Gujarati News

Gujarati News

News of Monday, 26th November 2018

પ્રેમ પ્રિયતમાથી પરમાત્મા સુધીની સફર

પ્રેમમાં છુપાયો છે ભગવાન, તેને મુકત કરો. પ્રેમને વાસના ઓછી અને પ્રાર્થના વધુ બનાવો. પ્રેમમાં માગો નહીં, આપો પ્રેમમાં ભિખારી ન રહો, બાદશાહ બનો. પ્રેમ આપો, સંગ્રહ ન કરો. તમે ધીરે-ધીરે જાણશોઃ પ્રેમની અશુદ્ધિ ગળવા લાગી. પ્રેમની અશુદ્ધિ ગળતા જ પ્રેમમાંથી જ એ શુદ્ધ જ્યોતિશિખા પ્રગટ થાય છ.ે જેને ભકિત કહે છે.

પ્રેમ જે માગે તે આપજો. પ્રેમ જયાં લઇ જાય, જ્જો. પ્રેમ મારે તો મરજો- એ મૃત્યુમાંથી અમૃતનું ઝરણું ફૂટે છે. જે પ્રેમમાં મરવા તૈયાર છે, તે પરમાત્મામાં અપૂર્વ જીવનને પામે છે, શાશ્વત જીવનને પામે છે. પ્રેમમાં મરવાની કળા જ ધર્મ છે.

જગત સુખી નહી થઇ શકતું., જ્યાં સુધી આપણે પ્રેમને પ્રાથમિકતા ન આપીએ. આપણે સેકસને પ્રાથમિકતા આપી છે. જે સેકસને પ્રાથમિકતા આપે છે, તે પ્રેમને સેકસ્યઅલ બનાવે છે. જો જિંદગીમાં કોઇ એક ચીજ એવી છે, જે સેકસની ઉપર ઊઠી શકે છે,

તો તે ફકત પ્રેમ છે. ધન સેકસની ઉપર નથી ઊઠી શકતું, યશ સેકસની ઉપર નથી ઊઠી શકતો. ફકત એક ચીજ ઉપર ઊઠી શકે છે,  તે છે પ્રેમ. એક એવો સંબંધ આપી શકે છે, જે શરીર કરતાં ઉપરનો સંબંધ છે.

જયાં તમારો પ્રેમ હોય, ત્યાં પરમાત્માને જોવાનું શરૂ કરજો. તમારી પત્નીમાં બહુ પરમાત્મા છે, તારા પતિમાં બહુ પરમાત્મા છે, કોઇ પરમાત્માની ત્યાં કમી નથી. પ્રેમની ગહનતા પ્રાર્થના બની જાય, તો જ્યાં પહોંચી જાય છે, એજ પરમાત્મા છે.

પ્રેમ અમૃત પણ થઇ શકે છે, ઝેર પણ થઇ શકે છે- તમારા પર નિર્ભર છે. પ્રેમ ઝેર થઇ જશે, જો તેમાં આસકિત છે. જો તમે પ્રેમને પોતાની કામવાસના માટે વાહન બનાવ્યું, તો તમે અનુભવશો- પ્રેમથી કલહ મળ્યો, દુઃખ મળ્યું, પીડા મળી, બંધન મળ્યું. તેમાં પ્રેમનો કોઇ દોષ નથી. પ્રેમની આસકિતથી મુકત કરવો જરૂર છે.પ્રેમને બંધન નથી બનવા દેવાનો, પ્રેમ બનવો જોઇએ મુકિત. તમે જેને પ્રેમ કરો, તેને મુકત કરો; તો તમે બંધાઇ નહીં શકો.

પ્રેમ હોય તો છુપાવાથી પણ નથી છુપાતો; અરે પ્રેમ ન હોય તો ગમે તેટલો બતાવો, બતાવી નથી શકાતો. પ્રેમ હોવામાં જ તેની અભિવ્યકિત છે. પ્રેમ હોવો આ જગતમાં સૌથી સઘનભૂત ઘટના છે; તેનાથી વધારે સૂક્ષ્મકાંઇ નથી, તેનાથી વધારે વિરાટ પણ કાંઇ નથી. પ્રેમ એટલે પરમાત્માની ઝલક.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:39 am IST)