News of Thursday, 25th January 2018

ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલામાં 'ભારત ગૌરવ' સાયકલયાત્રા

રાજકોટ : રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે 'ભારત ગૌરવ'સાયકલ યાત્રા યોજાઈ હતી. નવી પેઢીને દેશપ્રેમ, એકતા અને અંખડતા, ભાઈચારો, સમાનતા, સ્વચ્છતા, વ્યસનમુકિતની પ્રેરણા મળે તે આશયથી ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી સ્થાપિત ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન અને શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટ દ્વારા આ અનોખી સાયકલ યાત્રાનું આયોજન થયું હતું. ઝવેરચંદ મેઘાણીની ૧૨૧મી જન્મજયંતી વર્ષની ઊજવણી ચાલી રહી છે ત્યારે આનું સવિશેષ મહત્ત્વ છે. પરિભ્રમણ માટે ઝવેરચંદ મેઘાણી સાયકલનો ઉપયોગ પણ કરતા જે ખાસ ઉલ્લેખનીય છે.    

ઝવેરચંદ મેઘાણીના ઐતિહાસિક જન્મસ્થળથી શરૂ થયેલી સાયકલ યાત્રા ચોટીલાનાં મુખ્ય માર્ગોથી પસાર થઈ હતી જેમાં મોટી સંખ્યામાં શાળાનાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી મેઘાણી અને તેમના માતા કુસુમબેન મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, ચોટીલા પીએસઆઈ ચંદ્રકાંતભાઈ માઢક, શ્રી ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), ૧૯૮૮ના 'ભારત જોડો'અરૂણાચલથી ઓખા ૯૦૦૦ કિ.મી.ની સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા (રાજકોટ), વિજયભાઈ ભારતીય (અમદાવાદ), દેવેન્દ્રભાઈ ખાચર (સણોસરા-ચોટીલા), વંદનાબેન ગોરસિયા (જૂનાગઢ, હાલ જામ ખંભાળીયા), નયનાબેન પાઠક (જામ ખંભાળીયા, હાલ રાજકોટ), આર્કિટેકટ ઈલ્યાસભાઈ પાનવાલા (રાજકોટ), વિકાસ ગર્લ્સ સ્કૂલ-સુરેન્દ્રનગરના આચાર્યા હર્ષદબા જાડેજા, સુરેન્દ્રનગર સરકારી શાળા નં ૪દ્ગક્ન આચાર્ય કિરતારસિંહ પરમાર, ભરતસિંહ ચુડાસમા (સુરેન્દ્રનગર), યુવરાજસિંહ જાડેજા (ગાંધીનગર), ફાલ્ગુનભાઈ ઉપાધ્યાય (લીંબડી), વાલજીભાઈ પિત્રોડા (રાજકોટ), વિનોદભાઈ મિસ્ત્રી (ભરૂચ), અશોકભાઈ પટેલ (રાજકોટ) સહિત મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને નગરજનો ઉપસ્થિત રહ્યાં હતાં. રાજકોટથી યાત્રામાં ભાગ લેવા આવેલ સવા વર્ષના બાળક સૌર્યન પંકિલભાઈ પઢારિયાએ ભારે કુતુહલ જગાવ્યું હતું. સમગ્ર યાત્રા દરમિયાન લોકગાયક અભેસિંહ રાઠોડના કંઠમાં મેઘાણી-ગીતો ગુંજયાં હતાં. દરેક સાયકલની આગળ ઝવેરચંદ મેઘાણીની પ્રેરક પંકિતઓનાં બોર્ડ લગાડવામાં આવ્યાં હતાં. યાત્રાના પ્રસ્થાન સમયે 'ભારત માતાની જય', 'વંદે માતરમ', 'આઝાદી અમર રહો'નો જયદ્યોષ થયો ત્યારે ઉપસ્થિત સહુ રાષ્ટ્ર-ભાવનાથી રંગાઈ ગયાં હતાં. યાત્રાની પૂર્ણાહૂતિ શ્રી એન. એન. શાહ હાઈસ્કૂલ ખાતે થઈ ત્યારે સાયકલ યાત્રીઓનું ઢોલ-ડ્રમ વગાડીને સ્વાગત થયું હતું. શાળામાં યોજાયેલ ભાવાંજલિ કાર્યક્ર્મમાં, લાગણીથી પ્રેરાઈને ખાસ ભરૂચથી આવેલા, લોકગાયક અભેસિંહ રાઠોડે ઝવેરચંદ મેઘાણી રચિત શૌર્ય અને દેશપ્રેમનાં ગીતોનો આસ્વાદ કરાવીને સહુને ડોલાવી દીધા હતા. ઝવેરચંદ મેઘાણીનાં જન્મભૂમિ ચોટીલા સાથેનાં સંસ્મરણો પિનાકી મેઘાણીએ વાગોળ્યાં હતાં. 'ભારત જોડો'સાયકલ યાત્રાનાં સાયકલ-વીરો રાજેશભાઈ ભાતેલીયા, વિજયભાઈ ભારતીય, દેવેન્દ્રભાઈ ખાચર, વંદનાબેન ગોરસિયા અને નયનાબેન પાઠકનું સન્માન-પત્ર, શાલ અને પુસ્તકો આપીને ભાવભર્યું અભિવાદન કરાયું હતું. સાયકલ-વીરોએ 'જોડો ભારત, જોડો ભારત, નવયુગને પોકારા હૈ'બુલંદ કંઠે લલકારીને યાત્રાની જૂની યાદોને તાજી કરી હતી. રાજેશભાઈ ભાતેલીયા અને વિજયભાઈ ભારતીયએ યાત્રાનાં પ્રેરક પ્રસંગો કહીને વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. ગુજરાતના આ સાયકલ-વીરોનું સરકાર દ્વારા યોગ્ય સન્માન થાય તેવી લોકલાગણી છે. રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની સ્મૃતિને જીવંત રાખવા અને એમનાં જીવન, કાર્ય અને સાહિત્યના પ્રચાર-પ્રસારની વિવિધલક્ષી પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા તથા નવી પેઢીમાં દેશભકિતની ભાવના અને જીવન-મૂલ્યોનું સંસ્કાર-સિંચન થાય તે માટે પિર્નીાકી મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન સવિશેષ પ્રયત્નશીલ છે. આ પ્રેરક યાત્રાની પરિકલ્પના પિનાકી મેઘાણીએ કરી હતી. કિરીટસિંહ રહેવર (મામા), રાજેશભાઈ ભાતેલીયાએ પણ લાગણીથી જહેમત ઉઠાવી હતી. સુરેન્દ્રનગર પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણી (આઈપીએસ), નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, ચોટીલા ઈન્ચાર્જ પીઆઈ ડામોર, પીએસઆઈ ચંદ્રકાંત માઢકના માર્ગદર્શનથી સુરક્ષા સેતુ સોસાયટી - સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિદ્યાર્થીઓને ક્રીમ બિસ્કીટ અપાયાં હતાં. કુસુમબેન મેઘાણી તરફથી કેડબરી ચોકલેટ અપાઈ હતી.

