Gujarati News

Gujarati News

News of Thursday, 24th May 2018

પુરૂષોતમ -સ્તવન

મનની એકાગ્રતા અને તન્મયતા પ્રચંડ શકિત

જીવનમાં પરમાત્માને પ્રાધાન્ય આપીએ

એમ કહેવાય છે કે, આત્મા, બળ વિનાને પ્રાપ્ત થતો નથી તેથી તેજસ્વી વ્યકિત જ આત્મલાભ મેળવી શકે છે. આકાશમાં વાયુ તત્વની સાથે પ્રાણ શકિત ભરેલી પડીછ.ે પ્રાણશકિત જીવનની સફળતામાં જેટલી ઉપયોગી છે. તેટલી આધ્યાત્મિક પ્રગતિમાં પણ છે. ઇશ્વરની મહિમાવાળી પ્રાણશકિત-માતૃશકિત સર્વત્ર ફેલાયેલી છે.

પ્રાણથી જ એ શ્રદ્ધાં, નિષ્ઠા, દ્રઢતા એકાગ્રતા અને ભાવના મળેછે. જે ભવ બંધનનોને કાપીને આત્માને પરમાત્મામાં મેળવે છે.

મનની એકાગ્રતા અને તન્મયતામાં પ્રચંડ શકિત છે. માનવીમાં અનેક દિવ્ય વિભુતીઓ, સિધ્ધિઓ, ભરેલી પડી છે. આત્મ સાક્ષાત્કાર, આત્મલાભ, આત્મ-દર્શન, આત્મ કલ્યાણ એજ જીવન લક્ષ્ય છ.ે અને પ્રાપ્તિ પરમ પુરૂષાર્થ છે.ં

આત્મા અભય અને બ્રહ્મ છે. આત્મા જ બ્રહ્મમય આત્માથી ભિન્ન એની અંદરજ, આનંદમય આત્મા પુરેપુરી રીતે પૂર્ણતઃ વ્યાપ્ત છે. ભગવાન શ્રીકૃષ્ણએ કહ્યું છે, મનનો અભ્યાસ અને વૈરાગથી વશમાં રાખી શકાય આ માટે વ્યકિતએ સંયમશીલ અને વ્યવસ્થિત બનવું પડે.

વૈરાગનો અર્થ છે. વાસનાઓથી મુકત થવું ધ્યાન, જપ, તન્માત્રા, ત્રાટક, એ ચાર સાધનાના મહત્વના સાધન છે.

આત્મજ્ઞાન થવાથી માનવીનો અસંયમ દુર થઇ જાય છે, આત્મદર્શન દ્વારા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થવાથી પ્રેમ, અનુભવ, શ્રદ્ધા નિષ્ઠા, અને વિશ્વાસની ભાવનામાં વધારો થાય છે. આત્મલાભ મેળવેલ વ્યકિત-મહાપુરૂષ અનેક લોકોને શાંતિ પ્રદાન કરી શકે છે.

આત્મા સ્વભાવથી શુધ્ધ છે. પરંતુ કર્મના સંગથી તે કલુષિત થઇ જાય છે. અને તેને લીધે જીવાત્મા સંસારમાં નિરંતર ભ્રમણ કરતો રહે છે. અને સુખદુઃખ ભોગવતો રહે છે.જીવનો જયાં સુધી કર્મથી, છુટકારો થતો નથી ત્યાં સુધી તેની ભવયાત્રા અટકતી નથી.

પરંતુ જો જીવાત્મા સયંમથી વર્તતો રહેતો તેને લાગેલા કર્મ ખસતા જાય છ.ે અને તે હળવાશ અનુભવે છે.  જો કે જયાં સુધી આત્મા સાથે કર્મ લાગેલા રહે છે ત્યાં સુધી તેણે સંસારમાં રહેવું પડે છ.ે

જીવનમાં જો સુખી થવુ હોય તો જીવનમાં પરમ કૃપાળુ પરમાત્માને જ પ્રાધાન્ય આપવું જોઇએ. જો જીવનમાં પરમાત્માનું પ્રાધાન્ય, નહી હોય તો માનવી સુખ શાંતિને પામી શકશે નહી.

સુદામાના તાંદુલ ખાદ્યા, શબરીબાઇના બોર ખાદ્યા જમ્યા વિદુર ઘેર ભાજી...રે....!

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:41 am IST)
  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST

  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST