Gujarati News

Gujarati News

News of Wednesday, 13th January 2016

નોકરીની બજારમાં તેજી ! હાર્ડ નહીં, સ્માર્ટ વર્ક કરો

કેન્દ્ર-રાજ્ય સરકાર તથા તેના વિવિધ વિભાગો, સ્કૂલ-કોલેજ, રીસર્ચ, બેન્ક, રેલ્વે, મરીન પ્રોડકટસ, મેન્યુફેકચરીંગ, કોર્પોરેટ, મેડીકલ, લશ્કર, એન્જીનીયરીંગ, આઇ.ટી.,ઇ-કોમર્સ, રીટેલ, ફાયનાન્સ, એકાઉન્ટીંગ ક્ષેત્રે ચિક્કાર જગ્યાઓ ! : ગુજરાત સરકાર દ્વારા આગામી છ મહિનામાં વર્ગ-૩ અને ૪ ની રપ હજાર ભરતી થશે : ર૦૧૬ના ચાલુ વર્ષમાં સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે એક લાખ સરકારી નોકરીઓ સર્જાશે : ર૦રર સુધીમાં

સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં લોકો રીયલ એસ્ટેટ, શેરબજાર સોનું-ચાંદી, કોમોડીટી, ધંધા-રોજગાર, ઉદ્યોગ વિગેરે ક્ષેત્રમાં મંદી-મંદીની બૂમો હાલમાં પાડી રહ્યા છે. લોકો સાચા પણ છે કારણ કે છેલ્લા થોડા સમયથી સમગ્ર માર્કેટનો સિનારીયો બદલાયો છે અને મોટાભાગની બાબતોમાં બજારનો ઝોક મંદી તરફી દેખાય રહ્યો છે.

પરંતુ ભારત સહિત સમગ્ર ગુજરાતમાં નોકરીની બાબતમાં તેજી આવી હોવાનું ચિત્ર ઉપસ્યું  છે. ર૦૧૬નું વર્ષ વિવિધ ક્ષેત્રે સમગ્ર દેશમાં લાખ્ખો નોકરીઓ લઇને આવી પહોંચ્યાનું નેશનલ-ઇન્ટરનેશનલ ડેટા-ડીમાન્ડ અને એક્ષ્પર્ટસ ઓપીનિયન ઉપરથી ખ્યાલ આવે છે. ટુંકમાં નોકરીની બજારમાં તેજીનું ઘાડાપુર આવ્યું છે તેમ કહેવામાં જરા પણ અતિશયોકિત નહીં લાગે. વૈશ્વિકરણ, ટેલિકોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનને કારણે નોકરીની તકોમાં પણ વિવિધ ક્ષેત્રે વધારો થતો જાય છે.

હવે સરકારી, અર્ધસરકારી, સહકારી કે પછી ખાનગી-કોર્પોરેટ ક્ષેત્ર ેજે ભરતીઓ ચાલી રહી છે, ભવિષ્યમાં આવી રહી છે, ભવિષ્યમાં કયા ક્ષેત્રે નોકરીની તકો વધારે  છે તથા અમુક જગ્યાએ વિવિધ કોર્ષ માટે એડમીશન ચાલુ થયા છે તેની ઉપર નજર કરીએ તો

* સ્વામીનારાયણ ગુરૂકુળ ગાંધીનગર દ્વારા ડીગ્રી અને ડીપ્લોમાં એન્જીનીયરીંગ તથા MCAમાં સિવિલ મિકેનિકલ, ઇલેકટ્રીકલ, E.C., કોમ્પ્યુટર, ઓટોમોબાઇલ, ફીઝીકસ, મેથ્સ, ઇગ્લિશ વિગેરે સ્ટ્રીમ્સમાં પ્રિન્સીપાલ ડાયરેકટર, પ્રોફેસર, એસો.તથા આસી. પ્રોફેસર્સ, HOD, લેકચરર્સ વિગેરેની ભરતી રપ-૧-૧૬ ની  છેલ્લી અરજી તારીખ સાથે ચાલે છે. www.ssit.co.in -www.sspoly technic.co.in.

* કાશીબા આયુર્વેદિક હોસ્પિટલ સાવલી જિ.-વડોદરા દ્વારા વિવિધ વિષયના કન્સલ્ટન્ટ, સ્ટાફનર્સ વોર્ડ બોય/આયાની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.kjit.org

* શ્રી અને શ્રીમતી વી.કે. કામદાર બી.એઙ કોલેજ, નેપ્ચ્યુન ટાવર, સાતમાં માળે, જલારામ પેટ્રોલપંપ સામે કાલાવડ રોડ રાજકોટ દ્વારા ર૩-૧-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલની ભરતી ચાલે છે.

* બ્રહ્માનંદ કોલેજ ઓફ નર્સિંગ, ચાપરડા, તા. વિસાવદર, જિ.જુનાગઢ દ્વારા ૧૪-૧-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રિન્સીપાલ, વાઇસ પ્રિન્સીપાલ, લેકચરર, નર્સિંગ ટયુટર, લાઇબ્રેરીયન અને કલાર્કસની ભરતી ચાલે છે.મો.૯૪ર૬૬ ર૭૮૧૮

* GMERS  મેડીકલ કોલેજ સંલગ્ન, જનરલ હોસ્પિટલ ગાંધીનગર દ્વારા ર૯-૧-૧૬ની (સાંજે પ વાગ્યા સુધી) છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ પ્રોગ્રામ્સ માટે કરાર આધારીત મેડીકલ ઓફિસર, સિનિયર મેડીકલ ઓફિસર, એનેસ્થેટીસ્ટ, સ્પેશ્યાલિસ્ટ કાર્ડીયોલોજી/જનરલ મેડીસીન, જનરલ ફીઝીશ્યન, મેડીકલ ઓફીસર વિગેરેની ભરતી ચાલે છે. ફોન ૦૭૯-ર૩રર૧૯૩૧.

* ધ મરીન પ્રોડકટસ એક્ષ્પોર્ટ ડેવલપમેન્ટ  ઓથોરીટી દ્વારા ભારતના વિવિધ રાજયમાં ઓર્નામેન્ટલ ફીશ ડેવલપમેન્ટ- ટેકિનકલ કન્સલટન્ટની પોસ્ટ માટે અરજીઓ મંગાવાઇ છે.

www.mpeda.gov.in

* ટેકિનકલ એન્ડ હાયર એજ્યુકેશન ઇન્સ્ટીટયુશન્સ સોસાયટી, દમણ અને દિવ દ્વારા ર૮-૧-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે એકાઉન્ટન્ટ, UDC, આસી. લાઇબ્રેરીયન, સ્ટોરકીપર, LDC, લેબ. એટેન્ડન્ટ, વર્કશોપ એટેન્ડન્ટ તથા પટ્ટાવાળાની ભરતી ચાલે છે. www.diu.gov.in.

