Gujarati News

Gujarati News

News of Monday, 16th April 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

જેનું મન તરંગોથી ઢંકાયેલું છે, તે પોતાને જ હાથે સત્યથી દુર રહે છે. સત્ય તો સદા નિકટ છે. પરંતુ પોતાની અશાંતિને લીધે આપણે સદા એની નજીક નથી હોતા.

જેમનું હૃદય પ્રકાશ અને પવિત્રતાથી છલોછલ ભરાઇ જાય છે. એમને પછી કોઇ હૃદય અંધકારપૂર્ણ અને અપવિત્ર જણાતું નથી.

જે સર્વમાં પવિત્રતા જોવા લાગે છે, તે જ પ્રભુના દ્વારની કુંચી પ્રાપ્ત કરી લે છે.ે

આકાંક્ષાઓના સ્વરૂપને સમજી લે છે તે દુઃખમાંથી નહીં પણ આકાંક્ષાઓમાંથી મુકિત શોધે છે.

તેના દુઃખના આગમનનાં દ્વાર આપોઆપ જ બંધ થઇ જાય છે.

જેઓ જીવનપથ પર ચાલવામાં અસમર્થ છે, તેઓ રસ્તાને કિનારે ઉભા રહીને બીજાઓ પર પથ્થર જ ફેંકવા લાગે છે.

જયારે કોઇની નિંદાનો વિચાર મનમાં ઉઠે તો જાણવું કે, તમે પણ એજ જવરથી ઘેરાયેલા છો.

જે જીવનને જાણી લે છે તે  જ માત્ર મૃત્યુને જાણે છે. જીવનની સમરસ્તા અને સમગ્રતાનો સ્વીકાર, એનું જ નામ સમભાવ. જેના ચિત્તમાં 'નહિં' છે તે સમગ્રમાંથી કાંઇ પણ પામતો નથી. 'સમભાવ'ને મેં સહુથી મોટી સંપત્તિ માની છે.

ધર્મ એક છે, સત્ય એક છે. જે એને વહેંચાયેલા જુએ છે તેની આંખો જ ફુટેલી છે.

જે પ્રેમ પ્રાપ્ત કરે છે તે ભયથી મુકત થઇ જાય છે. સત્યની અનુભુતિ જ ત્યાગ બની જાય છે.

અભય સિવાય ધર્મનુ઼ કોઇ દ્વાર નથી. જયાં ભય છે ત્યાં ભગવાનના દર્શન થઇ શકતાં નથી. સંપૂર્ણ સભાનપણું તે જ પુણ્ય છે.

જે ભાવના અભાવ, બેહોશી, વગેરેથી થાય છે તે પામ છે. પરમાત્મા સિવાય બીજો કોઇ સંતોષ નથી. તેના સિવાય બીજું કંઇ પણ હૃદયને ભરી દેવા અસમર્થ છે

જાગીને જે કંઇ જોવામાં આવે છેત ેસર્વ પરમાત્મા જ છે.

જે સ્વપ્નોને છોડવા સમર્થ બને છે, તેને જણાય છે કે તે પોતે જ સત્ય છે

બચપણથી કોઇ બાળકને ઘોડીને આધારે ચલાવવામાં આવે તો લંગડો જ રહે છે તેમ મનુષ્યને અંધશ્રદ્ધાંઓને આધારે ચલાવવામાં આવે તો તે જ્ઞાન પામી શકતો નથી.

માત્ર શબ્દને છોડતાવેંત સત્ય પ્રાપ્ત થાય છે.

પ્રેમને શોધવાને બદલે જે પરમાત્માને શોધે છે, તે ભુલમાં પડી જાય છે.

જ્ઞાન જયાં વિષયથી રિકત છે, ત્યાં તે સ્વ પ્રતિષ્ઠિત બને છે. જ્ઞાન જયાં નિર્વિષય છે., નિર્વિકાર છે, નિર્વિકલ્પ છે, ત્યાં જે આત્માની અનુભુતિ છે તેજ સ્વંયનો સાક્ષાત્કાર છે.

ઇશ્વર જયાં સુધી બહાર છે, ત્યાં સુધી તે પણ સંસાર છે, તે પણ માયા છે.

આત્માની શોધ સિવાયની બીજી કોઇ જ શોધ ધાર્મિક શોધ નથી. વિજ્ઞાને માણસનું બચપણ છીનવી લીધું છે અને એને પ્રૌઢતા અર્પી છ.ે

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:32 am IST)