Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2016

સાતમ-આઠમમાં ફરવા જવા માટે લોકો બેબાકળા બન્યા!

ગોવા-કેરાલા-ઉદયપુર-કુંબલગઢ-ઇમેજિકા-લોનાવાલા-મહાબળેશ્વર-લાવાસા-હરીદ્વાર-મસૂરી-સોમનાથ-સાપુતારા-આબુ-પંચમઢી-નાસિક-શીરડી-ત્રંબકેશ્વર-શનિદેવ-કુલુમનાલી-વૈથ્રી-બેકલ-કુર્ગ વિગરે સ્થળોની સહેલગાહે નિકળવા લોકો તલપાપડઃ ફોરેન ટુરમાં આ વર્ષે પણ દુબઇ ''ધ મોસ્ટ એટ્રેકટીવ ડેસ્ટીનેશન'' બન્યું: સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વિથ ક્રુઝ પણ લોકો પ્રીફર કરે છેઃ ફોરેનના નવા પેકેજ તરીકે બેંગકોક-ફુકેત

મોબાઇલ, ઇન્ટરનેટ સહિતની કોમ્યુનિકેશન અને તેની સાથે સાથે ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે જબ્બરદસ્ત ક્રાંતિ થવાથી છેલ્લા પંદરેક વર્ષોથી એટલે કે મિલેનિયમયરની આસપાસ ગુજરાત સહિત સમગ્ર ભારતના લોકોની રહેણી કરણી, ખોરાક, પોષાક, ફેશન અને રજાઓનો સમય (ફ્રી ટાઇમ) ગાળવામાં આમૂલ પરિવર્તન દેખાઇ રહયું છે.

માહિતી અને ટેકનોલોજી સાથેની ર૧ મી સદી જેમ - જેમ આગળ વધતી જાય છે. તેમ તેમ દિનબદિન માણસોની વિચાર સરણીમાં પણ સતત બદલાવ આવતો દેખાઇ રહયો છે.

આ પરીવર્તનના ભાગરૂપે લોકો હવે બાર મહિનાના તહેવારો પણ પોતાના વતન કે પછી સગા-વ્હાલાઓ સાથે ગાળવાને બદલે પોતાના પરિવાર અને ગ્રુપ સર્કલ સાથે ભારત અને વિદેશમાં વિવિધ જગ્યાએ ઉમળકાભેર સહેલગાહે ઉપડી જતાં જોવા મળે છે.

આવા મોર્ડન ક્રેઝના ભાગરૂપે આગામી જન્માષ્ટમી - સાતમ-આઠમના તહેવાર નિમિતે પણ કંઇક આવું જ છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં વસતા ફરવાના શોખીનો માટે આ રજાઓમાં મજા મજા થઇ ગઇ છે.

* આ વર્ષે પણ લોકો ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્ય પ્રદેશ), કેરાલા, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, દાર્જીલીંગ, ગંગટોક, ઇમેજિકા, લાવાસા, હરીદ્વાર, ગોકુલ, મથુરા, સિમલા, કુલુમનાલી, ડેલ હાઉઝી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્ડ, અંબાજી, શ્રીનાથજી, ઉદેપુર, કુંબલગઢ, સાપુતારા, ઇલોરા, નાસીક, ત્રંબકેશ્વર, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત-આશ્રમ, ઓરંગાબાદ, સાસણગીર, જૂનાગઢ, તુલસીશ્યામ, સોમનાથ, બગદાણા, વિરપુર, દ્વારકા, નાગેશ્વર, વૈથ્રી, બેકલ, કબીની, કુર્ગ સહિતના મનગમતા સ્થળોએ પોતપોતાના પરિવાર તથા ગ્રુપ સર્કલ સાથે સાતમ-આઠમની રજાની મોજ માણવા થનગની રહ્યા છે.