* ARIBAS વલ્લભ વિદ્યાનગર દ્વારા M.Sc. પ્રોગ્રામમાં એડમીશન માટેની પ્રક્રિયા શરૂ કરાઇ રહી છે.

www.aribas.edu.in

* આર.એન.પટેલ ઇપ્કોવાલા સ્કુલ ઓફ લો એન્ડ જસ્ટીસ (લોકોલેજ) વી.વી. નગર,આણંદ દ્વારા વિવિધ ફેકલ્ટીઝના વિદ્યાર્થીઓ માટે એડમીશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

www.rnpilawschool.edu.in.

* સી.ઝેડ પટેલ કોલેજ ઓફ બિઝનેસ એન્ડ મેનેજમેન્ટ, ન્યુ વલ્લભ વિદ્યાનગર દ્વારા વિવિધ કોર્ષીસમાં એડમીશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. www.czp.edu.in

 * ગુજરાત ગ્રીન રીવોલ્યુશન કંપની લી.દ્વારા ૩૧-૧-૧૬ની છેલ્લી અરજી તારીખ સાથે કોટન ઉપરના પ્રોજેકટ વર્ક માટે યોગ્ય ઉમેદવારોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. http://ggrc.co.in

 * અદાણી ફાર્માકેમ પ્રા.લી.દ્વારા Q.C. અને Q.A. કેમીસ્ટસની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. સાઇટ મેટોડા, જિ-રાજકોટ મો.૭પ૭૩૦ ૪૪૦૮૭/૮૮/૮૯/૯૦

 * ટ્રાયકોન પાવર પ્રાઇવેટ લિ.કંપનીનેલેડ લાઇટ પ્રોડકટસના વેચાણ માટે અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ભાવનગર, વડોદરા, સુરત, મહેસાણા, હિંમતનગર, સુરેન્દ્રનગર અને ભુજ હેડકવાર્ટર્સ માટે સેલ્સ સ્ટાફની જરૂર વર્તાઇ રહી છે. મો.૭પ૭પ૦ ૦૭૭૯૯. ફોન-૦૭૯-ર૬૮૭૧૦૬૭

 * યુનિવર્સલ સ્ુકલ, મવડી પ્લેટ, રાજકોટ દ્વારા પ્રાથમીક અને હાઇસ્કુલ માટે સામાજિક વિજ્ઞાન, તથા પ થી ૭ માટે કોમ્પ્યુટરના શિક્ષકોની ભરતી પ્રક્રિયા ચાલે છે. મો.૮૦૦૦૧ ૦૦૯૬૦.

 * ડયુક પ્લાસ્ટો ટેકિનક પ્રા.લી.પાલનપુર દ્વારા પ્રોડકશન મેનેજર, ઇલે.મેઇન્ટેનન્સર્સ, કવોલિટી ઇન્ચાર્જ, એકસટ્રુ્રુડર ઓપરેટર, સિકયુરીટી ગાર્ડ વિગેરેની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. મો.૦૯૪૦૮૭ ૦૧૭૪૬

 * ગુજરાત મેડીકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી, મેડીકલ કોલેજ ગાંધીનગર ખાતે તા. ૧પ અને ૧૬ જાન્યુ. ર૦૧૬ના રોજ જુદા જુદા વિષયના પ્રાધ્યાપક, સહપ્રાધ્યાપક અને મદદનીશ પ્રાધ્યાપકના સીધા ઇન્ટરવ્યું સવારે ૧૦ થી બપોરે ૧ર દરમ્યાન રાખેલ છે.

સોલા અને  ગોત્રી મેડીકલ કોલેજ માટે તા. ૧પ જાન્યુ.અને ધારપુર-પાટણ, વલસાડ અને જૂનાગઢ મેડીકલ કોલેજ માટે તા. ૧૬ જાન્યુ.ના રોજ ઇન્ટરવ્યું રાખેલ છે.

www.gujheal th.gov.in

 * જામનગર મહાનગરપાલિકા લાલબંગલા ખાતે તા. ૧૮-૧-૧૬ ના રોજ સવારે ૧૧-૩૦ વાગ્યે (નામ નોંધણી સવારે ૧૦થી) GIS સ્પેશ્યાલીસ્ટ, કેપેસિટી બિલ્ડીંગ/ ટ્રેનિંગ કો-ઓર્ડીનેટર તથા વર્ક આસીસ્ટન્ટસના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે.

 * સમગ્ર ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે કુલ ૧૦પ૦૬ જેટલી જગ્યાઓ  ખાલી હોય, વહેલી તકે ભરવાની માંગણી સરકાર સમક્ષ કોંગ્રેસના પ્રવકતા ડો. મનિષ દોશીએ કરી છે.

 * ગુજરાતમાં આગામી છ-સાત મહિનામાં વર્ગ-૩ અને ૪ ની નાયબ મામલતદાર, તલાટી, પોલીસ, ગ્રામસેવક, શિક્ષક, કલાર્ક, જુનિયર કલાર્ક કક્ષાની આશરે રપ હજાર જેટલી ભરતીઓ કરવાની સૂચના જે-તે ડીપાર્ટમેન્ટને મુખ્યમંત્રી આનંદીબેન પટેેલે આપી હોવાનું જાણવા મળે છે.

 * એનએસસીયુ/ એનબીસીયુ માટે કરાર  આધારીત બે મેડીકલ ઓફિસરની જગ્યા પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે ભરવાની છે જેના માટે તા.૧પ-૧-૧૬ ના રોજ સવારે ૧૦ થી ૧ર સુધીમાંરજીસ્ટ્રેશન તથા બપોરે એક વાગ્યે સીધા ઇન્ટરવ્યું રાખેલ છે સ્થળ-વિભાગીય નાયબ નિયામકની કચેરી, આરોગ્ય અને તબીબી સેવાઓ, સરકારી પ્રેસ સામે, પોલીસ હેડકવાર્ટર પાસે રાજકોટ.

