Gujarati News

Gujarati News

News of Tuesday, 8th March 2016

વેકેશન આવ્‍યું, ફરવાની મજા લાવ્‍યું, નિકળી પડો

કાશ્‍મીર - કુલુમનાલી-લોનાવાલા-ખંડાલા-ઇમેજિકા-ગોવા-આબુ-ઉંટી-કોડાઇકેનાલ-બેંગ્‍લોર-દિવ-સોમનાથ- સાસણગીર- દાર્જીલીંગ- લેહલડાખ- નૈનિતાલ- કેરાલા- દ્વારકા- મહાબળેશ્વર- શનિદેવ વિગેરે સ્‍થળોએ સહેલગાહે જવા માટે સહેલાણીઓ આતુર : ગરમી હોવા છતાં પણ લોકો દુબઇની ફોરેન ટુર પ્રીફર કરે છે : સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્રુઝ પણ લોકોને પસંદ : ઘણાં કિસ્‍સામાં ડોમેસ્‍ટીક કરતા ઇન્‍ટરનેશનલ ટુર સસ્‍

વાર્ષિક પરીક્ષાઓ પૂરી થાય અને ઉનાળુ વેકેશન પડી જાય એટલે બાળકો,વાલીઓ, વડીલો, શિક્ષકો વિગેરેને પણ હાશકારો થઇ જાય. અને સાથે-સાથે પરીક્ષાનું ટેન્‍શન અને થાક ઉતારતું વેકેશન પડે એટલે રજાનું નામ સાંભળીને દરેકનું મન પુલકીત થવા માંડે.

કોમ્‍યુનિકેશન અને ટ્રાન્‍સપોર્ટેશનના હાલના ફાસ્‍ટ ફોરવર્ડ જમાનામાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રવાસન ક્ષેત્ર દિવસે - દિવસે જેટગતિએ આગળ વધતું જાય છે. લોકો પણ વિવિધ રજાઓમાં ‘ખાઓ પીઓને મોજ કરો'ની થીયરી અપનાવી બજેટને અનુરૂપ મનગમતી જગ્‍યાએ સહેલગાહે નિકળી પડતા જોવા મળે છે.

નજીકના ભવિષ્‍યમાં જ ઉનાળુ વેકેશન પડવાનું છે ત્‍યારે રજાઓમાં સૌરાષ્‍ટ્ર, ગુજરાત, ભારત અને વિદેશોમાં સહેલાણીઓના હોટ ફેવરીટ ડેસ્‍ટીનેશન્‍સે લોકોમાં જબરૂ આકર્ષણ જગાવ્‍યું છે. ફરવા જવાના આવા જબ્‍બરદસ્‍ત ક્રેઝના ભાગરૂપે લોકો અત્‍યારે તો જોરદાર તૈયારીમાં લાગી ગયા છે. ટીકીટો તથા હોટલ બુકીંગ માટે લોકો દોડાદોડી કરી રહ્યા છે.

પસંદગીના સ્‍થળોએ જવા માટે ટ્રેઇનોમાં લાંબુ વેઇટીંગ લિસ્‍ટ બની ગયું હોવાનું જાણવા મળે છે. ટ્રેન-પ્‍લેન ઉપરાંત પસંદગીની બસોમાં પણ લાંબા વેઇટીંગ લિસ્‍ટસ ઓપરેટ થઇ રહ્યા છે.

- તંત્ર દ્વારા અમદાવાદ સહિત અમુક જગ્‍યાએથી હોલી-ડે સ્‍પેશ્‍યલ કે સમર વેકેશન સ્‍પેશ્‍યલ ટ્રેનો દોડાવવા છતાં પણ પસંદગીની મોટાભાગની ટ્રેનો વેકેશન દરમ્‍યાન હાઉસ- ફુલ હોવાનું જાણવા મળે છે.

- આ વેકેશનમાં લોકો કાશ્‍મીર, ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્‍ય પ્રદેશ.), દિવ, માઉન્‍ટ આબુ , ઉજજૈન, દાર્જીંલિગ, નૈનિતાલ, ગંગટોક, ઇમેજિકા, હરીદ્વારા, ગોકુળ, મથુરા, દિલ્‍હી, સીમલા, કુલુમનાલી, ડેલહાઉઝી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્‍ડ, અંબાજી, શ્રીનાથજી, વૈષ્‍ણોદેવી, ઉદયપુર, કુંબલગઢ, સાપુતારા, ઇલોરા, નાસીક, ત્રંબકેશ્વર, ધુષ્‍ણેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત-આશ્રમ, ઓરંગાબાદ, કોર્બેટ, સાસણગીર, સોમનાથ, દ્વારકા, બેંગ્‍લોર, ઉંટી, મૈસૂર, કોડાઇકેનાલ, હૈદ્રાબાદ, હોલીડેકેમ્‍પ, તિરૂપતી બાલાજી, રામેશ્વર, ગીરનાર, જુનાગઢ, તુલસીશ્‍યામ, વીરપુર, બગદાણા, પરબ, ખજજીયાર, અમૃતસર, ધરમશાલા, કેરાલા, કૈલાસ માનસરોવર, ભુજ, માંડવી, માતાનો મઢ, નારાયણ સરોવર, કોટેશ્વર, સફેદ રણ, કાળો ડુંગર, પોરબંદર, રાનીખેત, લેહ-લડાખ, ચારધામ યાત્રા સહિતના વિવિધ સ્‍થળોએ વેકેશનની મોજ માણવા તલપાપડ બન્‍યા હોવાનું જાણવા મળે છે.

- પસંદગીના સ્‍થળોએ ટ્રાફીકને કારણે સારા ડેસ્‍ટીનેશન્‍સની ટીકીટો ઘણી ઉંચી કિંમતે મળી રહી છે. જેને કારણે પેકેજની કોસ્‍ટીંગ ઘણી વધી જાય છે . દા.ત. દાર્જીલીંગ, ગંગટોક-બાગડોગરા રૂટની અમદાવાદથી રીટર્ન એર ટીકીટ ૩૦ થી ૪૦ હજાર રૂ.માં થાય છે. આ બધું જોતાં એવું લાગે કે ઘણા કિસ્‍સામાં તો ઘણી  જગ્‍યાના ડોમેસ્‍ટીક કરતા ઇન્‍ટરનેશનલ પેકેજીસ સસ્‍તા પડતા હોય છે.

- જો કે મંદી અને મોંઘવારીને કારણે આ વર્ષે વેકેશનમાં ૪૦ ટકા જેટલો ઓછો ટ્રાફીક દેખાઇ રહ્યાનું જાણવા મળે છે. ઉપરાંત લોંગ ડીસ્‍ટન્‍સવાળા પેકેજીસના બદલે શોર્ટ ડીસ્‍ટન્‍સ, ઇઝી ટ્રાન્‍સપોર્ટેશન અને વાહન વ્‍યવહારની પ્રાપ્‍યતા હોય તેવા પેકેજીસ વધુ ચાલતા હોવાનું ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લીના માલિક દિલીપભાઇ મસરાણી (મો.૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

- ટ્રાવેલ એજન્‍ટસના બિઝનેસને અસર કરતું એક પરીબળ એ પણ ધ્‍યાનમાં આવ્‍યુંછે કે કોઇપણ નેશનલ-ઇન્‍ટરનેશનલ પેકેજની કોસ્‍ટ પ૦ હજાર ઉપર જાય તો જે-તે પેસેન્‍જરની પાનકાર્ડની ફોટોકોપી ફરજિયાત પણે સરકારી ડીપાર્ટમેન્‍ટને આપવાની. આને કારણે પણ લોકો મુંઝવણ ભરી સ્‍થિતિમાં મૂકાઇ શકે. વેકેશનમાં મંદીના ભય હેઠળ અમુક ટ્રાવેલ એજન્‍ટે તો અગાઉ કરાવેલા પોતાના બ્‍લોક બુકીંગ પણ અન્‍ય ટ્રાવેલ એજન્‍ટસના સહારે બજારમાં વેચવા મૂકયા હોવાનું સંભળાય છે.

