News of Thursday, 24th May 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

શંકરાચાર્યની કથા ખૂબ મજાની છે. શંકર નદીમાં સ્નાન કરવા ગયા હતા. અને એક મગરે તેમનો પગ પકડી લીધો. મા કિનારા પર ચીસો પાડીને આક્રંદ કરે છે કે મારા દીકરાને બચાવો. પરંતુ આવી સ્થિતિમાં કોણ બચાવવા જાય ?  શંકરે માને કહ્યું-'હવે એક જ ઉપાય છે. મા તું કહી દે કે જો હું બચી જઇશ તો મને સંન્યાસ લેવા દઇશ. તો પરમાત્માને પ્રાર્થના કરૃં. તો પછી  બચવામાં કોઇ સાર છે. જો સંન્યાસ ન લેવાય તો ભલે મૃત્યુ થતું.' આવી સ્થિતિમાં કઇ મા આજ્ઞા ન આપે? ઓછામાં ઓછો બચશે તો ખરો. ભલે સંન્યાસી થઇને બચે. મા સામે બે જ વિકલ્પ હતા. મૃત્યુ અથવા સંન્યાસ !

અને ધ્યાનમાં રાખજો. આ જ વિકલ્પ બધાંની સામે છે- મૃત્યુ અથવા સંન્યાસ !

શંકરની કથા ખૂબ મધુર છે. શંકરે ભગવાનને પ્રાર્થના કરી અને મગરે તેનો પગ છોડી દીધો. મા લાચાર હતી. સંન્યાસ માટે આજ્ઞા આપવી પડી.

વાસ્તવમાં તો તમારો પગ પણ પકડાયો છે. જરા ધ્યાનપૂર્વક તમારા પગને જોજો. મગરો અનેક પ્રકારનાં છે. માત્ર નદીમાં જ નથી હોતાં. હકીકતમાં તો મગર જવલ્લે જ નદીમાં મળે છે. મગર રસ્તા પર ઘરમાં જોવા મળે છે. દુકાનોમાં બજારોમાં જોવા મળે છે. જાત જાતના મગરો છ.ે કોઇના પગને ધનના મગરે પકડયો છે તો કોઇના પગને રાજનીતિના મગરે પકડયો છે. બીજા કોઇના પગને કોઇ બીજા મગરે પકડયો છે પરંતુ બધે મગર છે.

તમારા પગ પણ છૂટી શકે છે. : જો તમારા જીવનમાં વિલોમની પ્રક્રિયાનો પ્રારંભ થાય.

નહિ તો આ પ્રકારનાં મગર તમને ખાતા રહેેશે, તમે દરરોજ અંશ-અંશ મરતા રહેશો. જે દિવસથી જનમ્યા છો ત્યારથી મરવા સિવાય બીજું કર્યું છે શું ? આ સમયનો મગર છે.

અનુલોમની પ્રક્રિયા, વિસ્તારની પ્રક્રિયા એક સીમા સુધી બરાબર છે. જીવનને સમજવા માટે, અનુભવ લેવા માટે બરાબર છે. પછી પાછા ફરવાનું છે, પોતાના 'ઘરે' પાછા ફરવાનું છે.

અનુલોમની પ્રક્રિયા જયાં સુધી ચાલે છે. સંસાર ચાલે છે., ત્યાં સુધી અનેક દેખાય છે. જેવી વિલોમની પ્રક્રિયા શરૂ થાય છે કે, 'એક'નું દર્શન થવાનો આરંભ થઇ જાય છે. 'એક'જ છે. વસ્તુતઃ 'એક' જ છે.

તરંગો ગમે તેટલા દેખાય, સાગર એક જ છેઃ જીવો ગમે તેટલા દેખાય. જીવન એક જ છે. રૂપ ગમે તેટલા દેખાય પરંતુ તેના અંતરમાં ઉર્જા એક જ છ.ે

તમે જયાં સુધી પોતાના અહંથી ભરેલા છો અને અહંના વિસ્તારમાં ઉત્સુક છો. જયાં સુધી અહંનો આ વિસ્તારવાદ ચાલતો રહેશે ત્યાં સુધી તમને 'એક'નો અનુભવ નહિ થાય.

તેુ 'એક'માં જ વિશ્રામ છે. તે 'એક'માં જ આનંદ છે. તે જ સચ્ચિદાનંદ છે.

ભકિત એટલે જીવનનો પરમ સ્વીકાર ! ભકિત છે જીવનમાં સંગીત જન્માવવાની વિધિ ! પરમાત્મા છે લયબધ્ધતામાં, છંદબધ્ધતામાં !

આપણા અંતરમાં એક ઉર્જા છે, જેને આપણે પીતિ કહેશું. આ પ્રીતતત્વના આધારે જ આપણે જીવીએ છીએ.

આ પ્રીતનું તત્ત્વ રૂપાંતરકારક છે. પ્રીત કર્યા વગર કોઇ જીવી ન શકે. પ્રીતતત્વ તો શ્વાસ જેટલું અનિવાર્ય છે. જે રીતે શરીર શ્વાસ દ્વારા જીવંત છ.ે તે જ રીતે આત્મા પ્રીત દ્વારા જીવંત છે.

શ્રધ્ધા! જે માતા-પિતા પ્રત્યે અથવા ગુરૂ પ્રત્યે હોય છે. શ્રદ્ધા કરવી એટલે ચઢાણ ચડવું; તેથી જ ખુબ ઓછા લોકો આવી પ્રીત કરી જાણો છે. આજે માતા-પિતા પ્રત્યે કોને શ્રદ્ધાં છે ? લોકો તો માત્ર કર્તવ્ય નિભાવ છે. ઔપચારિકતા પૂરી કરે છે. શ્રધ્ધા કયાંછે.?

એક વાત યાદ રાખજો કે તમે તમારા કરતાં જેટલા ઉચ્ચ સ્તરના લોકો પ્રત્યે પ્રીત ધરાવશો તેટલાંં તમે પણ ઉપર ચડશો. તમારી ચેતના ઉર્ધ્વગામી બનશે. આ કારણે જ શ્રદ્ધાંને આટલું મૂલ્ય અપાયુ છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:40 am IST)
  • સાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST

  • ઉના : સિંહની પજવણીનો વધુ એક વિડીયો વાયરલ : ગામમાં આવેલ 2 સિંહ પાછળ કાર ચલાવી સિંહને કરાયા હેરાન : સિંહને જોવાની લ્હાયમાં સિંહની પાછળ ચલાવાઈ કાર : સિંહ સંવર્ધનની વાતો વચ્ચે સતત સિંહોની પજવણીના વિડીયો સામે આવી રહ્યાં છે access_time 1:25 pm IST

  • બીટકોઈન તોડકાંડ :જીજ્ઞેશ મોરડીયા પાસેથી વધુ 30 લાખ રોકડ રિકવર કરવામાં આવ્યા :કુલ 503 બીટકોઈનને રોકડમાં ફેરવી નાખી હતી અત્યાર સુધી સીઆઇડી ક્રાઇમે 5 કરોડ રિકવર કર્યા :ત્રણેય આરોપીની પૂછપરછ ચાલુ access_time 12:36 am IST