇક ખુટી રહ્યું છે, તે પ્રેમની પ્રક્રિયાનો એક ભાગ છે. અને તે સારૃં જ છે કે તે સંપૂર્ણ નથી. જયારે કઇક ખુટી રહ્યું છે તો તમારે તેના માટે કઇક કરવુ પડશે-તે વધારે અને વધારે ઉંચાઇઓ સુધી પહોંચવા-માટેનું આહવાન છે એવુ નથી કે તમે ત્યાં પહોંચી જશો તો તમને તૃપ્તીનો અનુભવ થશે; પ્રેમ કયારેય તૃપ્ત થતો જ નથી તે તૃપ્ત થવાનું જાણતો જ નથી, પરંતુ તે સુંદર છે કારણ કે તેનાથી જ તે હમેશાને માટે જીવંત છે.

અને તમને હમેશા એવુ લાગે છે કે કઇક લયમા નથી તે પણ કુદરતી છે કારણ કે જયારે બે વ્યકિતઓ મળે છે બે અલગ-દુનીયા મળે છે. એવી અપેક્ષા રાખવી કે તેનો સંપૂર્ણ પણે બંધ બેસતા હશે તે અશકયની અપેક્ષા રાખવા જેવુ છે. અને તેનાથી જ હતાશા જન્મે છે મોટા ભાગે અમુક જ પળો એવી હોય છે જયારે બધુ લયમાં હોય છે, દુર્લભ પળો.

તે આવુ જ કહેવુ જોઇએ લય ઉત્પન્ન કરવા માટે બધાજ-પ્રયત્નો કરો પરંતુ તે સંપૂર્ણ પણે ના થાય તેના માટે પણ તૈયાર રહો અને તેની ચિંતા નહી કરો નહીતર તમે વધારે અને વધારે લયની બહાર જતા જશો તમે જયારે ચિંતા મુકત બનો છો ત્યારે જ તે બને છે, જયારે તમે એની ઇચ્છા પણ નથી રાખતા ત્યારે લય ઉત્પન્ન થાય છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:30 am IST)