Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

પ્રેમ - ૧૦

પ્રિયતમાથી પરમાત્‍મા સુધીની સફર

પ્રેમમાં ભરોસો હોય છે. પ્રેમમાં એક આસ્‍થા હોય છે. પ્રેમમાં એક અપૂર્વ શ્રદ્ધા હોય છે. આ બધા તો પ્રેમનાં જ ફુલ છે-શ્રદ્ધા, ભરોસો, વિશ્વાસ. પ્રેમી જો વિશ્વાસ ન કરી શકે, શ્રદ્ધા ન કરી શકે, તો પ્રેમમાં ફુલ ખીલ્‍યાં જ નહીં. ઇર્ષ્‍યા, વૈમનસ્‍ય, દ્વેષ, મત્‍સરતો ધૃણાનાં ફુલ છે.

જયારે તમે કોઇના પ્રત્‍યે કામાવિષ્‍ટ થઇ જાઓ છો, તો શરીરના સ્‍તર પરથી પ્રેમ ઘટે છે, જયારે તમે કોઇ કોઇના પ્રેમમાં આંદોલિત થઇ જાઓ છો, તો મનના સ્‍તર પર પ્રેમ ઘટે છે જ્‍યારે તમે કોઇની ભકિતમાં આંદોલત થઇ જાઓ છો, ત્‍યારે આત્‍માના સ્‍તર પર પ્રેમ ઘટે છે. પરંતુ મંત્ર એક જ છે, સંસારમાં તમે આવ્‍યા છો તો પ્રેમને કારણ. સંસારની બાહાર પણ તમે જશો, તો પ્રેમને કારણ. પ્રેમ જ લાવે છ.ે પ્રેમ લઇ જાય છ.ે

પ્રેમ એક તસવીર છે પરાત્‍માની જેણે પ્રેમ નથી જાણ્‍યો, તે પરમાત્‍માને નહીં ઓળખી શકે. કારણ કે પરમાત્‍માનો કોઇ આકાર, રૂપ-રંગ નથી. પ્રેમ તેનો રંગ છે, તેનો ઢંગ છે, પ્રેમ તેની છબી છે.  જેણે પ્રેમને ઓળખી લીધો તેને બધી જગ્‍યાએ પરમાત્‍મા દેખાવા લાગશે.

પ્રેમને પરિશુદ્ધ કરો- ધુણાથી, ક્રોધથી, ઇર્ષ્‍યાથી, વૈમનસ્‍યથી, ક્રોધને બધી રીતે શુદ્ધ કરો, તો કરુણ બની જાય. કામને બધી રીતે શુદ્ધ કરો, તો રામ બની જાય. તમે જો પોતાના પ્રેમને જેને તમે હજી પ્રેમ કહો છો, શુદ્ધ કરતા રહો, તો એકનેએક દિવસ જેનું હું પ્રેમ કહું છું, તે પ્રેમ બની જશે. ન તો કાંઇ છોડો, ન કયાંય ભાગો. પરમાત્‍મા જેઅવસર આપે, તેનો ઉપયોગ કરો.

એ જ પ્રેમ પ્રગટ કરી શકે છે, જેની ભીતર સત્‍યનો દીવો પ્રગટો હોય, બાકી તો બધો પ્રેમ જૂઠ. પ્રેમ તો ત્‍યારે જ સાચો થઇ શકે છે, જયારે તમે પોતાને જાણ્‍યા હોય, ત્‍યારે જ તમે બીજાને પ્રેમ આપી શકશો. અન્‍યથા પ્રેમના નામ પર બધું શોષણ છ.ે

પ્રેમમાં ભકિતનો જ જરા અનુભવ થાય છે જે સમજી લે છે, તે પછી આ ભકિતના અનુભવની યાત્રા પર પ્રેમના અનુભવથી લાભ ઉઠાવી લે છે. પ્રેમમાં જે ક્ષણ વાર થાય છે, ભકિતમાં એ જ શાશ્વ રૂપે થઇ જાય છે. પ્રેમ અને ભકિતનો ભેદ એટલો જ છે કે પ્રેમનો વિષય ક્ષણભંગુર છે, ભકિતનો વિષય શાશ્વત છે, સનાતન છે. પરમાત્‍મા છે, સ્‍વયં અસ્‍તિત્‍વ છે.

આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩ર વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર. 

 સ્‍વામિ સત્‍ય પ્રકાશ

 

સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:43 am IST)