 * ICICI  BANK દ્વારા ૧પ અને ૧૬ જાન્યુ.ના રોજ સવારે ૯ થી સાંજે પ દરમ્યાન લેન્ડમાર્ક બિલ્ડીંગ, રેસકોર્ષ સર્કલ પાસે અલ્કાપુરી, બરોડા ખાતે સેલ્સ ઓફિસર્સના સીધા ઇન્ટરવ્યું છે. એઇજ લિમિટ ર૯ વર્ષ છે.

www.icici careers.com.

 * કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં એમેન્ડેડ ટેકનોલોજી અપગ્રેડેશન ફંડ (ટફ) ને મંજુરી અપાતા કાપડ ઉદ્યોગમાં નજીકના ભવિષ્યમાં સમગ્ર દેશમાં ૩૦ લાખ જેટલી રોજગારી ઉભી થવાની પ્રબળ શકયતા છે.

 * ડાયરેકટોરેટ ઓફ ગ્રાઉન્ડનટ રીસર્ચ જુનાગઢ દ્વારા ફીલ્ડ/ફાર્મ ક્ષેત્ર માટે ટેકિનકલ આસીસ્ટન્ટ અને ટેકિનશ્યન તથા ટ્રેકટર ડ્રાઇવર (ટેકિનશ્યન) ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે. www.nrcg.res.in

 * વી.ડી.ઠકકર બી.એડ્. કોલેજ ગાંધીધામ (સ્વનિર્ભર) દ્વારા ગુજરાતી માધ્યમ માટે પ્રિન્સીપાલ, વિવિધ વિષયોના અધ્યાપક સહાયકો, પી.ટી.આઇ,ગ્રંથપાલ વિગેરેના સીધા ઇન્ટરવ્યું તા. ૧૮-૧-૧૬ના રોજ ગોઠવાયા છે. સ્થળ-શ્રી જલારામ કેળવણી મંડળ, શ્રી સસ્વતી સ્કુલ કેમ્પસ, વોર્ડ ૧૧-બી, ભારતનગર, ગાંધીધામ (કચ્છ) ૩૭૦ર૦૧.

 * તાજેતરમાં રાષ્ટ્રપતી દ્વારા મજુર કાયદાઓના સુધારાને મંજુરી મળતા હવેથી ખાનગી કંપનીઓ પણ કોન્ટ્રાકચ્યુઅલ બેઇઝડ કામદારો લઇ શકશે. અહી ખાસ આર્થિક ઝોન (SEZ) જેવા જ નિયમો હવે લાગુ પડી શકે છે.

 * ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લી. દ્વારા તા. ૧૮-૧-૧૬ના રોજ જુનિયર ઓવરમેન (સહાયક) તથા મેડીકલ ઓફિસરના સીધા ઇન્ટરવ્યું રાખેલ છે. www.gmdcltd.com.

 * ભારતીય રેલ્વે દ્વારા ૧૮ હજાર ઉપરની નોન ટેકિનકલ જગ્યાઓ માટે હાલમાં ભરતી પ્રક્રિયા ચાલી રહી છ.ે

www.indianrailway-recruitment-career.org.

 * યુનિયન પબ્લિક સર્વિસ કમીશન (UPSC) દ્વારા આખા વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રે ભરતીઓ સતત ચાલતી જ હોય છે. સમયાંતરે વેબસાઇટ જોતી રહેવી હિતાવહ છે.www.upsc.gov.in

સામાન્ય રીતે કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા કે પછી પ્રવેશ મેળવતા પહેલા નોકરી-જગ્યા અને જે-તે સંસ્થા વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, રૂબરૂ, ફોન દ્વારા કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ ઇન્ફર્મેશ મળી શકે. કોઇક વખત પાછળથી પસ્તાવું પણ ન પડે.

* હમણાં જ શરૂ થયેલા ર૦૧૬ નાં વર્ષમાં ગુજરાતની પંચાયતોમાં આખા વર્ષ દરમ્યાન જુદા જુદા વર્ગોની ૩૩ર૯ જેટલી ભરતી થનાર હોવાનું સરકારી સુત્રો જણાવી રહ્યા છે.

* એલ. એમ. કોલેજ ઓફ ફાર્મસી અમદાવાદ દ્વારા ૧૮-૧-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોફેસર્સ, એસો. તથા આસી. પ્રોફેસર્સની ભરતી ચાલી રહી છે.

www.lmcp.in

* એચ. આર. એક્ષ્પર્ટસનાં જણાવ્યા અનુસાર ર૦૧૬ માં સમગ્ર ભારતમાં વિવિધ ક્ષેત્રે ૧૦ લાખ જેટલી નવી ભરતીઓ થવાની પ્રબળ ધારણા છે.

 ખાસ કરીને રીટેલ, ફાયનાન્સ અને ટેકનોલોજી ક્ષેત્રની સ્ટાર્ટ અપ કંપનીઓમાં નોકરીની વધુ તકો મળશે. આ ઉપરાંત સ્માર્ટ સીટી પ્રોજેકટ, આઇટી-આઇટીઇએસ, બેન્કીંગ, એન્જીનીયરીંગ, ફાર્મા, ઇ-કોમર્સ, ઓટોમોબાઇલ, બાયોસાયન્સ, ગ્રીન એનર્જી વિગેરે ક્ષેત્રે  ભરતીઓ થવાની સંભાવના છે.

ઔદ્યોગિક સંગઠન મંડળ એસોચેમનાં અનુમાન પ્રમાણે ચાલુ વર્ષે દેશના ઇ-કોમર્સ ઉદ્યોગનો વિકાસ ૬૭ ટકાના દરે થશે. જેનાં કારણે આ ક્ષેત્રની આવક ર.પ લાખ કરોડને આંબી જશે. આ આવકમાં ૭૦ ટકા જેટલો ફાળો મોબાઇલ ફોનનો હશે.

આ ઉપરાંત ભારતનાં અને વિદેશના બિઝનેસ એકસપર્ટસ, બિઝનેસ ટાયકૂન્સ તથા કોર્પોરેટ જાયન્ટસના જણાવ્યા પ્રમાણે ર૦૧૬ નાં વર્ષમાં વિવિધ ક્ષેત્રે પગારમાં પણ ૧૦ થી ૩૦ ટકા જેટલો નોંધપાત્ર વધારો થવાની શકયતા દેખાય છે. વિવિધ ક્ષેત્રોનાં નિષ્ણાંતોની ડીમાન્ડ વધુ જોવા મળશે.

* ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ પ્લાન્ટેશન મેનેજમેન્ટ બેંગ્લોર ખાતે પી. જી. ડીપ્લોમાં ઇન મેનેજમેન્ટ - બીઝનેસ એન્ડ પ્લાન્ટેશન મેનેજમેન્ટમાં એડમીશન મેળવવા માટેની છેલ્લી અરજી તારીખ ૩૧-૧-ર૦૧૬ છે.

www.iipmb.edu.in

ફોન નં. ૦૮૦-ર૩ર૧ર૭૬૭/ર૩ર૧૧૭૧૬.

* બેન્ક નોટ પ્રેસ, દેવાસ (મધ્ય પ્રદેશ) દ્વારા ૧૪-૧-૧૬  ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે સુપરવાઇઝર્સ (ટેકિનકલ કંટ્રોલ - સીવીલ/એન્વાર્યનમેન્ટ, એરકન્ડીશનિંગ, મિકેનીકલ) વિગેરેની જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

www.bnpdewas.spmcil.com

* જવાહરલાલ ઇન્સ્ટીટયુટ ઓફ પોસ્ટ ગ્રેજયુએટ મેડીકલ એજયુકેશન એન્ડ રીસર્ચ પોંડીચેરી દ્વારા ૧૮-૧-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે વિવિધ સ્ટ્રીમ્સના પ્રોફેસર્સ તથા આસી. પ્રોફેસર્સ, સ્ટાફ નર્સ, બોઇલર એટેન્ડન્ટ, લાયબ્રેરી કલાર્ક, એમટીએસ કોબલર, કેન્ટીન એટેન્ડન્ટ, હેલ્પર, જૂનીયર ટેલર, ફર્નીચર ટીકનેટ, બાર્બર વિગેરેની ભરતી ચાલે છે.

www.jipmer.edu.in

* સોફટવેર ટેકનોલોજી પાર્કસ ઓફ ઇન્ડિયા, નવી દિલ્હી દ્વારા રપ-૧-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે મેમ્બર ટેકિનકલ સ્ટાફ તથા સાયન્ટીસ્ટસ-એફ અને ઇ ની ભરતી ચાલે છે.

http://www.stpi.in

* ભારતીય સંરક્ષણ દળનાં નેજા હેઠળ શોર્ટ સર્વિસ કમિશન (એન. ટી.) ૪૦ માં કોર્ષમાં (ઓકટોબર-ર૦૧૬) એનસીસી.ના  'સી' પ્રમાણ પત્ર હોલ્ડર માટે સ્પેશ્યલ એન્ટ્રી સ્કીમ માટેની છેલ્લી અરજી તા. ર૦-૧-૧૬ છે.

www.joinindianarmy.nic.in

ફોન (૦૧૧) ર૬૧૭૩ર૧પ.

* આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં દિવસે દિવસે નોકરી મેળવવા માટે અને ઉમેદવારોને નોકરી માટે સીલેકટ કરવા માટે સોશીયલ મીડીયાનો ઉપયોગ વધતો જોવા મળે છે. આને કારણે સમય-શકિત - નાણાંનો પણ બચાવ થાય છે.

* કચ્છનાં રણોત્સવ દરમ્યાન સફેદ  રણ વિસ્તારની આસપાસ રહેતા લોકો પ્રવાસીઓને આકર્ષવા માટે ભૂંગાઓ બનાવવા, ડીઝાઇનરોનો સાથ લઇ અવનવા ભરત કામનાં વર્કશોપ યોજવા, કચ્છના પ્રખ્યાત રોટલો-શાક તથા અન્ય ખાદ્ય વસ્તુઓ બનાવીને વિપુલ પ્રમાણમાં રોજગારી મેળવી શકતા હોવાનું  ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલે કહયું હતું.

* જિલ્લા-નગર શિક્ષણ સમિતિની પ્રાથમિક શાળાઓ (ધો. ૧ થી પ ) માં હિન્દી, ઉર્દૂ, અંગ્રેજી, ઉડીયા અને તમિલ માધ્યમનાં વિધાસહાયકોની ભરતી ગુજરાત રાજય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા ચાલે છે. જેમાં છેલ્લી ઓનલાઇન અરજી તારીખ ૧૬-૧-૧૬ (બપોરે ૩ સુધી) છે. કુલ ૩૧ર જગ્યાઓ છે.

www.vidyasahayakgujarat.org

* ર૦૧૬ નાં વર્ષમાં સમગ્ર દેશમાં એક લાખ જેટલી સરકારી નોકરીઓ સર્જાવાની પૂરી શકયતા છે. ઉપરાંત ૮૮ ટકા કંપનીઓ નવી નિયુકિત કરશે. જેના કારણે પણ સમગ્ર ભારતમાં આશરે ૬૦ લાખ જેટલાં લોકોને રોજગારી મળવાની ધારણા છે. આઇટી સેકટરમાં જ આશરે ર.૭ લાખ જેટલી નોકરીઓ સર્જાવાની શકયતા છે.

* સમગ્ર દેશમાં પ૦૦ ઇન્કયુબેશન સેન્ટરો સ્થપાતા તથા સોલાર ચરખાઓનો વપરાશ વધતા ખાદી ક્ષેત્રે ર૦રર સુધીમાં પ કરોડ જેટલી મહિલાઓને રોજગારી મળશે તેવું કેન્દ્રના ફાયરબ્રાન્ડ મંત્રી (માઇક્રો, સ્મોલ એન્ડ મિડીયમ એન્ટરપ્રાઇઝ ખાતુ) ગિરિરાજસિંહે રાજકોટ ખાતે એવરગ્રીન અને અબોવઓલ 'અકિલા' ને જણાવ્યું હતું.

*  ગુજરાત રાજયના સમાજ સુરક્ષા ખાતા દ્વારા વિકલાંગ વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. તે માટેના ફોર્મ www sje.gujarat.gov.in  વેબ સાઇટ પરથી મેળવી શકાય છે.

*  રાજકોટ ખાતે દર્શન ટી-અલંકાર ચા માટે આકર્ષક વેતનથી સેલ્સમેન જોઇએ છે. મો. ૯૭૩૭ર ૯૯ર૭૧, મો. ૯૪ર૮૩ ૪૬૮૯૯.

*   શ્રી બ્રહ્માનંદ ઇન્સ્ટીટયુટ ઓફ ટીચર એજયુકેશન ચાપરડા, તા. વિસાવદર, જિ. જુનાગઢ દ્વારા ૧૯-૧-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે આચાર્ય તથા ગુજરાતી, અંગ્રેજી,

 સંસ્કૃત, સમાજ શાસ્ત્ર, કોમર્સ, ગણિત- વિજ્ઞાન વિષયોનાં અધ્યાપકોની ભરતી ચાલે છે. મો. ૯૯૭૮૭ ૯૧૩૩ર. (બી. એઙ કોલેજ).

*   ગુજરાત પબ્લીક સર્વિસ કમિશન (જીપીએસસી) દ્વારા તા. ર૦-૧-૧૬ (બપોરે ૧ વાગ્યા સુધી)ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે કાયદા અધિકારી વર્ગ-ર, ગુજરાતી સ્ટેનો. વર્ગ-૩, અંગ્રેજી સ્ટેનો વર્ગ-૩, દાંતના સર્જન વર્ગ-ર, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી વર્ગ-ર તથા મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક વર્ગ - ૧ ની ભરતી ચાલે છે.

www gpsc.gujarat.gov.in

*   ગુજરાત સરકારનાં ઇન્ડસ્ટ્રીઝ કમિશ્નરેટ ગાંધીનગર દ્વારા તા. ર૦-૧-૧૬ (સાંજે ૬ સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે પ્રોજેકટ એકઝીકયુટીવ (ઇન્ડસ્ટ્રીયલ મોનિટરીંગ સેલ) તથા એકઝીકયુટીવ આસીસ્ટન્ટ ની ભરતી ચાલે છે.

www.ced.gujarat.gov.in

*    અર્ધ લશ્કરી દળો સીઆરપીએફ અને સીઆઇએસએફમાં કોન્સ્ટેબલ રેન્કમાં મહિલાઓને ૩૩ ટકા અનામત આપવાનો મહત્વપૂર્ણ નિર્ણય તાજેતરમાં જ ભારતનાં લોકપ્રિય અને બાહોશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની સરકાર દ્વારા કરાયો છે.

* સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા ચાલતા કેરીયર કાઉન્સેલીંગ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર CCDC ના માધ્યમથી વિવિધ કોમ્પીટીટીવ એકઝાન્સ (યુપીએસસી., જીપીએસસી, પીએસઆઇ, તલાટી, બેન્કસ, કલાર્કસ, નાયબ મામલતદાર, નાયબ સેકશન ઓફીસર,NET,SLET વિગેરે) પાસ કરીને આજે સેંકડો વિદ્યાર્થીઓ વિવિધ સરકારી હોદઓ ભોગવી રહયા છે. જે CCDC ની સર્વોચ્ચતા અને વિશ્વાસનીયતા સાબિત કરે છે.

સૌરાષ્ટ્ર યુનિ.ના પૂર્વ અને ગોવિંદગુરૂ  યુનિ.ગોધરાનાં હાલના કુલપતી પ્રો. મહેન્દ્રભાઇ પાડલીયાના તે સમયના પ્રેરણાદાયી પ્રયાસથી ચાલતા અને સૌરાષ્ટ્ર યુનિ.ના હાલના કાર્યદક્ષ અને દીર્ઘદ્રષ્ટા કુલપતિ પ્રો. પ્રતાપસિંહજી ચૌહાણના સીધા માર્ગદર્શન અને રાહબારી હેઠળ ઉત્સાહી નિયામક ડો. નિકેશભાઇ શાહ તથા તેની સમગ્ર ટીમ દ્વારા CCDC ખાતે હાલમાં વિવિધ કોમ્પીટીટીવ એકઝોમ્સના વર્ગો સફળતા પૂર્વક ચલાવવામાં આવે છે.

નજીવી ફી, વિવિધ વિષયોનાં અનુભવી એક્ષ્પર્ટસ - લેકચરર્સ દ્વારા અપાતું પરીક્ષાલક્ષી સચોટ માર્ગદર્શન, વિશ્વાસપાત્ર ઉપયોગી મટીરીયલ્સ, પરીક્ષાલક્ષી સેમિનાર, વર્કશોપ  અને ડીબેટસ તથા તેમાં નિષ્ણાંતો અને ઉચ્ચ સરકારી અમલદારોની પ્રોત્સાહક ઉપસ્થિતી અને તેઓની સ્પીચ વિગેરે CCDC નું જમાપાસુ છે જેમાં બે મત નથી. અહીં વિદ્યાર્થીઓને સઘન તૈયારી કરાવવામાં આવે છે.

* સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી, વાલીઓ તથા અધ્યાપકોને કારકીર્દી વિશે ઉપયોગી માહિતી આપતી સંસ્થા કેરીયર ગાઇડન્સ એસો. (ગુજરાત) રાજકોટ દ્વારા પણ સમાજના નબળા અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓને વિવિધ કોમ્પીટીટીવ એકઝામ્સ સંદર્ભે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવે છે. સીજીએ નાં પ્રમુખ આર. એન. કોટક તથા પ્રોજેકટ ચેરમેન ડો. રમેશભાઇ ભાયાણી નું આ કાર્ય સરહાનીય છે.

*  ભારતની નેશનલાઇઝડ તથા પ્રાઇવેટ બેન્કોમાં વિવિધ જગ્યાએ અને વિવિધ પોસ્ટસ માટે આગામી બે-ત્રણ વર્ષમાં હજજારો ભરતીઓ થવાની હોવાનું આધારભૂત વર્તુળો જણાવી રહ્યા છે. આ માટે બેન્કસની વેબસાઇટસ તથા આઇબીપીએસ ની વેબસાઇટ સમયાંતરે જોતી રહેવી હિતાવહ છે.

*  ગ્રામ પંચાયત ગર્લ્સ હાઇસ્કુલ માળીયા હાટીના જિ. જૂનાગઢ માટે ર૦-૧-૧૬ ની છેલ્લી અરજી તારીખ સાથે વહીવટી સહાયકની ભરતી ચાલે છે.