- પસંદગીના સ્‍થળોએ ઘણી જગ્‍યાએ હોટલ્‍સમાં રૂમ્‍સની અવેલેબિલીટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્‍ટાન્‍ડર્ડથી માંડી સેવન સ્‍ટાર) માં જયાં પણ કન્‍ફર્મ બુકીંગ મળે ત્‍યાં જવા માટે નિકળવાની તૈયારી કરી લીધી છે  અથવા તો કરી રહ્યા છે.

- દિવસે-દિવસે ઘણા નવા-નવા ડેસ્‍ટીનેશન્‍સ ખૂલવા માંડતા લોકોને પણ પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસેલીટીઝ પ્રમાણે જુદા-જુદા સ્‍થળે ફરવાનો અમૂલ્‍ય મોકો હવે મળી રહ્યાનું જીરાવાલા ટુરીઝમ અને શકિત ટ્રાવેલ્‍સ રાજકોટના બિરેનભાઇ ધ્રુવ (મો.૯૩૭પ૬ ૪૮પ૦૦) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્‍ટસનું કહેવું છે.

- વેકેશનમાં આ વખતે નોર્થ ઇન્‍ડિયામાં ઉતરાંચલ અને હિમાચલ પ્રદેશ (સિમલા-મનાલી-ડેલહાઉઝી) વધુ ચાલ્‍યા હોવાનું દેખાય છે. ત્‍યાં દિલ્‍હી થઇને જવાનું અને એ તરફના ૭ રાત્રીથી ૧૦ રાત્રી સુધીના એકસ દિલ્‍હી પેકેજ પ્રતિવ્‍યકિત રર થી ૩પ હજાર સુધી બજારમાં વેંચાય રહ્યા છે.અમદાવાદ-દિલ્‍હી-અમદાવાદ મે મહિના માટેની રીટર્ન એરટીકીટ ૧૦ હજાર આસપાસ મળી રહી છે. એજ ટીકીટ માર્ચમાં સાત હજાર આસપાસ અને એપ્રિલમાં આઠથી સાડાઆઠ હજાર આસપાસ મળી રહી છે.

- લોકો મુંબઇ આસપાસ લોનાવાલા-મહાબળેશ્વર-લવાસા-માથેરાનના ૮ રાત્રીના એકસ મુંબઇ પેકેજીસ ર૪ થી રપ હજાર પ્રતિ વ્‍યકિત લઇ રહ્યા છ.ે આમાં અમદાવાદથી મુંબઇની એરટીકીટ પ્રમાણમાં સસ્‍તી પડે છે.

- મુંબઇથી આગળ આવેલ અને મુંબઇથી જવાતું ઇમેજિકા પાર્કનું આકર્ષણ પણ ઘણું જ જોવા મળે છે.રાજકોટ-સૌરાષ્‍ટ્ર અને ગુજરાતમાંથી પણ ઇમેજિકાના પેકેજીસ ઉપડે છે, અને મુંબઇથી પણ રોજે-રોજ વિવિધ જગ્‍યાએથી લકઝરી (એ.સી.,નોન એ.સી.) બસ દ્વારા એક દિવસના પેકેજીસ સતત ઉપડતા હોય છે.

ઇમેજિકામાં શુક્ર, શનિ, રવિ વિધાઉટ ટ્રાન્‍સપોર્ટેશન રેગ્‍યુલર એડલ્‍ટ ટીકીટ ૧૮૯૯ રૂ. બાળકો માટે ૧૪૯૯ રૂ. તથા સિનિયર સીટીઝન માટે ૯૯૯ રૂ. માં સામાન્‍ય રીતે મળતી હોય છે. એ જ રીતે એક્ષપ્રેસ ટીકીટ (શુક્ર,શનિ,રવિ) વિધાઉટ ટ્રાન્‍સપોર્ટેશન એડલ્‍ટ માટે ર૮૯૯ રૂ. બાળકો માટે ર૪૯૯ રૂ. તથા સિનિયર સિટીઝન્‍સ માટે ૧૯૯૯ રૂ. માં મળે છે.

