Gujarati News

Gujarati News

News of Wednesday, 26th July 2017

સાતમ-આઠમ આવે છે, ફરવા જવાની તૈયારી કરો

માહિતી અને ટેકનોલોજી સાથેની ર૧મી સદી જેમ-જેમ આગળ વધતી જાય છે તેમ-તેમ દિનબદિન માણસોની વિચારસરણીમાં પણ સતત પરિવર્તન આવતું દેખાય રહ્યું છે.

કોમ્યુનિકેશન અને ટ્રાન્સપોર્ટેશનના હાલના ફાસ્ટ ફોરવર્ડ  જમાનામાં ગુજરાત-ભારત સહિત સમગ્ર વિશ્વમાં પ્રવાસન ઉદ્યોગ દિન પ્રતિ દિન જેટગતિએ વિસ્તાર પામી રહ્યો છે. સમગ્ર ભારતનું હાલનું વાર્ષિક પર્યટન બજાર ર લાખ કરોડનું છે જે વાર્ષિક આશરે ૧૧ ટકાના દરે વધારાના અનુમાન સાથે આગામી ૩ વર્ષમાં ૩ લાખ કરોડનું થવાનો પ્રબળ અંદાજ  મુકાઇ રહ્યો છે. ટકાવારીના અંદાજ પ્રમાણે એરટ્રાવેલમાં સૌથી વધુ જમ્પ આવવાની શકયતા છે. ગૂગલ અને બોસ્ટન કન્સલ્ટીંગ ગ્રુપના અંદાજ રીપોર્ટ પ્રમાણે ઇ.સ.ર૦ર૦ સુધીમાં ૩૩ ટકા જેટલાં ભારતીય પ્રવાસીઓ ઓનલાઇન હોટલ બુકીંગ કરાવતા હશે. તેઓ બુકીંગ કરાવતા પહેલા ૪૯ મિનિટ ઓનલાઇન સર્ચ કરાવતા હોવાનો સર્વે પણ થયો છે.

આ પરિવર્તનના ભાગરૂપે તહેવારોમાં મળતી રજાનો ઉપયોગ પણ લોકો પોત પોતાના પરિવાર કે ગ્રુપ સર્કલ સાથે સરસ મજાની જગ્યાએ (ભારત અનેવિદેશમાં) ઉમળકાભેર સહેલગાહે નિકળીને કરવા માંડયા છે.

આવા મોર્ડન ક્રેઝના ભાગરૂપે આગામી જન્માષ્ટમી-(સાતમ-આઠમ)ના તહેવાર નિમિતે પણ કંઇક આવું જ છે.ખાસ કરીને સૌરાષ્ટ્ર અને રાજકોટમાં વસતા ફરવાના શોખીનો માટે આ રજાઓ અસામાન્ય થઇ ગઇ છે.

 આ વર્ષે પણ લોકો ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, ખંડાલા, શીરડી, શનિદેવ, પંચમઢી (મધ્યપ્રદેશ), કેરાલા, દિવ, માઉન્ટ આબુ, ઉજ્જૈન, દાર્જીલીંગ, ગંગટોક, ઇમેજિકા, મુંબઇ, લાવાસા, હરીદ્વાર, ગોકુલ, મથુરા, સિમલા, કુલુમનાલી, ડેલહાઉઝી, આગ્રા, પંચગીની, એસેલવર્લ્ડ, અંબાજી, શ્રીનાથજી, ઉદેપુર, કુંબલગઢ, સાપુતારા, ઇલોરા, નાસિક, ત્રંબકેશ્વર, ઘુષ્મેશ્વર, ગાંધીનગર, પાવાગઢ, દત્ત-આશ્રમ, ઓરંગાબાદ, સાસણગીર, જૂનાગઢ, તુલસીશ્યામ, સોમનાથ, બગદાણા, વિરપુર, દ્વારકા, નાગેશ્વર, પરબ, વૈથ્રી, બેકલ, કબિની, કુર્ગ, આણંદ, રાજકોટ અને તેની આજુબાજુના સ્થળો (ડેમ, રીસોર્ટસ, હનુમાનધારા, વોટરપાર્કસ વિગેરે), અમદાવાદ સહિતના મનગમતા સ્થળોએ પોતપોતાના પરિવાર તથા ગ્રુપ સર્કલ સાથે સાતમ-આઠમની રજાની મોજ માણવા થનગની રહ્યા છે.