સંકલન : પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

www.jhaverchandmeghani.com

મોબાઈલ : ૯૮૨૫૦ ૨૧૨૭૯

ઈ-મેઈલઃpinakimeghani@gmail.com

(10:14 am IST)
  • ગ્વાટેમાલામાં જવાળામુખીએ ૬૫નો ભોગ લીધો : હજુ વધુ મૃતદેહો દટાયા હોવાની આશંકાઃ ૩ દિવસનો રાષ્ટ્રીય શોક : મધ્ય અમેરીકાના દેશ ગ્વાટેમાલામાં રવિવારે ફયુગો જવાળામુખીમાં ૧૦૦ વર્ષો બાદ ભયંકર બ્લાસ્ટ થયેલ : અનેક લોકો હજુ પણ ગૂમ છે. ગૂમ થયેલા લોકોની સંખ્યા કેટલી છે તે વિશે કોઇ માહિતી નથીઃ કુલ ૧૭ લાખ લોકો પ્રભાવીત access_time 3:51 pm IST

  • બનાસકાંઠા ;રાજસ્થાનના RTO દ્વારા હપ્તા માટે ટ્રક ડ્રાયવરને રોકી રાજસ્થાન પરિવહન વિભાગ હપ્તા માંગણી કરતો વિડીયો વાયરલ :ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર ટ્રક ડ્રાયવરો અને RTO વચ્ચે થઇ ઝપાઝપી :દારૂના નશામાં RTO વિભાગના કર્મચારીઓ ટ્રક કરી રહ્યા છે હેરાન access_time 1:22 pm IST

  • સીરિયાના રાષ્ટ્રપતિ બસર અલ-અસદ ઉત્તર કોરિયાની મુલાકાત લેશે :વર્ષ 2011માં સત્તા સંભાળ્યા બાદ પ્રથમ વખત કિમ જોંગ-ઉને કોઈ દેશના સર્વોચ્ચ પદાધિકારીનું સ્વાગત કરશે:વર્ષ 1966માં સીરિયા સાથે ઉત્તર કોરિયાએ રાજદ્વારી સંબંધો સ્થાપ્યા હતા: ઉત્તર કોરિયાએ 1973ના આરબ-ઇઝરાયલ યુદ્ધમાં સેના અને હથિયાર બન્ને મોકલ્યા હતા access_time 1:26 am IST