આટ આટલી ચિક્કાર નોકરીઓ સામે આવીને ઉભી છે અને ગુજરાત સહિત સમગ્ર દેશમાં નોકરીની બજારમાં કહેવાતી આગ ઝરતી તેજી ચાલે છે ત્યારે જરા પણ વિચાર કર્યા વગર સાચી દિશામાં યોગ્ય માર્ગદર્શન સાથે તથા સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, યોગ્ય લાયકાત, હકારાત્મક વલણ, કામ પ્રત્યે વફાદારી, ગંભીરતા, સોનેરી ભવિષ્ય બનાવવાનું ઝનૂન, સમાજ અને કુટુંબ માટે કંઇક કરી છૂટવાની તમન્ના  તથા માનવીય અભિગમ સાથે મહેનત કરવા તૂટી પડો - મંડી પડો. નોકરી ન શું મળે ? સાચી નીતિથી મહેનત કરનાર ને ઇશ્વર પણ સાથ આપે જ છે, જેમાં શંકા ને કોઇ સ્થાન નથી. નોકરી મેળવવા માટેનો હાલનો સમય ' ન ભૂતો ન ભવિષ્યતી' જેવો કહી શકાય.

સૌને ઓલ ધ બેસ્ટ.

આજની આ કટથ્રોટ કોમ્પીટીશનમાં વિવિધ ભરતીની પરીક્ષાઓ તથા અન્ય તમામ પરીક્ષાની તૈયારી પણ એટલી જ જરૂરી છે. જેના માટે આજના જમાનામાં હાર્ડ વર્ક નહીં પણ સ્માર્ટ વર્ક અત્યંત જરૂરી છે. જેમ કે....

દરેક પરીક્ષામાં સ્માર્ટ વર્ક  કરવાની અમૂલ્ય ટીપ્સ

* પરીક્ષાની તારીખ અને સમગ્ર સિલેબસ જોઇને સૌપ્રથમ ટાઇમટેબલ સહિતનું પ્લાનિંગ કરવું.

* બુકસ-મટીરીયલ વાંચતી વખતે એકાગ્રતા કેળવવી.

* રોજ આપણને ગમતી ભાષાના એક થી બે વર્તમાનપત્રો વાંચવા.

* છાપામાં અગત્યનું લાગે તે અન્ડર લાઇન કરી લેવું કે પછી હાઇલાઇટરનો ઉપયોગ કરી તે વસ્તુની જુદી નોટસ બનાવવી. જે-તે કટીંગ કરીને વ્યવસ્થિત ફાઇલ પણ બનાવી શકાય છે. આવા કટીંગ્સ -નોટસ પરીક્ષાના છેલ્લા દિવસોમાં આશીર્વાદરૂપ સાબિત થતા હોય છે.

* દરેક પરીક્ષાની તૈયારી કરવા માટે રોજ અમુક કલાકો માટે સ્ટડી ગ્રુપ બનાવીને ગ્રુપ ડીસ્કશન કરો. જેથી તંદુરસ્ત રીતે એકબીજાના વિચારોની આપ-લે થઇ શકે. ખાસ કરીને કોમ્પીટીટીવ એકઝામ્સની તૈયારીમાં તો ગ્રુપ ડીસ્કશન અતિ ઉપયોગી સાબિત થયું છે. કારણ કે હાલના ફાસ્ટ કોમ્યુનિકેશન અને ઇન્ટરનેટના જમાનામાં કોઇપણ માહિતી કોઇથી છુપી રાખવી એ લગભગ અશકય છે જેથી પોઝીટીવ વિચારવું હિતાવહ છે.

* ગ્રુપ ડીસ્કશનમાં જુદા-જુદા ટોપીકસ વહેચી લેવાથી દરેકનો સમય-શકિત-નાણાનો બચાવ થશે અને એક સાથે ઘણા બધા કલાકોનું કામ ખૂબ જ ટૂંકા ગાળામાં થઇ જશે.

* અનુભવના અંતે સાબિત થયેલી વાત છે કે એકઝામમાં પેપર લખતી વખતે વાંચેલા કરતા બોલેલા અને ડીસ્કસ થયેલા પોઇન્ટસ જે-તે વ્યકિતના હૂબહૂ ચહેરા સાથે અક્ષરસઃ યાદ આવે છે. જે મેરીટમાં સફળ થવા માટે પૂરતા છે.

* એકબીજાને નબળા લાગતા સબ્જેકટસ ચોક્કસ સમય નકકી કરીને અરસ-પરસ શેર કરવા. જેથી અંદરનો ભય ઘટશે અને આત્મવિશ્વાસ વધશે.

* દિવસ દરમ્યાન પણ અઘરા લાગતા પોઇન્ટસ સામે આવે તો તે સાથે રાખેલી નાની  ડાયરીમાં ટપકાવી લેવા. ત્યારબાદ તેને કલાસીસમાં કે ગ્રુપમાં સૌ પહેલા જે-તે એકસપર્ટ પાસે સોલ્વ કરવા. ત્યાર પછી જ આગળ વધવું.

* કુટુંબીજનોને પણ આપણી એકઝામ વિશે વાકેફ કરતા રહેવા. જેથી એકઝામ સમયે લાસ્ટ એન્ડ ફાસ્ટ રીવીઝન વખતે તેઓ મૌખિક પ્રશ્નો પૂછવામાં મદદરૂપ થઇ શકે.

* યોગ્ય અને વિદ્વાન વ્યકિત પાસેથી સતત માર્ગદર્શન મેળવતું રહેવું. દરેકમાં કંઇક તો સારૂ હોય જ છે, જે લઇ લેવું.

* તૈયારી દરમ્યાન અંતરે-અંતરે ટેસ્ટ આપતી રહેવી અને સતત સ્વમૂલ્યાંકન કરતું રહેવું. કારણ કે આવી પ્રેકટીસ રાખવાથી આત્મવિશ્વાસ ખૂબ વધે છે.

* રાજકીય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રવાહોથી સતત વાકેફ રહેવું.

* ઓછામાં ઓછી સાત કલાકની ઉંઘ કરવી જેથી મગજ ફ્રેશ રહે છે. સૂતા-સૂતા કદી ન વાંચવું.

* જ્યારે કોઇ એક વિષય વાંચતા-લખતા કંટાળો આવે ત્યારે તે બાજુ પર મૂકી બીજો વિષય લઇ લેવો. જેથી ફરી પાછી તાજગીનો અનુભવ થશે.

* હાર્ડ લાગતા સબ્જેકટમાં કંઇ ન સમજાય તો પણ એક-બે વખત આખો સબ્જેકટ વાર્તાની જેમ વાંચી જવો. ત્યારબાદ તેને ફરી વાંચવાથી તે સરળતાથી સમજાવા લાગશે.

* લખવાની પ્રેકટીશ છેલ્લે સુધી રાખવી.

* સ્ફુર્તિ હોય ત્યારે ઇંગ્લિશ, વિજ્ઞાન વિગેરે વાંચવું. કંટાળો આવેતો કેલકયુલેટીવ સબ્જેકટસ હાથમાં લેવા.

* જે આવડતું હોય તેના પર સૌથી વધુ ધ્યાન આપવું.

* દરેક ભાગની સરખી અને જુદી-જુદી રીતે તૈયારી કરવાથી આખો વિષય સ્ટ્રોંગ બને છે.

* તણાવ અને નેગેટીવ ઇફેકટ પેદા કરે તેવા માણસોથી દૂર રહેવું.

* સતત-સળંગ ન વાંચતા વચ્ચે વચ્ચે એક-બે મિનિટનો બ્રેક લેવો અને ઉંડા શ્વાસ લેવા, જેથી વહેલું યાદ રહી જાય છ.ે

* દર અડધી-પોણી કલાકે વાંચેલું રીકોલ કરવું. જેથી મોટા ભાગનું યાદ રહી જશે અને કયાં ખામી રહી ગઇ છે તેની પણ ખબર પડશે.

* શકય હોય ત્યાં આકૃતિ-પીકચર્સને જ યાદ રાખવા. કારણ કે 'Picture Says Thousand Words.'

* આખા દિવસનું વાંચેલું રાત્રે સૂતા પહેલા યાદ કરવું.

* યાદ નથી રહેતું તેવું વિચારવું જ નહીં. યાદ ન કેમ રહે તેવું ઝનૂન મગજમાં રાખવું જેથી યાદ રહેશે જ.

* એકઝામ્સને લગતા અગાઉના પેપર્સ ખાસ જોઇ લેવા. તેનું ધ્યાનથી અને ચીવટથી એનાલિસીસ કરતા આગામી પરીક્ષાના મોટાભાગના પ્રશ્નોનો ખ્યાલ આવી જતો હોય છ.ે

* કોઇપણ ભોગે મારે અમુક ટકા સાથે મેરીટમાં આવવું જ છે, હાલની કોમ્પીટીશનમાં મારા સિવાય કોઇ છે  જ નહીં. આવી વિચારસરણી સતત જાળવી રાખવી. આને કારણે તાણ અને દબાણમાં પણ રાહત મળશે.

* દરેક પોઇન્ટને ગોખીને યાદ રાખવા કરતા તેના કન્સેપ્ટને કલીઅર્લી સમજવો જરૂરી છે, જેથી તે કાયમ માટે મગજમાં રહેશે.

* નોકરી કે પરીક્ષાની તૈયારી કરતા-કરતા અન્ય પ્રવૃતિઓ પણ લિમિટમાં જોઇ વિચારીને ચાલુ રાખી શકાય છે.

* વડીલો તરફથી થતાં લાગણી ભર્યા દબાણોને વશ ન થવું અને તેઓને પણ સાચી હકીકત સમજાવવી.

* વિવિધ લાયબ્રેરીનો બુધ્ધિપૂર્વક-ભરપૂર અને પોઇન્ટ ટુ પોઇન્ટ ઉપયોગ કરવો.

* ઇન્ટરનેટ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં કોઇપણ સ્પેશ્યલ એકઝામની તૈયારી માટેનું અલાયદું ગ્રુપ પણ વોટ્સએપ ઉપર બનાવી શકાય છે. જેમાં માત્ર એકઝામના સિલેબસને લગતા પ્રશ્નોની જ ચર્ચા કરવાનો કડક નિયમ ફિકસ ટાઇમ નક્કી કરીને રાખી શકાય છે.

બસ, તો હવે રાહ શેની જોવાની ? ભગવાનનું નામ લઇને યા હોમ કરીને સાચી દિશામાં ઝનૂનપૂર્વક મહેનત કરવા કૂદી પડો. સફળતા ગુજરાતના યુવક-યુવતીઓની કાગડોળે રાહ જોઇ રહી છે. સફળતા એ જ ગુજરાતીઓનું સાચું ઘરેણું છે.

સર્વેને મકરસંક્રાતિની શૂભેચ્છાઓ...

-નોકરીનો દરીયો ઘુઘવે છે! મારો ધૂબાકા...

-દિવાળીમાં સહેલગાહે ઉપડવા લોકોમાં જબ્બરદસ્ત ક્રેઝ

-દેશમાં વિવિધ જગ્યાએ નોકરીનું ''સેલ'' લાગ્યું છે ! વિણવા માંડો.

આ લેખને રૂબરૂ, ફોન ઉપર, SMS, વોટસએપ તથા ફેસબુક મેેર્સેજ રૂપે પ્રચંડ અને અદ્દભૂત પ્રતિસાદ આપનારા અમારા માનવંતા વાંચકોનો અર્કરૂપી પ્રતિભાવઃ

''ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રોમાં રહેલી નોકરી વિશેની અમૂલ્ય અને અસામાન્ય માહિતી આપી આજના યુવાધનને સાચી દિશા બતાવનારો લેખ છ.ે ઉપરાંત દેશ-વિદેશમાં ફરવા જનારાઓને વિવિધ સ્થળોની ઉંડાણપૂર્વક માહિતી આપતો અને ખરા અર્થમાં દિવાળીનો આનંદ માણી શકાય તેવો સમાજોપયોગી લેખ છે.''

અમોને સદાય પ્રોત્સાહિત કરતા વાંચકો -મહાનુભાવો

ડોલરભાઇ કોટેચા-સહકારી અગ્રણી-ગુજરાત રાજ્ય-જુનાગઢ, પ્રો.પ્રતાપસિંહજી ચૌહાણ-કુલગુરૂ-સૌરાષ્ટ્ર યુનિ.,પ્રો.દક્ષાબેન ગોહિલ-ડીન અને અધ્યક્ષ-કોમર્સ વિભાગ-સૌરાષ્ટ્ર યુનિ.,પ્રકાશભાઇ ડોબરીયા-ડે.કલેકટર-રાજકોટ, આર.જી.પરમાર-ડે.રજીસ્ટ્રાર તથા કિરીટભાઇ પાઠક-આસી.રજીસ્ટ્રાર-સૌરષ્ટ્ર યુનિ.,એમ.વી.ધામેચા-અગ્રણી -સૌરાષ્ટ્ર યુનિ., ડો. નિકેશભાઇ શાહ-CCDC, મનિષભાઇ સેજપાલ-મેલબોર્ન-ઓસ્ટ્રેલીયા, પૂજન મહેતા-USA, સુરેશભાઇ ગણાત્રા-U.K., વિણાબેન પાંધી-ટ્રસ્ટી-વિશ્વ લોહાણા મહાપરીષદ, પ્રો.હેમીક્ષાબેન રાવ-અધ્યક્ષ-સમાજશાસ્ત્ર ભવન, પ્રો.હરેશભાઇ ઝાલા-ડો.જયશ્રીબેન નાયક-ડો. ભરતભાઇ ખેર-મુકેશભાઇ મકવાણા-ધવલભાઇ ભટ્ટી-સુનીલભાઇ જરીયા-સમાજશાસ્ત્ર ભવન, પ્રિન્સીપાલ ડો.  અનુબેન શાહ-MVM આર્ટસ કોલેજ, કાશ્મીરાબેન નથવાણી તથા મિતલભાઇ ખેતાણી-મહામંત્રી-વિશ્વ લોહાણા મહાપરીષદ, પ્રો. પી.જી.મારવાણીયા-અધ્યક્ષ-અર્થશાસ્ત્ર ભવન, પ્રો. પ્રફુલાબેન રાવલ-અધ્યક્ષ તથા પ્રો.કલ્પાબેન માણેક-ઇતિહાસભવન, દેવેન્દ્રભાઇ દવે તથા એડવોકેટ સુચિતભાઇ દવે, જશુબેન વસાણી, દેવેન્દ્રભાઇ દવે, રાજેશભાઇ ચૌહાણ, રોજગાર કચેરી, આર.એન.કોટક-પૂર્વ નાયબ રોજગાર નિયામક, રમેશભાઇ ભાયાણી-લોકવિજ્ઞાન કેન્દ્ર અશોકભાઇ હિન્ડોચા, ચેતનભાઇ રાજદેવ, ભારતીબેન, દિલીપભાઇ મસરાણી, છબીલભાઇ કારીયા, પ્રો.હરીશભાઇ ચંદારાણા, ઉમેશભાઇ ભલગામાં, કેસરીયાભાઇ-જીવન બેંક, અનિલભાઇ વિઠ્ઠલાણી-લોહાણા પ્રગતિ, સુરેશભાઇ બથવાર-PGVCL, ભોજાણીભાઇ તથા ઘાટલીયાભાઇ-કોમ્પ્યુટર સેન્ટર-સૌરાષ્ટ્ર યુનિ., અશોકભાઇ કુંડલીયા-પ્રમુખ-રઘુવંશી રોયલ ગ્રુપ, શેલેષભાઇ ગણાત્રા-સેક્રેટરી- રાજકોટ લોહાણા મહાજન,  ડો.પ્રો.નિર્મલભાઇ નથવાણી- કુંડલીયા કોલેજ, અલ્પેશભાઇ મહેતા, દેવેન્દ્રભાઇ પતાણી, વિનુભાઇ પોપટ, કાળુમામા, રાજેશ ભાટેલીયા, સરયુ એસ.તન્ના, દર્સીત ભાટેલીયા, યુ.ડી.પંડયા, દિલીપ એચ.ત્રિવેદી, પ્રો.આર.સી.પોપટ, ભુપતભાઇ તથા દિનુભાઇ રાજાણી, પરબતભાઇ મેર, દિનેશ ગીડા, આફતાબભાઇ, સુમિતભાઇ -CCDC, પ્રા.નેહાબેન ત્રિવેદી, અતુલભાઇ રૂપારેલીયા, ભુપેશ તન્ના, પીયુષ શીંગાળા ધર્મેશ કુલર, સત્યેન પટેલ-કેમીસ્ટ એસો.દિપક ગોસાઇ, દિલીપભાઇ સુચક, અમરીશભાઇ મોદી, પરેશભાઇ તન્ના, અજયભાઇ સંઘાણી, કેતનભાઇ કોટક, નિરજ અનડકટ, મુકેશભાઇ પટેલ- મેક્ષન, મયંક રાયચુરા, ધર્મેન્દ્રભાઇ ગણાત્રા, સંજય દેવાણી, પ્રજ્ઞેશ સુચક, હિરેનભાઇ ગણાત્રા, શીવલાલભાઇ સુચક, નિરજ લાખાણી, મનિષાબેન જસાણી, વૈશાલીબેન પારેખ, યોગેશભાઇ જસાણી-પ્રમુખ-લોહાણા, યુવક મંડળ, હિરેનભાઇ ખખ્ખર, શરદભાઇ કોટેચા, અર્પિત ગણાત્રા, ભૂમિત વસંત, વિજયભાઇ પારેખ, કેયુર પોપટ, ભાવેશ ડવ, રીશીત ચંદારાણા-રાજકોટ, ડો.પાર્થ વજુભાઇ ગણાત્રા-પ્રખ્યાત ડેન્ટીસ્ટ-જુનાગઢ, જયેશભાઇ અંતાણી-CTNL- પશ્ચિમ રેલ્વે ભાવનગર, ગીરીશભાઇ રૂપારેલીયા-પ્રતિપાલસિંહ રાયજાદા-નિલય સૂચક-અમદાવાદ, નંદાણીયાભાઇ તથા જિજ્ઞાબેન બિપીનભાઇ રૂપારેલીયા-જુનાગઢ, જયેશ નકુમ-પોરબંદર, નિલેશ જોષી-ગોંડલ, સતીષ રામોલીયા-ધોરાજી, ડો. નરોડીયા-આટકોટ, પ્રેરણાબેન વસાણી-મેંગલોર, રિધ્ધિ પોપટ-હિનાબેન ભાટીયા તથા અલીફીયાબેન-મુંબઇ, મહેશભાઇ કોટેચા-SBI-આણંદ, રાજેશ ગઢવી-ગાંધીધામ, કેતન ગોસાઇ-મોરબી, બીપીન ગોસાઇ-હળવદ-ગીતાબેન મહેતા-મુંબઇ, જય નિમાવત-સરપદડ, માનસિંહ સોલંકી-ચિરાગ વિઠ્ઠલાણી-ઇલેશ ચાંડપા-હિરેન દેવાણી-જયેશ સુબા-રમણિક ધૂળા-મનિષ વિઠ્ઠલાણી-શૈલેષ દેવાણી-કેશોદ, જયેશભાઇ-વેરાવળ, દિપકભાઇ રાજદેવ-વીરપુર, વિપુલ નિર્મલ-મુંબઇ, મયુરીબેન-રાજકોટ.

-: આલેખન :-

ડો. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

 

(11:39 am IST)