* જો કે મંદી અને મોંઘવારી તથા પ્રમાણમાં ઓછા વરસાદને કારણે આ વર્ષે ગત વર્ષની સરખામણીએ ફરવા જનારાઓનો ધસારો ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. ઉપરાંત વરસાદ, વાદળ ફાટવાનો ભય તથા આતંકવાદી હૂમલાઓ અને તોફાનોને કારણે નોર્થ સાઇડના ટુરીસ્ટ ડેસ્ટીનેશન અને હિલ સ્ટેશન (કાશ્મીર, હિમાચલ, ઉતરાંચલ, દાર્જીલિંગ, ગંગટોક વિગેરે) ના પેકેજ ઓછા ચાલ્યા હોવાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા. લી.ના માલિક દિલીપભાઇ મસરાણી (મો. ૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

છતાં પણ છેલ્લા દિવસોમાં પસંદગીના સ્થળોએ જવા માટે બસ-ટ્રેન-પ્લેન-સહિતમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ જોવા મળી રહ્યું છે.

* પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સમાં રૂમ્સની અવેલેબિલીટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર) માં જયાં પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે  અથવા તો કરી રહયા છે. જો કે રાજકોટના ઘણાં ટ્રાવેલ એજન્ટસ પાસે પસંદગીના ડેસ્ટીનેશન્સના બુકીંગ અવેલેબલ હોવાનું પણ જાણવા મળે છે. અમુક પેકેજીસમાં ડીસ્કાઉન્ટ પણ ચાલી રહ્યા છે.

દિવસે - દિવસે ઘણાં નવા નવા ડેસ્ટીનેશન્સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસીલીટી પ્રમાણે જુદા-જુદા સ્થળે ફરવાનો અમૂલ્ય મોકો હવે મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના માલીક છબીલભાઇ કારીયા તથા સમીરભાઇ કારીયા (મો. ૯૮રપ૩ ૭૭૭૦૪) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટસનું કહેવું છે.

* આ વખતે રાજસ્થાનમાં આવેલ ઉદયપુર અને કુંબલગઢ વધુ ચાલ્યું છે. ઉદયપુર થી કુંબલગઢ આશરે ૮૦ કિ. મી. છે. અહીં સહેલાણીઓ પોતાના વાહનમાં રાજકોટ થી જાય તો ચાર રાત્રી-પાંચ દિવસના પ્રતિ વ્યકિત ૮ થી ર૦ હજાર વચ્ચે (હોટલની કેટેગરી પ્રમાણે)  પેકેજનું કોસ્ટીંગ આવે છે. અમદાવાદ થી જોધપુર અથવા તો ઉદયપુર ટ્રેઇનમાં પણ જઇ શકાય છે.

આ ડેસ્ટીનેશન વધુ ચાલવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, બસ-ટ્રેન-પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડયા વિના ગ્રુપ સર્કલ સાથે સેલ્ફ ડ્રાઇવીંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

* ઉપરાંત આ વખતે જન્માષ્ટમીમાં મુંબઇ - લોનાવાલા - ઇમેજિકા પાર્ક પણ બહુ ચાલ્યું છે. અમદાવાદથી પુના રોજ ફલાઇટ મળે છે ત્યાંથી ઇમેજિકા જઇ લોનાવાલા જઇ શકાય છે. મુંબઇથી ઇમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી. કોચ પણ ફ્રીલી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઇમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે.

ઇમેજિકાને કારણે લોનાવાલામાં હોટલ બુકીંગ મેળવવામાં તકલીફ પડે છે, જયારે મહાબળેશ્વરમાં હાલમાં હોટલ બુકીંંગ મળતું હોવાનું જાણવા મળે છે.

ઇમેજિકા અને લાવાસાનો ચાર રાત્રી નો લકઝૂરીયસ પેકેજ એકસ અમદાવાદ પ્રતિ વ્યકિત ૩૬૦૦૦ રૂ. માં ખપી રહયો છે. જેમાં બે રાત્રી નોવોટેલ ઇમેજિકામાં (ફોર સ્ટાર) તથા બે રાત્રી લાવાસામાં ફોર્ચ્યુનદાસવે (ફાઇવ સ્ટાર) હોટલમાં રહી શકાય છે.

* કેરાલામાં પણ આ વખતે ટ્રાફીક જોવાઇ રહયો છે. કેરાલાના ૭ રાત્રીના એકસ કોચીન ફોર સ્ટાર હોટલ સાથેના પેકેજીસ પ્રતિ વ્યકિત ર૦,૦૦૦ રૂ. માં બજારમાં વેચાઇ રહયા છે. એકસ અમદાવાદ પેેકેજ (એર ટીકીટ સાથે) પ્રતિ વ્યકિત ૩પ૦૦૦ રૂ. માં જઇ રહ્યા છે.