 જો કે મંદી, મોંઘવારી, નોટબંધીની અસર, GST વિગેરેને કારણે આ વર્ષે  ફરવા જનારાઓનો ધસારો ઘણો ઓછો જોવા મળી રહ્યો છે. ઉપરાંત વરસાદ, વાદળ ફાટવાનો ભય, આતંકવાદી હુમલાઓ, તોફાન, સરહદે અશાંતિ, યુધ્ધ થવાની દહેશતના કારણે નોર્થ સાઇડના ટુરીસ્ટ ડેસ્ટીનેસન્સ અને હિલ સ્ટેશન્સ (કાશ્મીર, હિમાચલ, ઉતરાંચલ, દાર્જીલિઁગ, ગંગટોક, વિગેરે)ના પેકેજ ઓછા ચાલ્યા હોવાનું ફેવરીટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. રાજકોટના ડાયરેકટર દિલીપભાઇ મસરાણી (મો.૯૮૭૯પ ૪૦૬૩૩) તથા દર્શીતભાઇ મસરાણીનું કહેવું છે.

છતાં પણ છેલ્લા દિવસોમાં પસંદગીના સ્થળોએ જવા માટે બસ-ટ્રેન-પ્લેન સહિતમાં લાંબુ વેઇટીંગ લીસ્ટ જોવા મળતું હોય છે.  આ વખતે જન્માષ્ટમી અને ૧પ ઓગસ્ટ સાથે હોવાથી લોંગ વિકેન્ડ મળતો હોય, મુંબઇથી હેવી ટ્રાફીક જોવા મળી રહ્યો છે. પરિણામે ગુજરાત અને સૌરાષ્ટ્રના સહેલાણીઓને સહેલાઇથી બુકીંગ ન મળે અથવા તો વધુ રૂપિયા ચુકવવા પડે તેવી શકયતા છે.

GST પછી ડોમેસ્ટીક અને ઇન્ટરનેશનલ પેકેજીસ પ્રમાણમાં કોસ્ટલી બન્યા હોવાનું સૂત્રો કહી રહયા છે. હોટલની સ્ટાર કેટેગરી પ્રમાણે પ ટકાથી માંડીને ર૮ ટકા સુધી GST લાગતો હોય છે. રૂા.૧૦૦૦ થી નીચેના ભાડા ઉપર GST (ગુડઝ એન્ડ સર્વિસ ટેક્ષ) નથી લાગતો. ટ્રાફીકના અભાવે રૂમ-બુકીંગ ખાલી જાય છતા પણ GST ચૂકવવો પડે તેના ડરથી કોઇ એજન્ટ એક સાથે રૂમ બ્લોક નથી કરતા (B2B)  ઉપરાંત ઇન્કમટેક્ષ ડીપાર્ટમેન્ટનો ડર પણ લોકોને સતાવી રહ્યો છે.

 છતાં પણ પસંદગીના સ્થળોએ ઘણી જગ્યાએ હોટલ્સમાં રૂમ્સની અવેલે બિલીટી ન હોય, લોકોએ કોઇપણ કેટેગરીની હોટલ (સ્ટાન્ડર્ડથી માંડી સેવન સ્ટાર) માં જયાં પણ કન્ફર્મ બુકીંગ મળે ત્યાં જવા માટે તૈયારી કરી લીધી છે. અથવા તો કરી રહ્યા છે. જો કે રાજકોટના ઘણા ટ્રાવેલ એજન્ટસ પાસે પસંદગીના ડેસ્ટીનેશન્સના બુકીગ અવેલેબલ હોવાનું પણ જાણવા મળે છે. અમુક પેકેજીસમાં તો ડીસ્કાઉન્ટ પણ ચાલી રહ્યા છે.

