Gujarati News

Gujarati News

News of Monday, 1st April 2019

દરરોજ ઓશો : ૩૬પ દિવસ ઓશો મોડીટેશન - ૭

પડઘો આપનાર સ્‍થળ

‘‘આ જગત એક પડઘો આપનાર સ્‍થળ છે. જો આપણે ગુસ્‍સો આપશું તો ગુસ્‍સો પરત મળશે જો આપણે પ્રેમ આપશું તો પ્રેમ પરત મળશે.''

પ્રેમમા કયારેય માંગ ન હોવી જોઇએ નહીંતર તે તેની પાંખો ખોઇ બેસશે, તે આગળ નહી વધી શકે. તે પૃથ્‍વી સાથે જોડાઇ જશે અને વધારે મૃત અને વાસનામય બની જશે, ખુબજ દુઃખ અને કષ્‍ટ આપશે. પ્રેમ શરત આધારીત ન હોવો જોઇએ, વ્‍યકિતને તેનાથી કોઇ અપેક્ષા ના હોવી જોઇએ તે ફકત પોતાના આનંદ માટે હોવો જોઇએકોઇ ઇનામ માટે નહી, કોઇ પરીણામ માટેનહી. જો તેમા કોઇ હેતુ હશે તો તમારો પ્રેમ આકાશ નહી બની શકે, તે હેતુ સાથે બંધાયેલ રહેશે, હેતુ તેની વ્‍યાખ્‍યા બની જશે, તેની સીમા બની જશે. બીનશરતી પ્રેમને કોઇ સીમા નથી તે શુદ્ધ ગર્વ અને ઉત્‍સાહ છે, તે હૃદયની સુગંધ છે.

અને જયારે પરીણામની કોઇ અપેક્ષા નથી, તેનો અર્થ એવો નથી કે કોઇ પરીણામ નહી આવે, પરીણામો આવશે, તેઓ હજારો ગણા થઇને આવશે કારણ કે આપણે જે પણ દુનીયાને આપીએ છીએ તે પરત મળે છે.તે અથડાઇને પરત મળે છે. આ જગત એક પડઘો આપનાર સ્‍થળ છે જો આપણે ગુસ્‍સો આપશુ તો ગુસ્‍સો પરત મળશે, જો આપણે પ્રેમ આપશુ તો પ્રેમ પરત મળશે આ એક પ્રાકૃતિક ઘટના છે, કોઇએ તેના માટે વિચારવાની જરૂર નથી દરેક વ્‍યકિત વિશ્વાસ કરી શકે, તે તેની જાતે થાય છે. આજ કર્મનો સીદ્ધાંત છે જે તમે વાવશો એજ લણશો, જે તમેઆપશો એ જ મેળવશો તેથી એના ઉપર વિચાર કરવાની જરૂર નથી, તે સ્‍વયં સંચાલિત છે ધીકકારો, અને તમને ધીકકારવામાં આવશે. પ્રેમ કરો અને તમને પ્રેમ કરવામાં આવશે.

સંકલન-

સ્‍વામી સત્‍યપ્રકાશજી

ભાષાંતર-

રાજેશ કુંભાણી

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:28 am IST)