Gujarati News

Gujarati News

News of Monday, 5th November 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

જે આ જગતના પ્રેમનો અનુભવ કરીને પરમાત્માની શોધમાં ગયો, એ માણસ જયાં બેસી જશે, ત્યાં મંદિર બની થશે, ત્યાં જ જ તીર્થ બનશે. ત્યાં જ કાબા, ત્યાં જ કાશી, ત્યાં જ કૈલાશ. જે માણસ સંસારની ધૃણાથી ભરપૂર- ન પ્રેમ કરી શકયો, ન આપી શકયો, ન લઇ શકયો., ધીરે-ધીરે ઉદ્વિગ્ન થઇ ગયો, જેની સૃજનાત્મક શકિત વિધ્વંસાત્મક થઇ ગઇ, આ માણસ જો મંદિર અને મસ્જિદમાં જઇને બેસી જશે, તો મંદિર અને મસ્જિદ પણ ઉદાસ થઇ જશે.

પ્રેમ એક રહસ્ય છે, સૌથી મોટું રહસ્ય, રહસ્યોનૂં રહસ્ય. પ્રેમથી જ બન્યું છે અસ્તિત્વ, અને પ્રેમથી જ સમજાય છે. પ્રેમથી જ આપણે જગતમાં આવ્યા છીએ, પ્રેમની સીડીથી જ આપણે જગતની પાર જઇ શકીએ છીએ. જેણે પ્રેમને સમજ્યો, તેણે પરમાત્માને સમજ્યો. જે પ્રેમથી વંચિત રહ્યો, તે પરમાત્માની લાખ વાત કરે પરમાત્મા તેના અનુભવમાં નહીં આવી શકે. પ્રેમ પરમાત્માને અનુભવ કરવાનું દ્વાર છે પ્રેમ આંખ છે. એક ભેદ, એક કુંજી-જેનાથી અસ્તિત્વનાં બધાં તાળાં ખૂલી જાય છે.

જેણે પ્રેમ જાણ્યો, તેણે પહેલીવાર પ્રકાશ જાણ્યો, જેણે પ્રેમ નથી જાણ્યો, તેણે જીવનમાં ફકત અંધકાર જાણ્યો, સંસ્કૃતિઓ, સત્યતાઓ, પ્રેમની સામે કાંઇ જ નથી. ધર્મ, સંપ્રદાય, સંસ્કાર, રીત-રિવાજ, પરંપરાઓ, રૂઢિયો, પ્રેમ આ બધા કરતાં બુલંદ છે. આ બધાની પાર છે. પ્રેમ કોઇ રીત-રિવાજોમાં નથી સમાતો. કોઇ સભ્યતાઓમાં સીમિત નથી હોતો.પ્રેમ મુકિત છે-મુકત આકાશ છે.

પ્રેમ એવું અદ્દભૂત રહસ્ય છે કે, જયાં હારીને માણસ જીતી જાય છે, આવો જાદૂ છે પ્રેમ. આ પ્રેમની સૌથી વધુ અનુભૂતિ તેની પાસે જ થઇ શકે છે- જે પ્રેમપૂર્ણ થઇ ગયો છે, પ્રેમ લગ્ન થઇ ગયો છે, પ્રેમમય થઇ ગયો છે-પ્રેમ થઇ ગયો છે. જેને તમે સંસારમાં પ્રેમ કરો છો, તેતો કારાગૃહનો કૈદી છે સદ્દગુરુમાં જે પ્રેમને તમે જુઓ છો, તે મુકત આકાશ પક્ષી છે. તેની સાથે જ પ્રેમ થઇ જાય, તો તમે પણ આકાશમાં ઊડવાનું સાહસ કરી શકો છો. એજ છે યાત્રા, અંતયાત્રા, તિર્થયાત્રા પ્રાર્થના અસ્તવ્યસ્ત થાય, તો તેનું નામ પ્રેમ. અને પ્રેમ વ્યવસ્થિત થઇ જાય, તો પ્રાર્થના પ્રેમની પીડા એ જ છે કે બન્ને એક થવા ચાહે છ.ે બીજો મારામાં ડૂબી જાય.

પ્રાર્થનાનો રસ એ જ છે- પ્રાર્થના પણ એક થવા ચાહે છે, પરંતુ પ્રાર્થનાનો હિસાબ જુદો છે- હું ડૂબી જાઉ, હું ન રહું ! પ્રેમ પ્રાર્થના બની જાય, તો ગ્રહસ્થ રહેવા છતાં સંન્યાસી થઇ ગયો.

જે જન્મે છે, તે મરી જાય છે. પરંતુ એક એવો પ્રેમ પણ છે, જે જન્મતો જ નથી ! જે તમારી ભીતર જ છુપાયેલ છે. જે દિવસે તમે તેનો આવિષ્કાર કરી લેશો, એ જ તમારો આત્મા છે. એજ તમરો પરમાત્મા છે. તમે મંદિર છો ? તમારી ભીતર પ્રેમનો સાગર છુપાયેલ છે.ફકત એક જ કલા છે એ પ્રેમને ઉઘાડવાની- જે અજન્મા છે અને અમૃત છે.-એ કલા છે.: ધ્યાન.

હૃદયમાં જયારે પ્રેમનો આવિર્ભાવ થાય છે ત્યારે એ પ્રેમ એક દશા છે, સંબંધ નહીં. જયારે તમારા હૃદયમાં પ્રેમનો જન્મ થાય છ, ત્યારે ફકત પ્રેમનો એક ભાવ હોય છે. તમેકોઇ વૃક્ષને સ્પર્શ કરશો, તો તમારા હાથમાં પ્રેમ હોય છ.ે તમે પથ્થર પણ ઉઠાવશો, તો તમારા હાથમાં પ્રેમ હોય છે. તમે નદીમાં સ્નાન કરવા જશો, તો નદી પ્રત્યે તમારી ભીતરથી પ્રેમ વહે છે.તમે એકલા બેસશો, તો પ્રેમની સુવાસ ઉડતી રહે છે. જો લઇ લે તમારો પ્રેમ, ત્યારે કોઇના પ્રત્યે નવેદિત નથી થતો, ચારે તરફ વહે છ.ે

જો પ્રેમમાં આસકત છે, તો તે મોહ થઇ ગો. જો પ્રેમમાં આસકિત નથી, તો તે ભકિત થઇ ગઇ. પ્રેમ તો બન્નેની મધ્યમાં છે, જયાં તમારો પ્રેમ આસકિતથી મુકત હોય છે, ત્યાં જ પરમાત્માનાં દર્શન માટે દ્વાર ખુલી જાય છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:40 am IST)