શુક્ર, શનિ, રવિ (પીક ડેઇઝ) સિવાય સામાન્‍ય રીતે ટીકીટોમાં આશરે ૧પ ટકા જેટલું ડીસ્‍કાઉન્‍ટ ચાલતુ હોય છ.ે ઇમેજિકાની મુલાકાતના  દિવસે  જેનો બર્થ-ડે હોય તો બર્થ-ડે સંદર્ભેના ડોકયુમેન્‍ટસ બતાવવાથી ઇમેજિકાનો લ્‍હાવો ફ્રી ઓફ ચાર્જમાં લઇ શકાતો હોવાનું જાણવા મળે છે.

- આગામી વેકેશનમાં લોકો બેંગ્‍લોર-મૈસૂર-ઉંટી-કોડાઇકેનાલ પણ જઇ રહ્યા છે. આ સ્‍થળોના એકસ બેંગ્‍લોર પેકેજ ર૭૦૦૦ રૂ. પ્રતિ વ્‍યકિત (૮ રાત્રી ૯ દિવસ) બજારમાં ખપી રહ્યા છે. અમદાવાદથી બેંગ્‍લોર રીટર્ન એર ટીકીટ ૧ર૦૦૦ રૂ. આસપાસ મળી શકે છે.

- ઘણા ટૂર ઓપરેટર્સ દ્વારા આગામી ‘હોલી સેલીબ્રેશન્‍સ'(ધુળેટી) નિમિતે બે દિવસના રોસોર્ટસના પેકેજીસ મૂકાયા છે જે હાલમાં થોડા ઓછા ચાલતા હોવાનું દેખાય છે. આ વર્ષે ગોવા પણ ઓછુ ચાલતું હોવાનું દેખાય છ.ે

- ઉનાળું વેકેશન દરમ્‍યાન રાજકોટથી ટ્રેઇન-પ્‍લેન દ્વારા બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ પ્રા.લી.(મો.૯રર૭૪ પ૯૮૦૦) ના સીમલા-મનાલી (૯ દિવસ), કુર્ગ-કાબીની (૮ દિવસ-, કાશ્‍મીર (૭ દિવસ), દાર્જીંલીંગ (૯ દિવસ) લેહ-લડાખ (૮ દિવસ), કેરાલા (૮ દિવસ) વિગેરે ડોસ્‍મેટીક પ્રવાસો ઉપડી રહ્યા છે.

- ઇન્‍ડિયન રેલ્‍વે કેટરીંગ એન્‍ડ ટુરીઝમ કોર્પોરેશન લિ. અમદાવાદ દ્વારા LTC માન્‍ય રેલ ટુર પેકેજ પણ ઉપડી રહ્યા છે.જેમાં કાશ્‍મીર, ગોવા, હિમાલયન ગ્‍લોરી, ઉતરાંચલ, વૈષ્‍ણોદેવી, પટણીટોપ વિગેરે સ્‍થળોનો સમાવેશ થાય છે. ફોન ૦૭૯-રર૧૬૦પ૭૬, મો.૯૬૦૧૬ ૪૯૩ર૮

