Gujarati News

Gujarati News

News of Monday, 12th March 2018

કરબચત માટે શાણપણ ભર્યા રોકાણનાં વિકલ્પો

હિસાબી વર્ષ ૨૦૧૭- ૧૮, ૩૧મી માર્ચ ૨૦૧૮નાં રોજ પુરુ થતું હોય તેથી તે  પહેલાં વ્યકિતગત તથા એચ.યુ.એફ દ્વારા ઓછામાં ઓછા ૩ વર્ષ માટે પણ ઘણી બધી કરબચત આર્થીક વળતર વાળી યોજનાઓનો લાભ લઈ ટેકસ બચત કરવાનાં વિકલ્પો નીચે મુજબ છે.

આવકવેરા કાયદા મુજબ કરમુકત મર્યાદા એચ.યુ.એફ તથા વ્યકિતને રૂ.૨૫૦૦૦૦/- છે. જયારે વ્યકિતગત સીનીયર સીટીઝનને રૂ.૩૦૦૦૦૦/- અને સુપર સીનીયર સીટીઝનને ૫૦૦૦૦૦/- ની મર્યાદા છે. આ ઉપરાંત આવકવેરા કલમ ૮૦ સી નીચે ૧૫૦૦૦૦/- કોઈ પણ  વ્યકિત કે એચ.યુ.એફ. રોકાણ કરી કરમુકતીનો લાભ લઈ શકે છે. તેમજ વ્યકિતગત કરદાતા રૂ.૫૦૦૦/- સુધીનું રોકાણ નેશનલ પેન્શન ફંડમાં રોકાણ કરી ટેક્ષ બચતનો લાભ લઈ શકે છે. આ બધા રોકાણો ઉપર વાર્ષિક ૮ ટકા થી માંડીને ૨૦ ટકા સુધીનું વળતર પણ ટેક્ષ ફ્રી પ્રાપ્ત થાય છે. તો શા માટે તેનો સુંપર્ણ લાભ લઈ ૩૧મી માર્ચ પહેલા રોકાણ કરવાથી વધુમાં વધુ આવકવેરાનું આ ટેક્ષ 'પ્લાનીંગ' સંપર્ણ કાયદેસર વિકલ્પ હોવાથી કોઈપણ વ્યકિત કે એચ. યુ.એફ કાઈપણ ખોટુ કર્યા વગર ટેક્ષ બચત કરી શકે છે.

 (૧) ઈકિવટી લિંકડ સેવિંગ સ્કીમઃ- આને ટુકી ભાષામાં મ્યુચ્યુલ ફંડની ELSS સ્ક્રીમ કહેવામાં આવે છે. લગભગ દરેક મ્યુચ્યુલ ફંડની આવી ELSSસ્ક્રીમ હોય જ છે. જેને કોઈ લોંગ ટર્મ ઈકિવટી ફંડ, ટેક્ષ સેવર ફંડ, ટેક્ષ એડવાન્ટેજ ફંડ, ટેક્ષ ઈકિવટી ફંડ, ટેક્ષ રીલીફ ફંડ વગેરે દરેક મ્યુચ્યુલ ફંડ પોતાના નામ પાછળ આવુ જોડાણ પોતાના નામ સાથે કરી આ ELSS ફંડ તેમાં લગભગ ૧૦૦ ટકા ઈકિવટી ફંડમાં રોકાણ તેમજ સતત ખરીદી વેચાણ કરીને રોકાણકારને વધુમાં વધુ ફાયદો અપાવે છે. ખાસ કરીને ૧-૦૪- ૨૦૧૨ પછી દર વર્ષ રોકાણ કરનારને વાર્ષિક ધોરણે ૧૮ ટકા થી ૨૨ ટકા ટેક્ષ ફ્રી ડીવીડન્ડ અથવા ગ્રોથ મળે છે. આ ફંડમાં લોક ઈન પીરીયડ ફકત ૩ જ વર્ષનો હોવાથી અત્યારે માર્ચ ૨૦૧૮માં રોકાણ કરનારને દોઢી કરતા વધારે રકમ માર્ચ ૨૦૧૧માં સંપૂર્ણ ટેક્ષ ફ્રી નફા સાથે પ્રાપ્ત થશે.

ઘણા રોકાણકારો આ રોકાણ શેર બજાર આધારીત હોવાથી રોકાણ કરતા અચકાય છે અથવા ગભરાય છે. પરંતુ ભારતનાં નામકિંત એવા ૨૦ જેવા મ્યુચ્ચુલ ફંડો આવી ટેક્ષ ELSS  સ્કીમમાં વાર્ષિક ધોરણે ૧૭ટકા થી ૨૫ ટકા જેવું વળતર આપેલ છે. આમા ખાસ કરીને એકસીસ લોંગ ટર્મ ઈકિવટી ફંડ, એચડીએફસી ટેક્ષ સેવર ફંડ, આઈસીઆઈસીઆઈ ટેક્ષ સેવર ફંડ, એસબીઆઈ ટેક્ષ ગેઈન સ્કીમ, આદિત્ય બીરલા ટેક્ષ રિલીફ ૯૬ ફંડ વગેરે મ્યુચ્યુલ ફંડો ખુબ સારુ વળતર આપે છે.

(૨)યુનિટ લિંકડ ઈન્સોરન્સ પ્લાન્સ (યુ.એલ.પી.):- ઈકિવટી અને ડેબ્ટ બજારોમાં રોકાણ કરવા સાથે રોકાણકારનું જીંદગીનાં વિમાનો લાભ પ્રાપ્ત થાય તેવી પ્રચલિત તેવી આ યુ.એલ.આઈ.પી. સ્કીમની ઓફર ધરાવે છે. યુ.એલ.આઈ.પી.માંથી વળતર એકંદરે કરમુકત છે. ખર્ચ પ્રમાણે ઈન્સોરન્સ નિયમનકારો આ રોકાણને પારદર્શક અને અનુકુળ બનાવવા માટે તેનો લાઈફનો વિમા પ્રીમીયમ પણ તેમાથી વસુલ કરે છે. તેમ છતાં પણ ૫ વર્ષનાં લોકીન બાદ વળતર આપે છે.

(૩) લાઈફ ઈન્સ્યુરન્સ પ્રીમીયમઃ- પોતાના કુંટુબની જવાબદાર આવક કમાતી વ્યકિત લાઈફ ઈન્સોરન્સ (એલઆઈસી) તેમજ પ્રાઈવેટ લાઈફ ઈન્સોરન્સ કંપનીમાં લાબાંગાળાનો વીમો લે છે અને તેનું પ્રીમીયમ દર વર્ષ ફિકસ રકમનું ભરી ૮૦ સી કલમનો લાભ લઈ શકે છે. આમાં આ બધી ઈન્સોરન્સ કંપનીઓમાં લાઈફ ઈન્સોરન્સ કોર્પોરેશનની વિવિધ સ્કીમો સર્વ શ્રેષ્ઠ તથા સલામત હોય છે. એલઆઈસીનાં વીમાનું પ્રીમીયમ કોઈપણ વ્યકિત પોતાની પત્ની માટે, કુવારા પુત્ર- પુત્રી માટેનો વીમો લઈ તેનું પ્રીમીયમ ભરી આવકવેરામાં બાદ માંગી શકે છે. તે ઉપરાંત હિન્દુ સંયુકત કુંટુંબ પોતે તેનાં કોઈપણ મેમ્બરનું પ્રીમીયમ ભરી તે પ્રીમીયમની રકમ HUF ની આવક માંથી પણ બાદ માંગી શકે છે. એલઆઈસીની એન્ડોવમેન્ટ સ્ક્રીમમાં ભરેલ પ્રીમીયમ માંથી દર ૫ વર્ષ પોલીસીમાં નિયત ધોરણે હપ્તાથી અમુક રકમ પરત પણ મેળવી શકે છે.

(૪) પબ્લીક પ્રોવિડન્ટફંડ (પી.પી.એફ):- ૧૫વર્ષની સંપૂર્ણ સરકારી આ સ્ક્રીમનું ખાતું શહેર અથવા ગામની મુખ્ય પોસ્ટ ઓફીસ તેમજ નકકી કરેલી પોસ્ટ ઓફિસની બ્રાન્ચો તેમજ તમામ રાષ્ટ્રીયકૃત બેન્કોની બ્રાન્ચોમાં કોઈપણ વ્યકિત ખાતું ખોલાવી શકે છે અને ઓછામાં ઓછા ૫૦૦ થી ૧૫૦૦૦૦/- સુધી વાર્ષીક ૭.૬ટકા નાં દર સુધીનું વળતર આપે છે. કુટુંબનાં કોઈપણ બાળકનાં જન્મથી કોઈપણ સીનીયર સીટીઝનું પણ ખાતું ખોલાવી શકાય છે.

(૫)જનરલ પ્રોવિડન્ટ ફંડ (જી.પી.એફ):- સરકારી રાજય સરકાર, સ્થાનીક સરકાર કે કંપનીઓનાં કર્મચારીઓનાં પગાર માંથી ૮ટકા થી ૧૦ ટકા સુધીનો પગાર પ્રોવિડન્ટ ફંડ તરીકે કપાત કરી તે સરકારી જરનલ પ્રોવિડન્ટ ફંડમાં જમા કરવામાં અવો છે. જેમાં અંદાજે ૮.૧૦ ટકા જેવું વ્યાજ પ્રાપ્ત થાય છે. ઉપરોકત તમામ રોકાણો આવકવેરા કલમ ૮૦સી નીચે પાત્ર આવકમાંથી બાદ મળે છે. આ ઉપરાંત કલમ ૮૦સી નીચે રૂ.૫૦૦૦૦/- એનપીએસમાં રોકાણ કરવાથી લાભ થાય છે.

(૬) નેશનલ પેન્શન ફંડઃ- ઉચ્ચી આવક ધરાવનાર સરકારી બેન્કો તથા પ્રાઈવેટમાં નોકરી કરતાં તેમજ ઉચ્ચી આવક ધરાવતાં કોઈપણ વ્યકિત સંપૂર્ણ સરકારી તેવા નેશનલ પેન્શન ફંડમાં દર વર્ષ ઓછામાં ઓછા ૫,૦૦૦ અને વધુમાં વધુ ૧૦૦૦૦/- સુધીનું રોકાણ હિસાબી વર્ષ દરમ્યાન કરવાથી તેને ૧૫૦૦૦૦ + ૫૦૦૦/- એમ કુલ ૨૦૦૦૦૦/- સુધી નેશનલ પેન્શન ફંડની સ્કીમમાં ૫૦ ટકા કોર્પોરેટ બોન્ડ તેમજ ૫૦ ટકા ઈકિવટીની સ્કીમમાં રોકવાથી અંદાજે ૧૦ ટકા થી ૧૧ ટકા જેવું વાર્ષીક વળતર પણ મળે છે.

નેશનલ પેન્શન ફંડમાં રોકાણ કરવા માટે ફોર્મ ઓનલાઈન તેમજ યુનીટ ટ્રસ્ટ ઓફ ઈન્ડીયા સેન્ટ્રલ એસાઈઝ બિલ્ડીંગ પાસે, રેસકોર્ષ રીંગરોડમાંથી પ્રાપ્ત થાસે અને તે ફોર્મ સાથે KYC Documents ફોટા તથા ચેક યુટીઆઈની ઓફિસ સ્વીકારાશે.

આલેખન : નીતિનભાઇ કામદાર,

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ- રાજકોટ,

(મો.૯૮૨૫૨ ૧૭૮૪૮)

(4:04 pm IST)