* નોર્થ કેરાલા (વૈથ્રી,બેકલ) તથા કર્ણાટક (કબીની અને કુર્ગ) ના ૮ રાત્રી ૯ દિવસના એકસ અમદાવાદ (બાયએર) પેકેજ પ્રતિ વ્યકિત ૮૦,૦૦૦ રૂ.માં લોકો લઇ રહયા છે.

* દર વર્ષની જેમ આ વર્ષે પણ સાતમ - આઠમમાં ફરવા માટે ગોવા અગ્રેસર રહ્યું છે. જો કે દર વર્ષ કરતાં ગોવાના પેકેજ થોડા કોસ્ટલી બન્યા છે, છતાં પણ લોકોને પોતપોતાના બજેટને અનુરૂપ ગોવાના પેકેજ ફેસીલીટી પ્રમાણે મળી રહેતા હોય છે. ચાર રાત્રી પાંચ દિવસનો એકસ ગોવા થ્રી-સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ૧૦,૦૦૦ રૂ. માં વેચાયો છે, તો એકસ અમદાવાદ ગોવાનો ચાર દિવસનો પેકેજ હોટલની કેટેગરી પ્રમાણે ૧પ થી ૪૦  હજારરૂ.માં પ્રતિ વ્યકિત જઇ રહ્યો છે. અમદાવાદથી ગોવા એર રીટર્ન ટીકીટ ૧૦ થી સાડા દસ હજાર હોવાનું સંભળાય છે.રાજકોટથી ચ્ ૩ હોલીડેઝના ધવલભાઇ નથવાણી (મો.૯રર૭૬-૧૪૩૮પ) સહીતના ટુર ઓપરેટર્સ ગોવાના પેકેજીસ ઉપાડી રહ્યા છે.

* અશાંતિના કારણે કાશ્મીર - શ્રીનગર ના પુષ્કળ બુકીંગ કેન્સલ થયા છે. આ બાજૂનો ઘણો ખરો ટ્રાફીક હિમાચલ તરફ ડાયવર્ટ થયો હોવાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ જણાવી રહ્યા છે.

* ગુજરાતનું  સાપુતારા પણ દર વર્ષની માફક વધુ ચાલ્યું છે. આહલાદક વરસાદી વાતાવરણ અને કુદરતી નઝારો એ સાપુતારાનું આકર્ષણ છે. અહીં એક રાત્રીના સાડા ચાર થી નવ હજાર (કપલ દીઠ) જેટલા હોટલ ભાડા ચાલી રહયાનું જાણવા મળે છે.

* આ ઉપરાંત લોકો હૈદ્રાબાદ - લીયોના રીસોર્ટ તથા રામોજી સ્ટુડીયો પણ નવા ડેસ્ટીનેશન્સ તરીકે પસંદ કરી રહ્યા છે.

* સાસણગીર અને માઉન્ટ આબુમાં પણ ટ્રાફીક જોવા મળે છે. સસ્તી મુસાફરી અને વાહન વ્યવહારની સુવિધાને કારણે લોકો આવા આકર્ષક ડેસ્ટીનેશન્સ ઉપર પોતાની પસંદગી ઉતારે છે.

* સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ-ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિધ્ધ   પ્રેરણાધામ ખાતે એક - બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્ધ જયોતિલિંર્ગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે.

સાથે સાથે વીરપુર (પ.પૂ. જલારામબાપા),  પરબ, સત્તાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટ સહિતના ગામોમાં લોકમેળા, ડેમ, તુલસીશ્યામ સહિતના સ્થળોએ લોકો જન્માષ્ટમીની રજાઓ દરમ્યાન ઉમટી પડશે.

* રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા. લી. દ્વારા જન્માષ્ટમી નિમિતે કાશ્મીર, હૈદ્રાબાદ, ગોવા, કેરાલા, હિમાચલ, લેહ સહિતના ડોમેસ્ટીક પેકેજીસ ઉપડી રહ્યા છે. (મો. ૯રર૭પ પ૯પ૦૦).