- ટ્રેન-પ્‍લેન ઉપરાંત એ.સી.,નોન એ.સી.બસ દ્વારા પણ રાજકોટ તથા અમદાવાદથી વિવિધ જગ્‍યાના પેકેજીસ વેકેશન દરમ્‍યાન ઉપડી રહ્યા છે. જેમાં જીરાવાલા ટુરીઝમ તથા શકિત ટ્રાવેર્લ્‍સ રાજકોટ (ફોન-૦ર૮૧-ર૪પરર૯૯) અને કેશવી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ(ફોન ૦ર૮૧-ર૩૮૬૬૬૬) રાજકોટ દ્વારા વિવિધ ફેસેલિટીઝ અને રેઇટસના પેકેજ ઉપલબ્‍ધ છે. જેના ડેસ્‍ટીનેશન્‍સમાં કાશ્‍મીર, સિમલા, કુલુ-મનાલી, શ્રીનગર, વૈષ્‍ણોદેવી, હરીદ્વારા, મથુરા, ડેલહાઉઝી, બેંગ્‍લોર, મૈસુર, ઉંટી, કોડાઇકેનાલ મદુરાઇ, રામેશ્વર, તિરૂપતી બાલાજી, કન્‍યાકુમારી, હૈદ્રાબાદ, ઓરંગબાદ, ધૃષ્‍ણેશ્વર, ઇલોરા, સપ્તજયોર્તિર્લિંગ, ગોવા, મહાબળેશ્વર, લોનોવાલા, ચારધામ યાત્રા, કેરાલા, દાર્જીલીંગ, નૈનિતાલ, લેહ-લડાખ, અમૃતસર, ધરમશાલા, કોર્બેટ પાર્ક, મસૂરી ગંગટોક, જુનાગઢ, સાસણગીર, સોમનાથ, પોરબંદર, દ્વારકા, બેટ દ્વારકા, કચ્‍છ, કૈલાસ માનસરોવર વિગેરેનો સમાવેશ થાય છે. શકિત ટ્રાવેલ્‍સના પ્રવાસો પ્રમાણમાં લકઝુરીયસ ગણાય છ.ે

- આ ઉપરાંત બસ-ટ્રેન- પ્‍લેન એમ વિવિધ રીતે રાજકોટથી ઘણા બધા ટ્રાવેલ એજન્‍ટસ ડોમેસ્‍ટીક પેકેજીસ લઇ જતા હોય છે.જેમાં હિના ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (H.O.મુંબઇ) ફોન-૦ર૮૧-ર૪૮ર૮૭૪/૭પ/૭૬ - રાજકોટ, ઇમ્‍પીરીયલ ટુર્સ-રાજકોટ (મો.૯૪ર૮૦ ૩૭૪૬પ), ડોલર ટુર-રાજકોટ (૯૪ર૮ર ૯૬૪૬૪), સ્‍કાય ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ, (૯૭૩૭૪ ૭૩૭ર૩), વેદાંશી ટ્રાવેલ્‍સ (૮૯૦પ૭ ૭૭૩૩૩), ઇન્‍ડિયા  દર્શન ટ્રાવેલ્‍સ (૦ર૮૧-ર૪૬પ૦પ૭), વન્‍ડરવર્લ્‍ડ ટ્રાવેલ્‍સ (૯૩૭૪૧ ૧ર૮પ૭), રાધેક્રિષ્‍ના ટુરીઝમ (૯૮રપ૪ ૪૪૩૭૮), શિવ ટ્રાવેલ્‍સ (૦ર૮૧-ર૪પર૯૮૦), સાગર ટ્રાવેલ્‍સ (૯૪ર૬૦ ર૦ર૧૦), પટેલ હોલીડેઝ (૯૪ર૯૦ ૪૩પ૮૮), અક્ષર ટ્રાવેલ્‍સ (૯૮ર૪ર ૧પ૪૮૧), તુલસી ટુર્સ (૮૮૬૬૪ રપ૩૩પ), કલીક ટુ ટ્રીપ (૯૦૩૩૦ ૭૪૪૪પ), જયકાન્‍ત હોલી-ડે(૯૦પ૪૬ ૩ર૮૬૮), નવભારત હોલિડેઝ (૦૨૮૧-૨૪૬૭૬૮૮), વ્‍યાસ ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (૦૨૮૧-૨૪૬૬૧૫૪) વિગેરેનો સમાવેશ થાય છે.

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

- આગામી વેકેશનમાં ફોરેન જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો ગરમી હોવા છતાં પણ લોકો દુબઇ જવાનું પ્રીફર કરી રહ્યા છે જે ઘણા ટ્રાવેલ એજન્‍ટસ માટે આヘર્ય પમાડે તેવી વાત છ.ે દુબઇના પ રાત્રી ૬ દિવસના એકસ અમદાવાદ પેકેજીસ પ્રતિ વ્‍યકિત પપ થી ૭૦ હજાર આસપાસ (ફેસીલીટીઝ પ્રમાણે) બજારમાં ખપી રહયા છે. ઘણાં કિસ્‍સામાં ડોમેસ્‍ટીક ડેસ્‍ટીનેશન કરતા ઇન્‍ટરનેશનલ ડેસ્‍ટીનેશન સસ્‍તુ પડતુ હોવાથી ફોરેનનો ક્રેઝ લોકો મુકી નથી શકતા.