દિવસે-દિવસે ઘણા નવા-નવા ડેસ્ટીનેશન્સ ખૂલવા માંડતા લોકોને પણ હવે પોતાના બજેટમાં અને પોતાને જોઇતી ફેસેલિટીઝ પ્રમાણે જુદા-જુદા સ્થળે ફરવાનો અમૂલ્ય મોકો મળી રહ્યાનું સનરાઇઝ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ રાજકોટના માલિક છબીલભાઇ કારીયા તથા સમીરભાઇ કારીયા (મો.૯૮રપ૩ ૭૭૭૦૪) સહિતના અગ્રણી ટ્રાવેલ એજન્ટસનું કહેવું છે.

 આ વખતે રાજસ્થાનમાં આવેલ કુંબલગઢ અને ઉદયપુર વધુ ચાલ્યું છે. ઉદયપુરથી કુંબલગઢ આશરે ૮૦ કિ.મી.છે. અહીં સહેલાણીઓ પોતાના વાહનમાં રાજકોટથી પણ જઇ શકે છે. અમદાવાદથી જોધપુર અથવા તો ઉદયપુર ટ્રેઇનમાં પણ જઇ શકાય છે. બધા ડેસ્ટીનેશન્સમાં મોટાભાગે ડાયરેકટ હોટલના પેકેજીસ (એકસ હોટલ) જ જોવા મળે છે.કુંબલગઢના ૩ રાત્રી ૪ દિવસના ફોરસ્ટાર પેકેજીસ ર૧૦૦૦/- આસપાસ પડી રહ્યા છે. તો ઉદયપુરના  ર રાત્રી ૩ દિવસના ફોરસ્ટાર/ફાઇવ સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત ૧૦ હજારથી માંડી ૩૦ હજાર સુધી ટ્રાવેલ માર્કેટમાં ખપી રહ્યા છે. કુંબાબાગ હોટલ પેકેજીસ પણ વેચાઇ રહ્યા છે.

આ ડેસ્ટીનેશન્સ વધુ ચાલવાના કારણોમાં નજીકમાં શ્રીનાથદ્વારામાં શ્રીનાથજીનું મંદિર, આબુ-અંબાજી, બસ-ટ્રેન-પ્લેનમાં રીઝર્વેશનની પળોજણમાં પડયા વિના ગ્રુપ સર્કલ સાથે સેલ્ફ ડ્રાઇવિંગથી જઇ શકાય, નજીક પડે, પ્રમાણમાં ઓછો ખર્ચ વિગેરે ગણી શકાય.

 ઉપરાંત આ વખતે જન્માષ્ટમીમાં મુંબઇ-લોનાવાલા-ખંડાલા-મહાબળેશ્વર-ઇમેજિકા પાર્કના પેકેજીસ લોકો વધુ પ્રીફર કરી રહ્યા છે. અહીના ડેસ્ટીનેશન પ્રમાણે ૩ રાત્રી ૪ દિવસના બ્રેકફાસ્ટ અને ડીનર સાથેના થ્રી સ્ટારથી માંડી ફાઇવ સ્ટાર એકસ હોટલ પેકેજીસ પ્રતિ વ્યકિત ૧૪ થી ૧૭ હજારમાં પડી રહ્યા છે.

અમદાવાદથી પુના રોજ ફલાઇટ મળે છે. ત્યાંથી ઇમેજિકા, જઇ લોનાવાલા જઇ શકાય છે. મુંબઇથી ઇમેજિકા જવા માટે દરરોજ સવારે એ.સી.કોચ પણ ફ્રીલી અવેલેબલ હોય છે. બજેટને અનુરૂપ ઇમેજિકા જવાનો રૂટ અને પેકેજ પસંદ કરી શકાય છે.

ઇમેજિકાને કારણે લોનાવાલામાં હોટલ બુકીંગ મેળવવામાં તકલીફ પડે છે. જયારે મહાબળેશ્વરમાં હાલમાં અમુક હોટલમાં બુકીંગ મળતું હોવાનું જાણવા મળે છે.

લોનાવાલા-મહાબળેશ્વરઅને ઇમેજિકા પાર્કનો ૪ રાત્રી પ દિવસનો એકસ મુંબઇ પેકેજ રપ૦૦૦/- આસપાસ સેલ થઇ રહ્યો છે. આ વખતે લાવાસા પ્રમાણમાં ઓછું ચાલતું હોવાનું હાલમાં દેખાઇ રહ્યુ છે.

