Gujarati News

Gujarati News

News of Thursday, 22nd August 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

મુંઝવણ

''તમારા નિશ્ચિત વિચારોને છોડી દો તો તમે મુંઝવણ અને વધારે સારી રીતે માણવા માટે શકિતમાન બનશો તે મુંઝવણ નહીં રહે - તે કલાત્મક અરાજકતા બની જશે ચમકતી પ્રતિભાઓને જન્મ આપવા માટે હૃદયમાં કલાત્મક અરાજકતા ઉત્પન્ન કરવી જરૂરી છે બીજો કોઈ રસ્તો નથી

જો તમારી પાસે નિશ્ચિત વિચારો હશે તો જીવન તમારા માટે વધારે મૂંઝવણ પેદા કરશે કારણ કે જીવન તમારા વિચારો પર આધારિત નથી તે બધી વસ્તુઓમાં ગરબડ કર્યા જ કરે છે તે લોકોને બાબતમાં દાખલ કર્યા જ કરે છે તે હંમેશા યુકિતઓ કર્યા જ કરે છે તે તમારો બેઠકરૂમ નથી કે જેમાં તમે ફર્નિચર ગોઠવી દીધું અને પછી તે તેમ જ રહે છે તે એક ખુબ જ જંગલી દ્યટના છે

 પરમાત્મા ખૂબ જ અરાજક છે પરમાત્મા કોઈ એન્જિનિયર આર્કિટેકટ વૈજ્ઞાનિક કે મેથેમેટિશીયન નથી. પરમાત્મા સ્વપ્ન જોનાર જે અને સ્વપ્નની દુનિયામાં બધું જ ગરબડ ભરેલું હોય છે તમારો અચાનક દ્યોડો બની જાય છે સ્વપ્નમાં તમે દલીલ ન કરી શકો અને કહી ના શકો ''શું થયું છે? એક ક્ષણ પહેલાં તું મારો પુરુષમિત્ર હતો અને હવે દ્યોડો બની ગયો છો.'' સ્વપ્નમાં તમે સ્વીકારો છો જે કંઈ પણ બની છે તેના માટે શંકાશીલ પણ નથી કારણ કે સ્વપ્નમાં તમે તમારા વિચારોની સાથે લઈને જતા નથી.

પરંતુ જયારે તમે જાગો છો ત્યારે તમારા માટે એ જોવું અશકય છે કે તમારો પુરુષ મિત્ર દ્યોડો બની જાય છે અને તમારો પુરુષ મિત્ર દ્યણી વાર દ્યોડો બની ચૂકયો છે. ચહેરો એ જ રહેશે પરંતુ તેની ઊર્જા બદલાઈ જશે પછી તમે મૂંઝવણ અનુભવશો

 હું એવા કોઈ વ્યકિતને અત્યાર સુધી નથી મળ્યો કે જે મૂંઝવણમાં ન હોય હું એવા વ્યકિતઓને મળ્યો છે જેઓના નિશ્ચિત વિચાર હોય. જેટલી નિશ્ચિત વિચારો હશે તેટલી જ વધારે મૂંઝવણ થશે જો તમારે મૂંઝવણ દૂર કરવી હોય તો વિચારો ને છોડી દો. મૂંઝવણ દૂર નહીં થાય પરંતુ તે મુંઝવણ જેવી બિલકુલ નહિ લાગે . તે જીવનનો એક ભાગ છે તેને જીવો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:11 am IST)