* ટ્રેન, પ્લેન ઉપરાંત એ. સી. - નોન એ.સી. બસ દ્વારા જીરાવાલા ટુરીઝમ રાજકોટ (બીરેનભાઇ ધ્રુવ મો. ૯૩૭પ૬ ૪૮પ૦૦) દ્વારા જન્માષ્ટમી સ્પેશ્યલ પેકેજીસ રાજકોટ થી ઉપડી રહ્યા છે. જેમાં ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, (નોન એ.સી. કોચ, ર૦,પ૦૦ રૂ. કપલ), એકસ કુલુ મનાલી - સિમલા (નોન એ.સી. કોચ ર૯૭પ૦/- કપલ), આમા સાથે સ્પે. હિમાચલ અને ડેલહાઉસી લઇએ તો કુલ ૩રપ૦૦ થી ૩૪૦૦૦ સુધી  કલપના (નોન એ. સી.. કોચ) રેઇટસ જાણવા મળે છે. રોયલ રાજસ્થાન (જયપુર, બીકાનેર, જેસલમેર, જોધપુર) ના પેકેજ ર૦,૦૦૦ રૂ. (કપલ દીઠ) માં  મળી રહ્યા છે. સર્વિસ ટેક્ષને કારણે કે અન્ય કારણે ભાવમાં ફેરફાર હોય શકે છે.

આ ઉપરાંત બસ દ્વારા રાજકોટથી કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સના (મો.૮૩૪૭૯-૯૪૯૯૯) જન્માષ્ટમીના વિવિધ પેકેજીસ ઉપલબ્ધ છે. જેમાં ગોવા, રાજસ્થાન, પંચમઢી, સિમલા, મહાબળેશ્વર, કાશ્મીર, હરીદ્વાર, મૈસુર-ઉંટી વિગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત સરકારના એલટીસી માન્ય પ્રવાસો પણ થઇ શકે છે. ઉપરાંત કેરાલા, ગોવા, સાઉથ ઇન્ડિયાના ફલાઇટ પેકેજીસ પણ કેશવી દ્વારા ઉપડી રહ્યા છે.

* આ ઉપરાંત ડોમેસ્ટીક પેકેજીસ રાધેક્રિષ્ના ટુરીઝમ-૯૮૨૫૪-૪૪૩૭૮, ભારત દર્શન-૯૮૨૪૪-૫૬૬૮૮, ગેલેકસી ટુર્સ-૮૧૨૮૯-૦૦૧૦૦, કાવ્યા ટ્રાવેલ્સ-૯૮૨૪૨-૨૧૪૪૭, નિજ ટ્રાવેલ્સ-૯૮૨૫૦-૭૭૯૬૯, શિવ ટ્રાવેલ્સ-૯૩૭૪૬-૩૧૮૫૪, વ્યાસ ટુર્સ-૯૮૨૪૩-૩૦૫૫૫, સ્કાય ટુર્સ-૯૭૩૭૪-૭૩૭૨૩, શ્રી જલારામ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-૯૬૮૭૫-૭૧૬૬૧, અક્ષર ટ્રાવેલ્સ-૯૮૨૪૨-૧૫૪૮૧, વિશાલ ટ્રાવેલ્સ-૮૮૬૬૫-૦૮૯૮૯, વૃંદાવન યાત્રા સંઘ-૯૮૯૮૩-૫૦૦૯૬, જરીવાલા હોલીડેઝ-૯૧૭૩૩-૯૧૩૩૩, વિનાયક ટુર્સ-૮૦૦૦૭-૫૮૦૮૦, બ્લુબર્ડ હોલીડેઝ-૭૦૬૯૮-૮૮૮૪૧, ન્યુ જય બાલાજી ટુર્સ-૯૯૭૮૩-૪૪૮૦૧, સોની ટુરીઝમ-૯૯૧૩૬-૧૭૭૦૯, અપ્સરા ટુર્સ-૯૮૨૪૫-૬૮૦૧૩, કશીશ હોલીડેઝ-૯૩૭૬૬-૪૨૦૩૦, હોલીડે પલ્સ-૮૫૧૧૧-૧૭૦૦૧, સુરભી હોલીડેઝ ૯૮૯૮૧-૫૨૨૮૩, વિનાયક ટ્રાવેલ્સ-૯૯૨૫૯-૬૬૨૬૬, લિન્ક લાઇન ટુરીઝમ-૯૯૨૫૦-૭૧૬૭૬, નૂતન ટ્રાવેલ્સ-૯૪૨૭૪-૫૫૨૭૪, પટેલ હોલીડેઝ-૯૪૨૯૦-૪૩૫૮૮, કનૈયા ટ્રાવેલ્સ-૯૪૦૯૦-૧૭૭૪૭, પર્યટન ટુર્સ-૯૪૨૭૫-૬૩૩૧૧, વિપુલ ટુર્સ-૯૫૫૮૦-૦૨૪૯૬ વિગેરે દ્વારા ઉપડી રહ્યા છે. કમ્પરેટીવ રેઇટસ મળી શકે છે.

