Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

પુરૂષોતમ -સ્તવન

મંદિરનું ચૈતન્યમય વાતાવરણ ભકતનું રક્ષા કવચ

શ્રધ્ધા અને વિશ્વાસ રાખો, પ્રભુકૃપા પ્રાપ્ત થશે

દરેક મંદિરને પોતાનું સ્થાપત્ય હોય છે એ જ રીતે પ્રત્યેક મંદિર એના ધર્મ વિચારના આધારે આગવી આધ્યાત્મિક અનુભુતિ ધરાવતું હોય છે એની આંતરીક અનુભુતી આપણા હૃદયને સ્પર્શે છે.

આને કારણે માનવીના ભૌતિક જીવનની ઘટના હોય કે પછી આધ્યાત્મિક જીવનનો અનુભવ હોય એ બધા જ સાથે મંદિર ગાઢ પણે જોડાયેલું છે. દરેક ભકતજન શ્રદ્ધાળુ મંદિરમાં જઇને પરમ કૃપાળુ પરમાત્માની ઉપાસના કરે છ.ે ત્યારે એ મંદિરની ચેતના વ્યકિતને પરમાત્મા સાથે અનુસંધાન કરે છે અને ભકતનું ચિત પ્રાર્થનામાં ડુબી જઇ  જીવન બળ પામે છે.

મંદિરનું ચૈતન્યમય વાતાવરણ ભકતનું રક્ષા કવચ બને છ.ે

વિશ્વભરમાં પ્રત્યેક ધર્મોમાં મંદિરો કે પછી ઉપાસના સ્થાનનો મહિમા અનેરો છ.ે અને આપણી ભારતીય સંસ્કૃતિમાં તો મંદિર મધ્યમાં રહેલુ છે દરેક ઘરમાંં નાનુ મંદિર કે પછી પુજા સ્થાન હોય છેઅને ઘરનો પરિવાર ચિત્તની શાંતિ પ્રાપ્ત કરવા માટે પ્રયાસ કરે છે.

ભારતીય પરંપરામાં સ્થાપત્ય એજ સ્વયં સુક્ષ્મતાનું પૂર્ણરૂપ છે. અને તેથી જ મંદિરોમાં વાસ્તુશાસ્ત્રમાં વેદની સાથે વિજ્ઞાન છે. શાસ્ત્રો અને પુરાણ છે. ગણિત અને ખગોળ પણ છે તેમજ ભાવના અને કલાનો સમન્વય છે.

મંદિર એટલે પ્રકૃતિ પરૂષ અને સમગ્ર બ્રહ્માંડ મંદિર પૃથ્વી પર એક સ્થળે હોય પરંતુ સમગ્ર સૃષ્ટિને પોતાના વ્યાપમાં લે છે. એ શકિતને સર્જે છે.આમ સૃષ્ટિ, શકિત અને બ્રહ્માંડના ત્રિવેણી સંગમ મંદિર દ્વારા સધાય છે.

પરમ કૃપાળુ પરમાત્માનું મસ્તક એ મંદિરનું શિખર મનાય છે. જયારે મંદિરનું દ્વાર એમનું મુખ કળશ એ મંદિરના કેશ છ.ે ગ્રીવા, એ એનો કંઠ છ.ે ભદ્દ એના હાથ છે. વેદી એનો સ્કંધછે. અને સ્થંભ એના પગ છે. વિશ્વકર્માએ વાસ્તુશાસ્ત્ર નામનો ગ્રંથ રચ્યો હતો અને બ્રહ્માજીના આદેશથી એમણે મંદિરોની રચના કરી હોવાનું માનવામાં આવે છ.ે

પરમાત્મા પર વિશ્વાસ રાખો શ્રદ્ધા રાખો તમારી જાત પર વિશ્વાસ રાખો પ્રભુની કૃપામાં  અને એના દિવ્ય નામની શકિતમાં શ્રદ્ધા રાખો જીવનમાં શંકા વગરની શ્રદ્ધા અદભુત કામ કરી શકે છે.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:34 am IST)