Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

પુરૂષોતમ -સ્તવન

અગ્નિદેવ પ્રકટ થયા બોલ્યા તુજ સાચો ભકત

' રંક હોય કે રાજા, જયાં સુધી પરિશ્રમથી મહેનતથી કરેલી કમાણીનો એક અંશ લોક કલ્યાણ માટે સમર્પિત કરે નહી તો તે અધર્મ લેખાય છે ' આટલા શબ્દો મહર્ષિ અનમીષ માટે શાસ્ત્રરૂપ બની ગયા અને તેેમણે પત્ની સહીત એ પ્રતિજ્ઞા કરી કે, તેઓ દીન દુઃખી નેભોજન કરાવીને  પછી જ ધોજન લેશે.

તેમને આ સંકલ્પ નિભાવતા નિભાવતા વર્ષો વીતી ગયા, તેમનું આ તપ પરીક્ષા વિના કસોટી વગર સાચુ સિધ્ધ થઇ ગયું આવુ કયારેય થયુ ન હતુ. એક દિવસ એવો આવ્યો કે તેમના ઘરના દ્વારે કોઇ જ ડોકાયુ નહીં પતિ-પતિન બનેં ખુબ દુઃખી થયા ત્યારે જોયુ કે, એક વૃક્ષ નીચે એક વૃધ્ધ રકતપિતની પીડાથી દુઃખી દુઃખી થઇ  રહ્યો હતો, શરિરમાં ઘાવ પડી જતા તે પીડા સહન કરી શકતો ન હતો તે પીડાને લીધે ચીતકારી રહ્યો હતો.મહર્ષિ અનમીષ તેની પાસે ગયા અને આદરપૂર્વક કહ્યુ આપનુ ભોજન તૈયાર છે તે આરોગીને અમને કૃતાર્થ કરો.

વૃધ્ધે પીડાથી કાંપતા કાંપતા કહ્યુ '' આર્ય શ્રેષ્ઠ હું આપની ઉદારતાનો અધિકારી નથી, કારણ કે હું ચંડાલ જાતીનો છું. શકય હોય તો ઘરમાં બચેલી સુકી રોટી હોય તો મારી તરફ ફંેકો, હું એ ખાઇને મારૂ પેટ ભરી લઇશ.

વૃધ્ધની આવી દયનીય સ્થિતિ જોઇને અનમીષીને કરૂણા ઉપજી આંખોમાં ઝળઝળીયા આવી ગયા અને  તેમણે કહ્યુ એવું ન કહો તાત અમે જાતીના પુજારી નથી,જીવ માત્રમાં વ્યાપ્ત આત્માના ઉપાસક છીએ.આપના અંતરમાં જે ચેતના ભરી છે તે જ તો પરમાત્મા છે. તેને છોડીને અમે અન્ન ગ્રહણ કરવાનું પાપ કેેવી રીતે કરી શકીએ. આટલુ કહીને મહર્ષિ તેમને આદર પૂર્વક પોતાની કુટીર પર લઇ ગયા તેમને સ્નાન કરાવીને પછી નવા વસ્ત્રો પહેરાવ્યા અને પછી તેમને ભોજન કરાવ્યું આ બધુ જ કાર્ય પુરૂ કર્યા પછી જ તેમને પોતે ભોજન લીધુ.રાત્રીના જયારે મહર્ષિ અનમીષ નિંદ્રામાં હતા ત્યારેઅગ્નિદેવ પ્રકટ થયા અને બોલ્યા '' તુંજ ઇશ્વરનો ખરો ભકત છે. જે બ્રાહમણ ચંડાલ હાથી કે કુતરા કોઇ માટે ભેદ રાખતો નથી.

દીપક એન. ભટ્ટ

મો. ૯૮રપ૧ પપ૩પ૪

(9:45 am IST)