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

ફોરેન જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો આ વર્ષે પણ દુબઇ લોકોની ટોપ પ્રાયોરીટી છે. જેમાં ફેવરીટ ટુર્સના છ રાત્રીના ફોરસ્ટાર પેકેજીસ ૭૪,પ૦૦/- પ્રતિ વ્યકિત વેચાયા છે. જેમાં એક રાત્રી વિશ્વ પ્રસિધ્ધ એટલાન્ટીસ હોટલમાં આપવામાં આવે છે. એટલાન્ટીસ વગરના છ રાત્રીના એકસ અમદાવાદ પેકેજીસ ૬પ,પ૦૦ રૂ.માં જઇ રહ્યા છે. અન્ય ટ્રાવેલ ઓપરેટર્સ પણ દુબઇના એકસ અમદાવાદ પેકેજીસ ૬પથી માંડીને ૮૦ હજાર સુધી પ્રતિ વ્યકિત લઇ જઇ  રહ્યા છે. આ વર્ષે યુરોપ, તર્કી વિગેરે માટે સીઝન ખરાબ હોવાનુ જાણવા મળે છે.

મંદી, મોંઘવારી અને ખરાબ સીઝનને કારણે તથા રાજકોટનું માર્કેટ લીમીટેડ હોવાથી ઘણા ઓપરેટર્સે તો ત્રણ ડીપાર્ચર્સમાંથી એક ડીપાર્ચર કરી નાખ્યાનુ સંભળાય રહ્યુ છે.

* આ ઉપરાંત સિંગાપુર, મલેશીયા, થાઇલેન્ડ વીથ ક્રુઝના ૧૩ રાત્રી ૧૪ દિ'ના પેકેજીસ એકસ રાજકોટ ૧ લાખ ૧૬ હજાર આસપાસ જઇ રહ્યા છે. આમા થોડો ટ્રાફીક દેખાય  છે.

* હોંગકોંગ-મકાઉ-સેન્ઝેનના ૭ રાત્રી ૮  દિવસના એકસ અમદાવાદના ફાઇવસ્ટાર પેકેજીસ ૯પ૦૦૦ રૂ.માં જઇ રહ્યા છે. રીટર્ન રાજકોટ સુધી.

* રાજકોટથી મોરેશીયસના ૬ રાત્રી ૭ દિવસના પેકેજ પ્રતિ વ્યકિત ૯પ૦૦૦ રૂ.માં બોલાઇ રહ્યા છે.

* આ વર્ષે ફોરેનના નવા પેકેજ તરીકે રાજકોટથી બેંગકોક, ફુકેત તથા ક્રાબીના ૬ રાત્રી ૭ દિવસના ફોર સ્ટાર પેકેજ ૬૦,૦૦૦/- રૂ.માં ચપોચપ વેચાયા છે. જેમાં થાઇલેન્ડમાં પણ ઇન્ટરનલ ફલાઇટ આપવામાં આવી છે.