-થાઇલેન્‍ડના ક્રાબી અને ફુકેટનો ૬ રાત્રી ૭ દિવસનો એકસ રાજકોટ પેકેજ પ્રતિ વ્‍યકિત આશરે ૬પ થી ૭પ હજાર રૂપીયામાં થાય છે.

ઉપરાંત થાઇલેન્‍ડના બેંગકોક-પટાયાનો પ રાત્રી ૬ દિવસનો એકસ રાજકોટ પેકેજ ૩પ થી ૪પ હજાર આસપાસ બજારમાં મળી રહયો છે. આ વર્ષે વિવિધ કંપનીઓના ડીલર  ઇન્‍સેન્‍ટીંવ્‍ઝ ઓછા ચાલી રહયાનું સુત્રો જણાવે છે. મોટાભાગના ડીલર્સ રોકડા રૂપીયા લઇ લે છે. જેને કારણે પણ થાઇલેન્‍ડ પ્રમાણમાં ઓછુ ચાલી રહયું છે.

- સ્‍કેન્‍ડીનેવીયન કન્‍ટ્રીઝ (મધ્‍યપૂર્વ યુરોપના દેશો) જેવા કે નોર્વે, સ્‍વિડન, ડેનમાર્ક, ફીનલેન્‍ડ, આઇસલેન્‍ડ વિગેરેની પણ થોડી ઇન્‍કવાયરી ટ્રાવેલ બજારમાં થઇ રહી છે.

- મોરેસીયસના ૬ રાત્રી ૭ દિવસના એકસ મુંબઇ પેકેજીસ ૬પ હજારથી ૧,રપ,૦૦૦ પ્રતિ વ્‍યકિત (હોટલની કેટેગરી પ્રમાણે) બજારમાં સેલ થઇ રહયા છે.

- રાજકોટથી સિંગાપુર-મલેશીયા-થાઇલેન્‍ડ વીથ ક્રુઝના ૧૩ રાત્રી ૧૪ દિવસનાં પેકેજીસ પ્રતિ વ્‍યકિત સવા લાખ આસપાસ બુક થઇ રહયા છે.

- હોંગકોંગ-મકાઉ-સેન્‍ઝેન (ચાઇના) ના ૮ રાત્રી ૯ દિવસના લકઝુરીયસ એકસ રાજકોટ પેકેજીસ પ્રતિ વ્‍યકિત ૧,૦૮,૦૦૦માં વેચાય રહયા છે.

- રાજકોટથી ઉપડીને ૧૬ મે દિવસે રાજકોટ પાછા પહોંચીએ તે રીતના ફેવરીટ ટુર્સના યુરોપના પેકેજ પ્રતિ વ્‍યકિત ર,પ૧,૦૦૦ રૂ. માં જઇ રહયા છે. જેમાં યુ.કે, બેલ્‍જીયમ, નેધરલેન્‍ડ, જર્મની, ઇટલી, વેટીકન, લીન્‍ચેસ્‍ટાઇન, ઓસ્‍ટ્રીયા, સ્‍વિત્‍ઝરલેન્‍ડ, ફ્રાન્‍સ એમ ૧૦ દેશોને આવરી લેવામાં આવ્‍યા છે.

- રાજકોટથી તથા અન્‍ય જગ્‍યાએથી ઘણા બધા ટુર ઓપરેટર્સ વિવિધ ફેસીલીટીઝ અને રેઇટસ સાથેના ઇન્‍ટરનેશનલ પેકેજીસ ઉપાડી રહ્યા છે. જેમાં ફેવરીટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ (૦૨૮૧-૨૪૬૬૨૨૮), બેસ્‍ટ ટુર્સ એન્‍ડ ફોરેક્ષ (૦૨૮૧-૨૪૮૦૧૭૬), શકિત ટ્રાવેલ્‍સ (એકસ-અમદાવાદ, ૦૨૮૧-૨૪૫૨૨૯૯)  રાજકોટ, બોનટોન હોલીડેઝ (૯૯૦૯૯-૩૯૬૬૯), પર્યટન ટુર્સ (૦૨૮૧-૨૨૨૯૦૧૧), હની એર ટ્રાવેલ્‍સ (૦૨૮૧-૨૪૬૫૬૩૦), હિના ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (૦૨૮૧-ર૪૮ર૮૭૪), ડ્રીમલેન્‍ડ (૯૮૯૮૫-૮૮૩૫૮), લીસ્‍યોર ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ-અમદાવાદ (૯૮૨૫૦-૯૭૬૫૭), કેશવી ટુર્સ એન્‍ડ ટ્રાવેલ્‍સ (૦૨૮૧-૨૩૮૬૬૬૬), પટેલ હોલીડેઝ (૯૮૭૯૦-૯૫૦૦ર) વિગેરેનો સમાવેશ થાય છે. બેસ્‍ટ ટુર્સ રાજકોટ દ્વારા ઓસ્‍ટ્રેલીયાનો પેકેજ પણ ડિઝાઇન કરાયો છે.

- વિવિધ ઇન્‍ટરનેશનલ ફ્રેન્‍ચાઇસી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસકૂક, કોક્ષ એન્‍ડ કિંગ્‍સ, SOTC,  કેસરી, વિણા વર્લ્‍ડ, ફલેમિંગો, ACE ટૂર્સ વિગેરે છે. ઇન્‍ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબપોર્ટલ પણ આશીર્વાદરૂપ બન્‍યું છે. વિવિધ ડેસ્‍ટીનેશન્‍સ ઉપર ઓનલાઇન બુકીંગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલીટીઝને કારણે ડીસ્‍કાઉન્‍ટ અને બેસ્‍ટ પ્રાઇસ મળી શકે છે, કે જે આજના કોમ્‍પીટીટીવ વર્લ્‍ડનું એક અનિવાર્ય પાસું મનાય છે.

(કોઇપણ જગ્‍યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટૂર પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે-તે જવાબદાર વ્‍યકિત સાથે કરી લેવી હિતાવહ છે, કે જેથી ટુર દરમ્‍યાન કંઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે  તો લેખિતમાં લેવાનો   આગ્રહ રાખી શકાય).

- આ સાલ મંદી તથા મોંઘવારીને કારણે મુસાફરીના હવાઇ ભાડા, ફુડ, લોકલ ટ્રાન્‍સપોર્ટેશન, હોટલભાડા સહિતના ખર્ચમાં વધઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજયમાં અમુક ટ્રાવેલ એજન્‍ટસને તો ધારણા મુજબ પોતાના પર્સનલ પેકજના બુકીંગ ન મળવાને કારણે તેઓએ અન્‍ય ટ્રાવેલ એજન્‍ટસ સાથે ટાઇઅપ કરી સંયુકત રીતે વિવિધ પેકેજીસ ડીઝાઇન કર્યાનું પણ સાંભળવા મળે છે.

- છતાં પણ આજના ગ્‍લોબલાઇઝેશનના જમાનામાં દેશ-પરદેશમાં વિવિધ જગ્‍યાએ વેકેશનને માણતા અને વાગોળતા ગુજરાતીઓ - સૌરાષ્‍ટ્રવાસીઓ ન મળે તો જ નવાઇ. સમયને અનુરૂપ કોઇપણ ઢાંચામાં ઢળી જવું એ જ ગુજરાત - સૌરાષ્‍ટ્રની ખમીરવંતી પ્રજાની સાચી ઓળખ છે.

સર્વે ને હેપી જર્ની તથા આગામી વેકેશનની હૃદયપુર્વકની શુભેચ્‍છાઓ.

જયશ્રી કૃષ્‍ણ....

-: આલેખન :-

ડૉ. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

 

(4:07 pm IST)