Gujarati News

Gujarati News

News of Thursday, 19th April 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

શોધ તો શંકામાંથી જ થાય છે, અંધશ્રધ્ધામાંથી નહિ. પ્રેમના મંદિરને છોડીને જે બીજા કોઇ મંદિરની શોધમાં નીકળે છે,

તે પરમાત્માથી વધારે દૂર જ નીકળી જાય છે.

પોતાનું અસ્તિત્વ જ પોતાની સૌથી નજીક છે તેથી, એમાં શોધ કરવાથી જ શોધ થવાની સંભાવના છે.

જયાં પૂવ-ધારણાઓ અને પૂર્વ-પક્ષપાતોથી પ્રારંભ થાય છે, ત્યાં છેવટે સત્ય નહિ, સંપ્રદાય જ હાથમાં રહી જાય છે.

અજ્ઞાન અને અંધપણામાં સ્વીકારેલી કોઇ પણ ધારણા સાર્વલૌકિક બની શકતી નથી. સાર્વલૌકિક કેવળ સત્ય જ બની શકે છે. માન્યતા અનેક હોઇ શકે છે, વિવેક એક જ છ.ે અત્સને જાણતા પહેલાં પોતાની જાતને જાણવાનું અનિવાર્ય છે.

પદાર્થજ્ઞાનમાં જ્ઞાતા છે, અને જ્ઞેય છે આત્મક્ષાન ન જ્ઞાતા છે, ન જ્ઞેય છે ત્યાં તો માત્ર જ્ઞાન જ છ.ે એ શુધ્ધ જ્ઞાન છે.ે જ્ઞાનની પૂર્ણ શુધ્ધાવસ્થાનું જ નામ છ. આત્મજ્ઞાન. પણ એને જ્ઞાન જ કહીએ તે વધુ ઉચિત છે.

કારણ કે ત્યાં કોઇ આત્મા નથી, કોઇ અનાત્મા નથી. શકિત હંમેશા શુભ નથી, એ તો શુભ હાથોમાં જ શુભ બને છે. જ્ઞાન એક વિષયમાંથી મુકત બને છે તો બીજામાં બંધાઇ જાય છે, પણ ખાલી થઇ શકતું નથી.

ધર્મ હવે માન્યતા પર નહિ, વિવેક પર આધારિત થશે.શ્રધ્ધા નહિ, જ્ઞાન જ એનો પ્રાણ બનશે.

વિજ્ઞાને મનુષ્યની માની લેવાની વૃત્તિ પર પ્રહાર કરીને બહુ જ મોટો ઉપકાર કર્યોછે. આ રીતે તેણે માનસિક સ્વતંત્રતાનો પાયો નાખ્યો છે. એમાંથી ધર્મનો પણ જન્મ થશે.

મનુષ્ય જો પોતાને જાણે અને જીતે, તો એની બાકીની બધી જીતો એની તથા એના જીવનની સહયોગી બનશે. નહિ તો તે પોતાના હાથે પોતાની ઘોર ખોદશે.

શકિત નહિ, શાંતિ લક્ષ્ય બનવી જોઇએ. સ્વાભાવિક રીતે જ. શાંતિનું લક્ષ્ય હશે, તો શોધનું કેન્દ્ર પ્રકૃતિ નહિ, માણસ હશે.

ધર્મોએ જેની શરૂઆત કરી છે, તેને વિજ્ઞાનપુર્ણતા સુધી લઇ જઇ શકે છે અને ધર્મોએ જેના બીજ વાવ્યા છે, તેનો વિજ્ઞાન પાક લણી શકે છે. વિજ્ઞાનના અગ્નિમાં અંધવિશ્વાસોનો મેલ-કચરો સળગી જશે અને ધર્મ વધુ ઉજજવલ રૂપેથશે.

ધર્મનું સુવર્ણ વિજ્ઞાનની આગમાં શુધ્ધ થઇ રહ્યું છે. અને ધર્મ જયારે પોતાની પૂરી શુધ્ધિમાં પ્રગટ થશે ત્યારે મનુષ્યમાં ચેતના જગતમાં એક અત્યંત સૌભાગ્યપૂર્ણ સુર્યોદય થશે.

ધર્મ વિજ્ઞાન બને અને વિજ્ઞાન ધર્મ બને, એમાં જ મનુષ્યનું ભવિષ્ય અને હિત છે.

બધાં યુધ્ધો માણસના મનમાં લડાયાં છે અને બધી વિકૃતિઓના મુળ મનમાં જ છે.

સમાજને બદલવો હોય તો મનુષ્યને બદલવો પડશે અને સમષ્ટિને નવો આધાર આપવો હોય તો વ્યકિતને નવું જીવન આપવું. પડશે.

જે વિધિ વડે જીવન સૌંદર્ય અને સંગીત બની જાય છે, તેને જ હું યોગ કહું છું.

માણસની અંદર વિષ અને અમૃત બંને છે.શકિતઓની અરાજકતા જ વિષ છેઅને શકિતઓનો સંયમ, સામંજસ્ય અને સંગીત જ અમૃત છે. વિચારોની ભીડમાં વ્યકિત છેવટે પોતાને અને પોતાની વિચારશકિતને ખોઇ નાંખે છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(10:09 am IST)