* રાજકોટથી ઇન્ટરનેશનલ પેકેજીસ લઇ જનારાઓમાં ફેવરીટ ટુર્સ-૭૬૯૮૮-૮૮૮૮૯, બેસ્ટ ટુર્સ-૯૭૧૨૭-૫૮૪૦૦, કેશવી ટુર્સ-૮૩૪૭૯-૯૬૯૯૯, પટેલ  હોલીડેઝ- ૯૮૭૯૦-૯પ૦૦ર, વી.પી. ટ્રાવેલ્સ-૯૭૨૫૮-૩૩૩૦૦, માય હોલીડેઝ ટુરીઝમ-૮૧૪૧૮-૨૬૧૦૩, વંશ ટ્રાવેલ્સ-૯૮૭૯૩-૫૨૪૯૯, પર્યટન ટુર્સ-૯૫૮૬૫-૪૦૫૪૦, ટ્રાવેલ ઝોન-૯૦૩૩૫-૦૯૧૧૬, નીલ હોલીડેઝ-૯૦૩૩૪-૧૬૪૧૬, રાધે ક્રિષ્ના-૯૮૨૫૪-૪૪૩૭૮, ગેલેકસી ટુર્સ-૮૧૨૮૯-૦૦૧૦૦, ડેસ્ટીન-૮૮૬૬૨-૨૩૮૯૧, નીજ ટ્રાવેલ્સ-૯૮૨૫૦-૭૭૯૬૯, વ્યાસ ટ્રાવેલ્સ-૯૮૨૪૩-૩૦૫૫૫, ટ્રાન્સ ગ્લોબ ટ્રાવેલ્સ-૯૮૭૯૦-૪૨૪૩૫ વિગેરેનો સમાવેશ થાય છે.

* વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસ કુક, કોક્ષ એન્ડ કિંગ્સ, SOTC, કેસરી, વિણાવર્લ્ડ, ફલેમીંગો, ACE  ટુર્સ વિગેરે છે. ઇન્ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબપોર્ટલ પણ આર્શીવાદરૂપ બન્યુ છે.

વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલીટીઝને કારણે ડિસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ મળી શકે છે કે જે આજના કોમ્પીટીટીવ વર્લ્ડનું એક અનિવાર્ય પાસુ મનાય છે.

(કોઇપણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપુર્ણ માહિતીની ચોખવટ જે તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે કે જેથી ટુર દરમ્યાન કંઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય)

* હમણા છેલ્લા થોડા વખતથી એક વાત એવી ધ્યાનમાં આવી છે કે ભારતની બહાર જે દેશોમાં ઓન એરાઇવલ વિઝા આપવામાં આવે છે ત્યાં સલામતીના કારણોસર તથા આતંકીઓના ભયના કારણે અમુક દેશોમાં મોટાભાગે એકલા જેન્ટસને વિઝા આપવામાં આવતા નથી. એરપોર્ટ પરથી જ તેઓને ફરીથી ડીપોર્ટ (બેક ટુ પેવેલીયન) કરી દેવામાં આવે છે.

તાજેતરમાં જ રાજકોટના પાંચ અગ્રણી વેપારીઓ હોંગકોંગ ગયા હતા. તેઓને ઓન એરાઇવલ વિઝા ન મળતા પછીની ફલાઇટમાં જ ઇન્ડિયા પરત મોકલી દીધા હતા. જેના કારણે તેઓનો આગળનો બિઝનેસ પર્પઝ પણ ડિસ્ટર્બ થઇ ગયો હતો.

હોંગકોંગ ઉપરાંત મલેશીયા, લંડન, થાઇલેન્ડ વિગેરેમાં પણ કોઇક વખત આવુ થતુ હોવાનુ સંભળાય છે. થાઇલેન્ડ અને મલેશીયામાં તો રીતસર કરપ્શન માટે આવુ થતુ હોવાનુ પણ લોકો કહી રહ્યા છે.

* આ સાલ મંદી તથા મોંઘવારીને કારણે મુસાફરીના હવાઇ ભાડા, ફુડ, લોકલ ટ્રાન્સપોર્ટેશન, હોટલ ભાડા સહિતના ખર્ચમાં વધઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજયમાં અમુક ટ્રાવેલ એજન્ટસને તો ધારણા મુજબ પોતાના પર્સનલ પેકેજના બુકીંગ ન મળવાને કારણે તેઓએ અન્ય ટ્રાવેલ એજન્ટસ સાથે ટાઇઅપ કરી સંયુકત રીતે વિવિધ પેકેજીસ ડિઝાઇન કર્યાનુ પણ સાંભળવા મળે છે.

* છતાં પણ આજની ર૧મી સદીમાં 'ખાઓ પીઓ ને મોજ કરો'ની થીયરી અનુસાર દિવસે-દિવસે લોકોમાં ફરવા જવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે અને એમાં પણ કામના સમયે કામ અને વેપારને મહત્વ આપતા આપણા ખમીરવંતા ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ કેવી રીતે પાછળ રહે ?

જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા જન્માષ્ટમીની શુભકામનાઓ. જય શ્રી કૃષ્ણ.

ઓન એરાઇવલ વિઝા આપતા હોંગકોંગ અને થાઇલેન્ડનો રાજકોટવાસીઓને કડવો અનુભવ-હજારો રૂપીયાની અડી ગઇ ! જેટ એરવેઝના ગુજરાતી કર્મીની સરાહનીય કામગીરી

. તાજેતરમાં રાજકોટના જીતેનભાઇ કોટક (મો.નં.૦૯૦૧૬પપ૦૦૭૭) સહિતના પાંચ અગ્રણી વેપારીઓ ઇમ્પોર્ટ-એક્ષ્પોર્ટના બિઝનેસ અર્થે હોંગકોંગ અને ગોન્ઝાઉ (ચાઇના) જવા નીકળ્યા હતા. હોંગકોંગ એરપોર્ટ ઉપર ઉતરીને લોન્જમાં ચાલતા હતા ત્યાં જ ત્યાંનો ઇમીગ્રેશન સ્ટાફ આવી ગયો અને પાસપોર્ટ-ટીકીટ માંગીને ''ગો બેક ટુ ઇન્ડિયા'' કહીને હોંગકોંગ છોડવાનું કહી દીધું.

જીતેનભાઇ અને તેના ગ્રુપ પાસે હોટલ અને સંપૂર્ણ પ્રોગ્રામ સહીતની આઇટનરી હોવા છતાં પણ ''જવાબો સંતોષકારક નથી'' ના રીસ્પોન્સ સાથે આશરે ૭ કલાક સુધી રૂમની બહાર નિકળવા  ન દીધા, ઇમીગ્રેશન ઓફીસરને પણ મળવા ન દીધા અને સાંજની ફલાઇટમાંજ ઇન્ડિયા ડીપોર્ટ કરી દીધા હોવાનું જીતેનભાઇ કોટકે અકિલાને જણાવ્યું હતું .ચાઇનાની ટીકીટ હોવાથી હોંગકોંગથી સીધા જ ગોન્ઝાઉ (ચાઇના) જવા દેવાની વિનંતી પણ ગ્રાહ્ય રાખવામાં ન આવી. હોંગકોંગમાં રહેતા એક ઓળખીતા ભારતીય મિત્રએ દસ હજાર ડોલર અને પોતાનો પાસપોર્ટ જામીનગીરી રૂપે આપવા તૈયારી દર્શાવી છતાં પણ હોંગકોંગનો ઇમીગ્રેશન સ્ટાફ એકનો બે ન થયો અને રાજકોટના વેપારીઓને પ્રતિવ્યકિત આશરે પ૦ થી ૬૦ હજાર રૂ.ની અડી ગઇ હોવાનો અફસોસ જીતેનભાઇએ કર્યો હતો. હોંગકોંગ એરપોર્ટ ઉપર ચા-પાણી-લંચની વ્યવસ્થા ઓથોરીટી દ્વારા કરાઇ હતી, તે સંદર્ભે જીતેનભાઇ કડવી યાદો અને હાસ્ય સાથે કહે છે કે ''૬૦ હજાર રૂ.ના માત્ર ચા-પાણી અને લંચ લેવા અમો સ્પેશ્યલ હોંગકોંગ ગયા હતા.'' જીતેનભાઇ અને તેનુ ગ્રુપ એમ્બસીમાં ફરીયાદની તજવીજ પણ કરી રહ્યા  છે.