 કેરાલામાં પણ આ વખતે ટ્રાફીક જોવાઇ રહ્યો છે. તેના ૭ રાત્રી ૮ દિવસના ફલાઇટ સાથેના એકસ અમદાવાદ લકઝુરીયસ પેકેજ પ્રતિ વ્યકિત ૩પ હજાર આસપાસ બજારમાં મળી રહ્યા છે. નોર્થ કેરાલા (વૈથ્રી, બેકલ) ના પેકેજીસ પણ વિવિધ ભાવમાં મળી રહ્યા છે.

 સાઉથ ઇન્ડિયામાં આવેલ કર્ણાટક (કુર્ગ અને કબિની)ના ૬ રાત્રી ૭ દિવસના (બાયએર) એકસ અમદાવાદ થ્રી સ્ટાર પેકેજીસ પ્રતિ વ્યકિત ૩પ હજાર આસપાસ ચપોચપ ખપી રહ્યા છે.

 બેંગ્લોર-ઉંટી-મૈસૂર-કોડાઇકેનાલ (ટ્રેડીશ્નલ સાઉથ) ના એકસ અમદાવાદ બાયએર-લકઝુરીયસ પેકેજ પ્રતિ વ્યકિત ૩૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે.

આ વખતે મોટાભાગે FIT (ફ્રીકવન્ટ ઇન્ડીપેન્ડન્ટ ટ્રાવેલર) પેકેજ બુક થઇ રહ્યાનું અગ્રણી ટ્રાવેલ એજન્ટસ કહી રહ્યા છે.

 દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમીમાં ફરવા માટે ગોવા 'હોટકેક' બન્યું છે. જો કે દર વર્ષ કરતા ગોવાના પેકેજ થોડા કોસ્ટલી બન્યા છે. છતા પણ લોકોને પોતપોતાના બજેટને અનુરૂપ ગોવાના પેકેજ ફેસેલિટીઝ પ્રમાણે મળી રહેતા હોય છે. કારણ કે સહેલાણઓ અને ટ્રાવેલ એજન્ટસ, બંને માટે ગોવા પોઝીટીવ્લી  'સોફટ ટાર્ગેટ' રહેતું હોય છે. હોટલની કેટેગરી પ્રમાણેના ગોવાના ૩ રાત્રી ૪ દિવસના એકસ હોટલ પેકેજીસ પ્રતિ વ્યકિત ૭ થી ર૦ હજાર સુધીમાં મળી રહ્યા છે.

ગોવાના ૪ રાત્રી ૪ દિવસના ફાઇવસ્ટાર લકઝુરીયસ પેકેજ (બાયએર) એકસ અમદાવાદ પ્રતિ વ્યકિત ર૭૦૦૦/- આસપાસ બજારમાં મૂકાયા છે.

 ગુજરાતનું સાપુતારા, કેવડીયા (નર્મદા-સરદાર સરોવર ડેમ) વિગેરે પણ આ વખતે પ્રવાસીઓને આકર્ષી રહ્યા છે. આહ્લાદક વરસાદી વાતાવરણ અને કુદરતી સૌંદર્ય સાથેનો નઝારો અહીનું મુખ્ય આકર્ષણ છે.

 આ ઉપરાંત નડીયાદ પંથકનો કલાઉડ-૯ રીસોર્ટ કે જેના ર રાત્રી ૩ દિવસના ફોર સ્ટાર પેકેજ પ્રતિ વ્યકિત ર૪૦૦૦/-આસપાસ મળી રહ્યા છે અને આણંદની બાજુમાં આવેલ મધુબન રીસોર્ટ કે જેના ર રાત્રી ૩ દિવસના ફાઇવસ્ટાર લકઝુરીયસ પેકેજ ૩૦૦૦૦/- આસપાસ મળી રહ્યા છે.

 સાસણગીર અને માઉન્ટઆબુમાં પણ ટ્રાફીક જોવા મળે છે. સસ્તી મુસાફરી અને વાહન વ્યવહારની સુવિધાને કારણે લોકો આવા આકર્ષક ડેસ્ટીનેશન્સ ઉપર પોતાની પસંદગી ઉતારે છે.

