Gujarati News

Gujarati News

News of Thursday, 19th December 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મેડીટેશન

એકતા

''સાથે રહીને કામ કરવાની ભાષા લોકો સંપૂર્ણ પણે ભૂલી ગયા છે--અથવા તો કઇ કરતા નથી પરંતુ ફકત સાથે છો''

લોકો પોતાની જાત સાથે કેવી રીતે રહેવુ તે ભુલી ગયા છે. જો તેઓની પાસે કઇ કરવાનુ નથી તો તેઓ પ્રેમ કરે છે પછી કઇ બનતુ નથી અને ધીમે-ધીમે તેઓ પ્રેમથી પણ હતાશ થઇ જાય છે. પુરૂષૂ અને સ્ત્રી અલગ છે - ફકત અલગ જ નહી, એકબીજાથી વિપરીત છે તેઓ એકબીજા સાથે બંધ બેસતા નથી. અને આજ સુંદરતા છે- જયારે તેઓ એકબીજા સાથે ભળી જાય છે, તે એક ચમત્કાર છે, એક જાદુઇ પળ-નહીતર તેઓ લડાઇ-ઝઘડા કરે છે તે કુદરતી છેઅને સમજી સકાય તેવું છે કારણ કે તેઓના મન અલગ છે. તેઓનો દેખાવ પણ ખુબજ વિપરીત છે તેઓ કોઇ વસ્તુ ઉપર સંમત ના થઇ શકે કારણ કે તેઓના રસ્તાઓ અલગ છે. તેઓનો તર્ક અલગ છે.

ઉંડાણપૂર્વક એકબીજા સાથે ભળી જવુ, સંવાદિતાઉત્પન્ન કરવી એ એક ચમત્કાર સમાન છે તે કોહીનુર જેવુ છે. એક દુર્લભ હીરો અને વ્યકિતએ દરરોજ તેની માંગ ના કરવી જોઇએ વ્યકિતએ તેની દૈનિક ક્રિયાના એક ભાગ તરીકે માંગ ના કરવી  જોઇએ વ્યકિતએ તેની રાહ જોવી જોઇએ. મહીનાઓ સુધી કયારેક વર્ષો સુધી અને પછી અચાનક એક દિવસ તે ત્યાં હશે. અને તે ત્યાં હમેશા કોઇપણ કારણ વગર હશે. ચિતા નહી કરો-- તે પોતાની જાતે જ તેનો ખ્યાલ રાખશે. પ્રેમના શોધક નહી બનો નહીતર તમે તેન સંપૂર્ણ રીતે ચુકી જશો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩૪ વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:04 am IST)