Gujarati News

Gujarati News

News of Thursday, 26th December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

કઇ જ ના કરવું

''જો તમે કઇ ના કરી સકો તો તે બધાથી ઉતમ છે.''

કઇ ન કરવા માટે વ્યકિતને વધારે હિંમતની જરૂર છે--કરવામાં વધારે હિંમતની જરૂર નથી કારણ કે મન કર્તા છે અહમને હમેશા કઇક કરવાની ઝંખના છે-- દુન્વયી અથવા દુનિયા બહારનું અહમ હમેશા કઇક કરવા માંગે છે. જો તમે કઇક કરો છો તો અહમનું પોષણ થાય છે.

આ દુનીયામાં કઇ જ અશકય નથી. અને જો તમે તે કરી શકો તો ઉતમ છે. આપણે કઇક કરવુ જ જોઇએ એવો વિચાર મૂળભૂત રીતે ખોટો છે હું લોકોને એવુ સુચવુ છુ કે કરવુ નીરર્થક છે ફકત તે જાણવા માટે કરો. જેથી એક દિવસ કામ કરવાની વ્યર્થતા સમજીને તેઓ કહેશે ''બસ હવે બહુ થયું ! હવે અમે કઇ જ કરવા માંગતા નથી.'' અને પછી જ સાચુ કામ શરૂ થશે.

સાચુ કામ તમારી જાત સાથે રહેવાનું છે કારણ કે તમારે જે પણ વસ્તુની જરૂરીયાત છેતે પહેલેથી જ આપેલી છે અને જે તમે બની શકો છો તે તમે છો જ....તમે હજુ તે જાણતા નથી. તેથી એવી શાંત જગ્યામાં રહેવાની જરૂર છે કે તમે--તમારી જાણમાં સરકી શકો અને જોઇ શકો કે તમે કોણ છો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

 

(10:17 am IST)