. ઓન એરાઇવલ વિઝા સંદર્ભે માનસિક હેરાનગતીનો અન્ય એક બનાવ તાજેતરમાં થાઇલેન્ડના બેંગકોક એરપોર્ટ ઉપર બન્યો. રાજકોટના અગ્રણી ટુર ઓપરેટર દિલીપભાઇ મસરાણી (ફવરીટ ટુર્સ-મો.૯૮૭૯પ ૪૦૬૩૩) સિંગાપુર -મલેશીયા-થાઇલેન્ડનો ફેમીલી પેકેજ લઇ ગયા હતા. આ પેકેજમાં તેની સાથે ચાર યુવાનો પણ પોતાના રીલેટીવ્ઝ સાથે આવ્યા હતા.

બેંગકોક એરપોર્ટ ઉપર પહોચતા ત્યાંના ઇમીગ્રેશન સ્ટાફે આ ચાર યુવાનો આતંકવાદી જેવા લાગે છે, તેવું કહીને તેઓને ઇમીગ્રેશન ઓફીસરની ચેમ્બરમાં લઇ ગયા.

સાથે-સાથે દિલીપભાઇ પણ ત્યાં ગયા, તો ખાવા-પીવાની તમામ ફેસેલીટી સાથેના ટેબલ ઉપર બેઠેલા ઇમીગ્રેશન ઓફીસરે દિલીપભાઇનો પાસપોર્ટ જોઇને તેનો પ્રોફેશન જાણીને પાસપોર્ટનો ઘા કરીને જવા દીધા હતા. ડાયમંડ જડેલી જેવી દેખાતી ઘડીયાળ પહેરેલા ચારેય યુવાનોને બેસાડી દીધા અને કહ્યું કે તમારૃં ઇન્વેસ્ટીગેશન કેટલા દિવસોમાં પુરૂ થશે તે નકકી નથી. જો કે ત્યારબાદ તેઓએ ઇન્વેસ્ટીગેશન વહેલાસર પુરૂ કરી ચારેય યુવાનોને જેટની નેકસ્ટ ફલાઇટમાં ડીપોર્ટ કરવાનો નિર્ણય લઇ લીધો હતો તેવું દિલીપભાઇ જણાવે છે.

થોડા સમય પછી દિલીપભાઇ ઉપર જેટ એરવેઝની કર્મચારી સંજનાનો ફોન આવ્યો અને તેણીએ ચાર યુવાનોને પેકેજમાં કન્ટીન્યુઅસ રાખવા ઇમીગ્રેશન ઓફીસરને પોતે રીકવેસ્ટ કરે તેવું પુછયું . કારણ કે તે વખતે જેટની ફલાઇટ પણ ફુલ હતી અને એ ચાર યુવાનોને સીટ આપવી શકય નહતી.

દિલીપભાઇએ હા પાડતા તેણીએ ઇમીગ્રેશન ઓફીસર પાસે જઇને રીકવેસ્ટ કરી ચારેય યુવાનોને ટુરમાં કન્ટીન્યુઅસ કર્યા હતા અને જે-તે જગ્યાએ પહોંચેલા તેઓના ગ્રુપ સાથે જોડી દીધા હતા. યુવાનો પાસે રહેલા ડોલર વટાવીને તેઓને ટેકસીની વ્યવસ્થા પણ કરી દીધી હતી.

અંતમાં તેણીએ દિલીપભાઇને કહયું કે  હું પણ એક ગુજરાતી છું, અને મને એ વિશ્વાસ છે કે 'ગુજરાતી બધું કરે પણ કોઇ દિવસ આતંકવાદી પ્રવૃતિ ન કરે'. આમ સમસ્યાનો સુખદ અંત આવ્યો હતો.

દિલીપભાઇના કહેવા પ્રમાણે બેંગકોક એરપોર્ટ ઉપરના ઓફીસરનો આશય કદાચ ભ્રષ્ટાચારનો પણ હોઇ શકે.

થાઇલેન્ડ જવા માટે બીજી એક વસ્તુ એ પણ ધ્યાનમાં રાખવી કે ત્યાં જઇએ તો (ઉતરતી વખતે) મિનિમમ ૭૦૦ ડોલર સાથે રાખવા જરૂરી છે. તેનાથી ઓછા ડોલર જો ચેકીંગમાં નિકળે તો પણ તેઓ વિઝા નથી આપતા કે ડીપોર્ટ  પણ કરી શકે છે.

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(12:14 pm IST)