સાસણમાં નેશનલ પાર્ક-સફારીમાં ઘણી વખત સિંહ જોવા નથી મળતા પરંતુ દેવળીયામાં સહેલાઇથી જોવા મળતા હોય છે.

 આ ઉપરાંત ઘણાં લોકો હૈદ્રાબાદ-લીયોના રીસોર્ટ તથા રામોજીસ્ટુડીયો ઉપર પણ પસંદગી ઉતારતા જોવા મળે છે.

 સૌરાષ્ટ્રની વાત કરીએ તો લોકો જૂનાગઢ-ગીરનાર જઇને ત્યાં આવેલા પ્રસિધ્ધ પ્રેરણાધામ ખાતે એક-બે દિવસનું રોકાણ કરીને વિશ્વ પ્રસિધ્ધ જયોતિર્લિંગ સોમનાથ મહાદેવના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવે છે. દ્વારકા પણ જગપ્રસિધ્ધ કૃષ્ણમંદિર તથા નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનનો લાભ લેવા પુષ્કળ લોકો ઉમટી પડે છે.

સાથે-સાથે વીરપુર (પ.પૂ. જલારામબાપા), પરબ, સત્તાધાર, બગદાણા, ચોટીલા, રાજકોટ સહિતના ગામોમાં લોકમેળા, ડેમ, મોલ, મલ્ટીપ્લેક્ષ થીયેટર, તુલસીશ્યામ સહિતના સ્થળોએ લોકો જન્માષ્ટમીની રજાઓ દરમ્યાન ઉમટી પડશે.

 રાજકોટ ખાતે કુદરતના ખોળે, ન્યારી ડેમ રોડ, કાલાવડ રોડ ઉપર આવેલ લકઝુરીયસ રીસોર્ટ રીજન્સી લગૂનના હાઇટી, ડીનર, બ્રેકફાસ્ટ સાથેના જન્માષ્ટમી પેકેજીસ પણ આકર્ષક છે. ફુડ કવોલિીટી, બેસ્ટ હોસ્પિટાલીટી અને વિવિધ એમીનિટીઝ માટે જાણીતા રીજન્સી લગૂન રીસોર્ટમાં યાદગાર રજાઓ ગાળી શકાય છે. (મો.૯૬૦૧૦ પપપપ૩).ફોરેન કલ્ચરનો અનુભવ થાય છે.

 રાજકોટના બેસ્ટ ટુર્સ એન્ડ ફોરેક્ષ પ્રા.લી. (મો.૯રર૭પ પ૯પ૦૦) દ્વારા જન્માષ્ટમી નિમિતે કેરાલા, ગોવા, હિમાચલ પ્રદેશ સહિતના વિવિધ ડોમેસ્ટીક પેકેજીસ ઉપડી રહ્યા છે.

 રાજકોટથી ગોવા, કેરાલા, બેંગ્લોર સહિતના સ્પે. જન્માષ્ટમી ડીસ્કાઉન્ટ એર પેકેજીસ કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલસ (મો. ૯પ૮૬૭ ૩૮૦૮૦) તથા ગોવા, પંચમઢી, સિમલા-મનાલી, વૈષ્ણોદેવી, મહાળબેશ્વર, હરીદ્વાર, જયપુર સહિતના લકઝરી બસ પ્રવાસો કેશવી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ (મો.૮૩૪૭૯ ૯૪૯૯૯) દ્વારા સ્પેશ્યલ ઓફર સાથે ઉપડી રહ્યા છે.

ગુજરાત સરકાર (LTC) સંદર્ભના પ્રવાસો પણ ઉપડી રહ્યા છે.

