Gujarati News

Gujarati News

News of Monday, 9th April 2018

ઓશોના સુવાકયોનો અમૃત કુંભ

પ્રેમ કોઇ વસ્તુ નથી. જેની આપલે થઇ શકે. પ્રેમ કોઇ એવી વસ્તુ નથી. કે જે બહાર પડી છે અને તમે જઇને તેના પર કબજો કરી લો.

પ્રેમ તો ચૈતન્યની એક અવસ્થા છે જયારે તમે પરમ આનંદિત અવસ્થામાં હોય છો. ત્યારે તમારા દ્વારા પ્રેમ વહે છે. જે રીતે ફુલ ખીલે છે ત્યારે સુગંધ પ્રસરે છે. સુર્ય ઉગે છે ત્યારે પ્રકાશ ફેલાય છે. એ જ રીતે તમે જયારે પરમ શાંતિને ઉલપબધ થાઓ છો ત્યારે તમારામંથી પ્રેમ વહે છે.

પ્રેમને માગવાની જરૂ જ નથી. જે હીરાની શોધ કરવા તમે નીકળયા છો તે તમારા અંતરમમાં જ છે. પ્રેમ તમારી સંપદા છે.

બુધ્ધ, મહાવીર, ઇશુ મહમદને પ્રેમ પ્રાપ્ત થયો. અને તેમણે કયારેય કોઇની પાસે પ્રેમ માગ્યો નહોતો. તેમણે સ્વયંના અંતરમાં જોયું અને ત્યાં પ્રેમના ઝરણા ફુટયા.

પ્રેમ તો ચિત્તની અંતિમ અવસ્થા છે, પૂર્ણમાં ખીલેલું ફુલ : જેને સહસ્ત્રાર કહેવામાં આવે છે. એ હજાર પાંખડીઓવાળું કમળ જયારે તમારા અંતરમાં ખીલે છે ત્યારે તેમાંથી જે સુગંધ પ્રસરે છે તે સુગંધ જ પ્રેમ છે. પ્રેમ સ્વભાવ છે.

પ્રેમ તો તમારા અંતરગૃહનો દેવ છે. તેને તમે બહર કયાં શોધી રહ્યા છો?

જો તમારે પ્રેમની જયોતને પ્રજવલિત કરવી હોય તો અંદર ઉતરવું પડશે. પ્રેમ છે તમારા અંતરતમ્ની ઓળખ !

જે ક્ષણે તમે સ્વયંના જીવનનો મૂળ સ્ત્રોત પ્રાપ્ત કરશો, જયાં તે રસધાર વહે છે. તે જ છે પ્રેમ !

અંતરમાં ઉતરો ! અંતરનાં આ શુન્ય સાથે થોડો સંબંધ બાંધો. જેમણે શુન્ય સાથે ગઠબંધન કર્યું તેમના જીવનમાં પ્રેમ ખીલે છ.ે અત્યંત ખીલે છે. પછી તો જે કોઇ તેમની આસપાસ બેસે છે. તેઓ પણ અનાયાસ પ્રેમાશિષ પ્રાપ્ત કરવાના ધન્યભાગી બને છે.

લીલાનો અર્થ થાય-તમે જીવનને સમસ્ત દૃષ્ટિકોણ દ્વારા જુઓ. અને તો પછી અહીં કઇ જ ખોટું, અયોગ્ય નથી. એ રીતે જોતાં બધું સંભવી રહ્યું છે. એક વિરાટ ખેલ ચાલી રહ્યો છે. તેમાંં કોઇ હારે છે. કોઇ જીતે છે.

તમે પુછો છો કે-શું હાર પણ રમતનો ભાગ છે ? શું તમે એવી કોઇ રમત નિર્મિત કરી શકો જેમાં માત્ર જીત હોય, હાર હોય જ નહિ ? તો પછી રમત, ખેલ કઇ રીતે થશે?  તમે કહો છો- શું દુઃખ પણ જીવનનો ભાગ છે?

શુ઼ દુઃખ વિના સુખ શકય છે ? શું અસફલતા વિના સફળતા શકય છે ? શું મૃત્યુ વગર જીવન શકય છે ? નહિ, તેવું શકય નથી.

જયાં દમન નથી ત્યાં સ્વછંદતા અને અરાજકતાનો વિસ્ફોટ સંભવે  જ નહિ.

વર્ષો જુના અંધકારનો જેમ એક નાનકડો દીવો નાશ કરે છે તેમ આત્મબોધનું એક જરા જેટલું કિરણ, જીવનના જન્મોજન્મના અજ્ઞાનનો નાશ કરી દે છે.

ધર્મ તો માર્ગ છ.ે

માર્ગ માત્ર જાણવાથી નહીં, ચાલવાથી જ પુરો થાય છ.ે વિચારથી પર થઇ જવું એ જ પોતામાં પ્રવેશ પામવા બરોબર છે.

આપ ધ્યાન અને ઓશો સાહિત્ય માટે આમંત્રીત છો. ધ્યાનમંદિર પર દરરોજ  સવારે ૬ થી ૭ સક્રિય ધ્યાન તથા સાંજે ૭ થી ૮-૩૦ સંધ્યા ધ્યાન થાય છે. છેલ્લા ૩ર વર્ષોથી ધ્યાન, ઓશો સાહિત્ય -સન્યાસ  માટે ર૪ કલાક ખુલ્લુ રહેતું વિશ્વનું એકમાત્ર ધ્યાન મંદિર. 

સ્થળઃ ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર ગોંડલ રોડ, વિવેકાનંદ  ઓવરબ્રિજ પાસે ૪ વૈદવાડી રાજકોટ.સંપર્કઃ સ્વામી સત્ય પ્રકાશ મો.૯૪ર૭ર પ૪ર૭૬

(9:39 am IST)
  • ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત ફલાઈટ એક સપ્તાહથી બંધ : ટેકનીકલ કારણોસર અમદાવાદ, ભાવનગર, સુરત વચ્ચેની ફલાઈટ એક અઠવાડીયાથી બંધ છે. એર ઓડીસા દ્વારા ફલાઈટ પુનઃ શરૃ કરવામા આવે તે માટે ભાવનગર ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા શિક્ષણ મંત્રીને રજૂઆત કરવામાં આવી છે. આ ફલાઈટમાં ભાવનગરથી સુરતનું વિમાની ભાડુ ૨૦૦૦ રૂ. રાખવામાં આવેલ પરંતુ હવે આ ભાડુ વધારીને ૩૦૦૦ કરવામાં આવ્યુ છે access_time 4:52 pm IST

  • પેટ્રોલ ડીઝલમાં સતત આઠમા દિવસે ભાવ ઘટશે:બુધવારે પેટ્રોલમાં લિટરે 9 પૈસા અને ડીઝલમાં 6 પૈસાનો ઘટાડો થવાની શકયતા :ઘટયા ભાવ સવારે છ વાગ્યાથી લાગુ થશે :નવા ભાવ મુજબ પેટ્રોલ લિટરે 76,99 રૂપિયા અને ડીઝલનો ભાવ લિટરે 73,94 રૂપિયા થશે :રાજ્ય પ્રમાણે કરવેરા અલગ થશે:છેલ્લા સાત દિવસથી પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો થઇ રહ્યો છે access_time 12:09 am IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST