Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

દરરોજ ઓશો ૩૬પ દિવસ ઓશો મોડીટેશન

કૃપા સુંદરતા લાવે છે

કૃપાનો સરળ અર્થ તમારી સંપૂર્ણ વિશ્રામદાયક અવસ્થાને ઘેરતી આભા.

જો તમે સ્વયંર્સ્કુત બનશો તો દરેક ક્ષેત્ર જાતે જ નકકી કરી લેશે કે તે કેવી હશે. આ ક્ષણ હવે પછીની ક્ષણને નીર્ધારીત કરવા માટે નથી તેથી તમે અનિર્ણાયક બની રહો. હવે પછીની ક્ષણ જાતે જ પોતાના વિશે નકકી કરશે, તમારી પાસે કોઇ યોજના નથી, માળખુ નથી કે કોઇ અપેક્ષા નથી.

આજનો દિવસ પર્યાપ્ત છે, આવતીકાલની યોજના ના બનાવો, હવે પછીની ક્ષણ માટે પણ નહી આજના દિવસ પુરો થાશે અને પછી કોઇપણ જાતના આયોજન વગર એક તાજી અને નિર્દોષ આવતીકાલ આવશે તે - ભૂતકાળની અસર વગર પોતાની શકયતાઓને જાતે જ ખોલશે આ કૃપા છે સવારે ખીલતા ફૂલને જુઓ. ફકત જોતા જ રહો..આ કૃપા છે ત્યા કોઇ પ્રયત્ન જ નથી ફુલ તેની પ્રકૃતિ પ્રમાણે ખીલે છે. અથવા બીલાડીને જાગતા જુઓ, કોઇપણ પ્રયત્ન વગર અને અનંત કૃપા સાથે આખુ અસ્તિત્વ કૃપાથી સંપૂર્ણપણે ભરેલુ છે. પરંતુ આપણે કૃપામય થવાની ક્ષમતા ખોઇ બેઠા છીએ. કારણ કે અંદરથી વિભાજીત છીએ.

તેથી ફકત જુઓ અને ક્ષણને નીર્ણય લેવા દો તેને ગોઠવવાની કોશીષ ના કરો આને જ હુ કહું છું થવા દો-અને તેમાંથી બધુજ આપોઆપ બનશે તેને એક મોકો આપો.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:42 am IST)