Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

ઓશો મેડિટેશનઃ આખુ વર્ષ - ૨૩૬

ઓશોના ધ્‍યાન પ્રયોગોને જીવનમાં ઉતારી લ્‍યો

સાંભળવુ અને શ્રવણ કરવુ
‘‘દિવ્‍યતાને શ્રવણ કરવાની કળા-એ જ ધ્‍યાન છ.ે જો કોઇ વ્‍યકિત સાચી રીતે શ્રવણ કરતા શીખી જાય તો તે ધ્‍યાનમાં  ગહન રહસ્‍યો શીખી જાય સાંભળવું એક ક્રિયા છે-શ્રવણ કરવુ તેનાથી બીલકુલ અલગ છે બંને વચ્‍ચે જમીન-આસમાનનું અંતર છે સાંભળવું એ શારીરીક ઘટના છે. તમે સાંભળો છો કારણ કે તમારી પાસે કાન છે શ્રવણ કરવું તે આધ્‍યાત્‍મીક ઘટના છ.ે તમે ધ્‍યાન આપો ત્‍યારે તમે શ્રવણ કરી શકો છો. જયારે તમારૂ આંતરીક અસ્‍તીત્‍વ તમારા કાન સાથે જોડાઇ જાય છે.''
પક્ષીઓના કલરવનું શ્રવણ કરો, વૃક્ષો વચ્‍ચેથી જે હવા પસાર થાય છે નદીના વહેતા પુર દરીયાનો ધુધવાટ અને વાદળાઓ, લોકો પસાર થતી ટ્રેન, રસ્‍તા ઉપર પસાર થતી કાર-દરેક અવાજનો ઉપયોગ થવો જોઇએ અને તમે શું શ્રવણ કરી રહ્યા છો તેના પર ધ્‍યાન આપ્‍યા વગર શ્રવણ કરો-નીર્ણાયક ના બનો. જે ક્ષણે તમે નીર્ણાયક બનશો, શ્રવણ અટકી જશે.
ધ્‍યાનસ્‍થ વ્‍યકિત કોઇપણ જાતના તારણ કાઢયા વગર રહે છે. કારણ કે જીવન એક પ્રક્રિયા છે જેનો કોઇ અંત નથી ફકત મૂર્ખ વ્‍યકિત જ તારણ કાઢી શકે બૂધ્‍ધીમાન વ્‍યકિત તારણ કાઢતા અચકાશે તેથી તારણ કાઢયા વગર શ્રવણ કરો ફકત શ્રવણ કરો-સચેત રહીને શાંતિથી, ખુલ્લા મનથી, ગાહ્યા બનીને ફકત ત્‍યા રહો. તમારી આસપાસ જે અવાજ હોય છે તેની સાથે અને તમને આヘર્ય થશે; એક દિવસ તમે શ્રવણ કરી રહ્યા છે. અવાજ ત્‍યા હશે અને ત્‍યા મૌન પણ હશે તે જ સાચુ મૌન છે જે અવાજ દ્વારા જન્‍મે છ.ે
આપ ધ્‍યાન અને ઓશો સાહિત્‍ય માટે આમંત્રીત છો. ધ્‍યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્‍યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્‍યા ધ્‍યાન થાય છે. છેલ્‍લા ૩૬ વર્ષોથી ધ્‍યાન, ઓશો સાહિત્‍ય -સન્‍યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્‍યાન મંદિર.  
સ્‍થળઃ ઓશો સત્‍ય પ્રકાશ ધ્‍યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્‍વામી સત્‍ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

સંકલન-
સ્‍વામી સત્‍યપ્રકાશજી
ભાષાંતર-
રાજેશ કુંભાણી
મો.૭૮૭૪૦ ૬૦૩૩૧

 

(10:19 am IST)