Gujarati News

Gujarati News

News of Monday, 21st May 2018

પુરૂષોતમ -સ્તવન

એકાગ્રતા આધ્યાત્મિક ઉન્નતિનો આધાર

જપ મંત્ર એક ઉત્તમ સાધન

માત્ર એક જ ઇશ્વર છે. પરંતુ તેનાં નામ અને રૂપો અનેક છે. એને ગમે તે નામથી બોલવાશો અને તમે ગમે તે રૂપે ભજશો, તમને જરૂર એના દર્શન થશે. આ પરમ કૃપાળુ પરમાત્માની કૃપા પ્રાપ્ત થશે.

માટે રોજ પ્રાર્થના કરો નિત્ય ઇશ્વરના નામનું ગાન કરો હૃદયમાં પ્રેમ અને ભકિત ભરીને એની પ્રાર્થના કરો.

સારા પુરૂષ કે સારી સન્નારી બનવા માટે પ્રાર્થના કરો. ઇશ્વરનું સંપૂર્ણ શરણુ સ્વીકારો.

શબ્દ, મંત્ર, કેવાકય વારંવાર બોલતા રહેવું એને નામ જપ, કે મંત્ર  કહે છે.સાધનાનું અખંડતા ફકત નામ સ્મરણથી જ સહાય થાય છે. નામ સાથે એકરૂપ થવા માટે પોતાની સાધના વપરાય તો ધ્યેય જલ્દી સાધ્ય થાય છે.

જપ ચાલુ હોય ત્યારે એટલા સમય પુરતું મનને બીજે ભટકવા દેવાય નહી માટે જાગૃતા વસ્થાનો સર્વોત્તમ માર્ગ એટલે નામ સ્મરણ નામ સ્મરણ કે જપથી મનની એકાગ્રતામાં વધારો થાય છ.ે

વળી પરમ કૃપાળુ પરમાત્માનો જપ કરવાથી પ્રભુ પણ પ્રસન્ન થાય છ.ે

કોઇપણ કર્મ કરતી વખતે નામ સ્મરણ કરવાથી કર્મ અકર્મ થાય છે. એટલે જ તે કર્મને કારણે સંચિત નિર્માણ થતું નથી. નવુ સંચિત નિર્માણ ન થવાથી આપણા પ્રારબ્ધ ભોગ ભોગવીને, આપણે જન્મ-મૃત્યુના ચક્રમાંથી જલ્દી મુકત બની શકીએ.

વ્યકિત જન્મ-મૃત્યુના ચક્રમાં ફસાય નહી એટલા માટે અકર્મ કર્મ થવું જોઇએ અને એટલા માટે જ નામ સ્મરણ-જપ-મંત્ર એક ઉત્તમ સાધન છે.

આધ્યાત્મિક ઉન્નતિ કાજે કુળદેવતા કે પછી ગુરૂઓ આપેલ ગુરૂમંત્ર, ઇષ્ટ દેવતા એટલે કે ભલુ કરનાર પ્રભુના નામનો જપ કરવો.

પોતાની પ્રગતિ માટે કયુ નામ લેવું તે આપણને સમજાતું નથી ત્યારે ગુરૂ જ કહી શકે છે. અને ગુરૂમંત્રથી નિર્ગુણ સુધી ઇ શકાય છે. ગુરૂમંત્રમાં જ્ઞાન, ચૈતન્ય, અને આશિર્વાદપણ હોવાથી પ્રગતિ જલ્દી થાય છે.

ગુરૂએ નામ આપ્યું ન હોય તો પછી પોતાના કુળદેવતા, કુળદેવી, અથવા તો પોતે જે પરમકૃપાળુ પરમાત્માની ઉપાસના કરવા માગે છે તેમનું નામ સ્મરણ કરતા રહેવું અને નામ સ્મરણ વખતે મનમાં આવતા અન્ય વિચારોને દુર કરતા મન વધુ એકાગ્ર બને, એકાગ્રતા સાધવાનું ધ્યાનમાં રાખવું અને એજ આધ્યાત્મિક ઉન્નતિનો આધાર છે.

''ચંદ્રહાસના સંકટ કાપ્યા, ધ્રુવજી ને દર્શન આપ્યા અવિચળ ભકિત-આપી રે....!''

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:29 am IST)
  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST

  • સાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST

  • સ્ક્રેપના કોન્ટ્રાકટર પાસેથી બોફોર્સમાં તોપ અને ટેન્કના ગોળા મળતા ખળભળાટ ;પાકિસ્તાન સરહદે સ્થિત જેસલમેરમાં મોટી કાર્યવાહી :પોખરણ ક્ષેત્રમાંથી સ્ક્રેપ ખરીદનાર એક મોટા કોન્ટ્રાકટરના ગોદામમાથી મોટી સંખ્યામાં ગોળા જપ્ત :સેનાના ઇન્ટેલિજન્સે સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો :સૈન્ય અધિકારીઓ પહોંચ્યા :બૉમ્બ-ગોળાની ગણત્રીચાલુ access_time 1:25 am IST