 ટ્રેન, પ્લેન ઉપરાંત એ.સી., નોન એ.સી.બસ દ્વારા જીરાવાલા ટુરીઝમ રાજકોટ (બિરેનભાઇ ધ્રુવ મો. ૯૩૭પ૬ ૪૮પ૦૦) દ્વારા જન્માષ્ટમી સ્પેશ્યલ પેકેજીસ રાજકોટથી ઉપડી રહ્યા છે. જેમાં ગોવા, મહાબળેશ્વર, લોનાવાલા, કુલુ-મનાલી, સિમલા, ડેલહાઉઝી, રાજસ્થાન વિગેરેનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બિરેનભાઇ ધ્રુવ દ્વારા જ બ્લ્યુ બર્ડ હોલીડેઝના માધ્યમથી હિમાચલ, કાશ્મીર, ઉતરાંચલ, કેરાલા, સિક્કીમ, દક્ષિણ ભારત સહિતના લકઝુરીયસ પેકેજીસ ઉપડી રહ્યા છે.

 આ ઉપરાંત ડોમેસ્ટીક પેકેજીસ ફેવરીટ ટુર્સ-૯૮૭૯પ ૪૦૬૩૩, બેસ્ટ ટુર્સ-૯૭૧ર૭ પ૮૪૦૦, પટેલ હોલીડેઝ-૯૬૬ર૧ ૬૧૧૦૯, ટ્રાન્સ ટુર-૯૪ર૭ર ર૬ર૪ર, લીન્ક લાઇન ટુરીઝમ- ૯૯રપ૦ ૭૧૬૭૬, શિવ ટ્રાવેલ્સ ૯૩૭૪૬ ૩૧૮પ૪, કલ્યાણ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-દિપેનભાઇ રાજાણી-૯૮ર૪૬ ૩૬૧૧૧, નવભારત ટુર્સ-૭૪૦પ૦ ૯૦૦૯૦, અક્ષર ટ્રાવેલ્સ-૯૮ર૪ર ૧પ૪૮૧, આર.પી. ટુર્સ-૭ર૧૧૧ ૮૮૮૯૦, નવભારત હોલીડેઝ-૯૮રપ૮ ૦૪૦૭૬, ગાંધી ટુર્સ-૯૯૭૮૧ ર૧૯૯૯,  વેદાંશી ટ્રાવેલ્સ-૮૯૦પ૭ ૭૭૩૩૩, એવરગ્રીન ટ્રાવેલ-૯૯૭૯૪ ૧૦૧૦૮, જરીવાલા હોલીડેઝ-૯૧૭૩૩ ૯૧૩૩૩, ડેસ્ટીન-૮૮૬૬ર ર૩૮૯૧, પાર્થ ટ્રાવેલ્સ-૯૬૬ર૪ ૦૩૧રપ, સન્ની ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-૯૯ર૪૧ ૦૯૧૪૦, ટ્રીપવાલા-૮ર૬૪પ પપપ૪પ, નૂતન ટ્રાવેલ્સ-૯૪ર૭૪ પપર૭૪, ડોલ્ફીન ટુરીઝમ-૮૪૬૦૩ ૪૪૪૪૦, કશીશ હોલીડેઝ-૯૩૭૬૬ ૪ર૦૩૦, સત્કારી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-૯પ૮૬૭ ૭૩ર૦૩, અખિલભારત ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-૯૮રપ૯ ૧૧૯ર૦, ભારત-દર્શન-૯૮ર૪૪ પ૬૬૮૮, પેલિકન ટુર્સ-૯૦૧૬ર ૧૮૯૧૮, જલારામ ટુર્સ-૮૪૬૦૦ ૮પ૮૮૮, ડોલર ટુર-૯૪ર૮ર ૯૬૪૬૪, ચૌધરી યાત્રા કંપની-૭૦૪૬૦ ૧રપ૧૧, કનૈયા ટ્રાવેલ્સ-૯૮ર૪ર ૧૦૪૭૭, રીમા ટુર્સ-૯૪ર૭૦ ૮૩૭૩૦, વિગેરે દ્વારા ઉપડી રહ્યા છે. અથવા બુકીંગ થઇ રહ્યા છે. કમ્પેરેટીવ રેઇટસ મળી શકે છે.

ફોરેન ટુરના વિવિધ પેકેજીસ

આઉટ ઓફ ઇન્ડિયા જવાવાળા સહેલાણીઓની વાત કરીએ તો દર વર્ષની માફક આ વર્ષે પણ દુબઇ 'ધ મોસ્ટ એટ્રેકટીવ ડેસ્ટીનેશન બન્યું છે.' દુબઇના પેકેજ ''હોટકેક''ની જેમ ખપી રહ્યા છે. વિવિધ ફેસેલિટીઝ, હોટલની કેટેગરી દિવસો, ફલાઇટની કવોલિટી, હોસ્પિટાલિટી અને સાઇટ સીન્સના આધારે દુબઇના પેકેજ ૬૦ થી ૮૦ હજાર વચ્ચે ટ્રાવેલ એજન્ટસ દ્વારા ટ્રેડ થઇ રહ્યા છે.

દુબઇના પેકેજમાં રાજકોટના અમુક ટ્રાવેલસ એજન્ટ તો એક રાત્રી વિશ્વ પ્રસિધ્ધ સેવન સ્ટાર હોટલ એટલાન્ટીસ (હેપી ન્યુયર મૂવી ફેઇમ) માં ઓફર કરી રહ્યા છ.ે

દુબઇના મોટાભાગના પેકેજ એકસ અમદાવાદ હોય છે.

 આ ઉપરાંત અબ્રોડના પેકેજમાં આ વખતે ઇન્ડોનેશીયા (બાલી) વધુ ચાલી રહ્યાનું દેખાઇ રહ્યું છે.

મુંબઇથી બાલી એર એશિયાની ટીકીટ રપ થી ર૬ હજાર આસપાસ મળી રહી છે. પ રાત્રી ૬ દિવસના એકસ મુંબઇ પેકેજ પ્રતિ વ્યકિત પ૦ થી પપ હજાર આસપાસ સાંભળવા મળે છે.

 સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વીથ ક્રુઝ એકસ રાજકોટ૧૩ રાત્રી ૧૪ દિવસના લકઝુરીયસ પેકેજ પ્રતિ વ્યકિત ૧ લાખ ર૬ હજાર આસપાસ વેચાઇ રહ્યા છે.

 હોંગકોંગ -મકાઉ-સેન્ઝેનના ૭ રાત્રી ૮ દિવસના એકસ અમદાવાદ પેકેજ પ્રતિ વ્યકિત ૧ લાખ ૧૦ હજાર આસપાસ લોકો પસંદ કરી રહ્યા છે.

 ફેન્ટાસ્ટીક આઇલેન્ડ તથા ચોખ્ખા પાણી સાથેના અદ્દભુત દરીયા કિનારા માટે જાણીતા મોરેશીયસના ૬ રાત્રી ૭ દિવસના વિવિધ પેકેજીસ પ્રતિ વ્યકિત ૬પ હજારથી ૧ લાખ સુધીની કિંમતમાં લોકો લઇ રહ્યા છે.

 આ વખતે સાતમ-આઠમમાં રશીયન ડેસ્ટીનેશન્સ તાશકંદ, બિસ્કેક, અલ્માટી વિગેરે ચાલી રહ્યા છે. જે નવા કહી શકાય. જેના પ રાત્રી ૬ દિવસના એકસ દિલ્હી અલગ-અલગ પેકેજીસ પ્રતિ વ્યકિત પ૦ થી ૭૦ હજાર આસપાસ બુક થઇ રહ્યા છે.

 રાજકોટથી થાઇલેન્ડ (બેગકોક, ફુકેત તથા ક્રાબી) ના પેકેજીસ પણ અમુક લોકો પ્રીફર કરી રહ્યા છે.

 રાજકોટથી ઇન્ટરનેશનલ પેકેજીસ લઇ જનારાઓમાં ફેવરીટ ટુર્સ-૭૬૯૮૮ ૮૮૮૮૯, બેસ્ટ ટુર્સ-૯૭૧ર૭ પ૮૪૦૦,કેશવી ટુસ-૯પ૮૬૭ ૩૮૦૮૦, પટેલ હોલિડેઝ-૯૮૭૯૦ ૯પ૦૦ર, આરોહી ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ(૮૪૮૭૦ ૦૦૦૭૦, બ્લ્યુ બર્ડ હોલીડેઝ-૯૩૭પ૬ ૪૮પ૦૦, નિજ ટ્રાવેલ્સ-૯૮રપ૦ ