Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ઝડપી વિકસીતની અપેક્ષાવાળુ સુંદર બજેટ - ગરીબ કુટુંબને રાહત તથા સુવિધા આપનારૂ બજેટ

નાણામંત્રીએ ૨૦૧૯-૨૦૨૦ના બજેટમાં મધ્યમ વર્ગ માટે અગાઉના બજેટમાં રૂ.૫ લાખની કરમુકિતમાં કોઈપણ ફેરફાર કરેલ નથી. પરંતુ બે કરોડથી વધુ આવક ધરાવનાર ઉપર વધારાનો ૩% સરચાર્જ ટેક્ષ લાગશે તેવી જ રીતે પાંચ કરોડથી વધુ આવક ધરાવનાર ઉપર ૭% વધારાનો સરચાર્જ ઈન્કમટેક્ષ ભરવો પડશે. આમ અમીરો ઉપર ટેક્ષ આવશે.

 ૪૫ લાખ સુધીના મકાન ખરીદી ઉપર હાઉસીંગ લોન વ્યાજ રૂ.૨ લાખને બદલે ૩.૫ લાખ વ્યાજ મળશે. આ છુટ મળશે. આ ઉપરાંત નાના દુકાનદારોને પણ પેન્શન યોજનામાં સમાવેશ કરતા તેમને પેન્શન લાભ મળશે.

 ૫ વર્ષમાં ૧૦૦ લાખ કરોડ ઈન્ફ્રાસ્ટ્રકચરમાં ખર્ચ કરવાથી દરેક ઘરમાં પાણી, વિજળી, શૌચાલય તેમજ મકાન પ્રાપ્ત થાય તેવી યોજના કરેલ છે.

 ઈન્કમટેક્ષ ભરવા માટે હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડથી રીટર્ન ભરી શકાશે. તે ઉપરાંત લોન, રોકાણ વગેરે માટે પણ આધારકાર્ડના આધારે કાર્ય કરી શકશે.

 આ ઉપરાંત કોર્પોરેટ સેકટરોમાં ૨૫૦ કરોડને બદલે ૪૦૦ કરોડ ટર્ન ઓવર કરતી કંપનીઓ ઉપર ૨૫% લેખે આવકવેરો લાગતા અનેક નાની તથા મીડલ કંપનીઓને ફાયદો ખૂબ થશે. હવે ૯૯.૧૦% કંપનીઓ ફકત ૨૫% ટેક્ષ લાગશે.

 ડીજીટલને પ્રોત્સાહન આપવા તેમજ રોકડ ઉપર પ્રતિબંધ કરવા એક કરોડથી વધુ રોકડ ફકત જમા કરશે અથવા ઉપાડશે તો વધારાની રકમ ઉપર ૨% ટીડીએસ કાપવામાં આવવાથી રોકડ તથા બે નંબર વ્યવહાર ઉપર અંકુશમાં આવશે.

 ભારતને દુનિયામાં પાંચ ટ્રીલીયન ઈકોનોમી કરવાથી ભારત દુનિયામાં ચોથા - પાંચમા નંબરનો આર્થિક દેશ બનશે.

 ટૂંકમાં આ બજેટ ખૂબ સારૂ છે.

- નીતીન કામદાર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ - મો.૯૮૨૫૨ ૧૭૮૪૮

(3:35 pm IST)
  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • સાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST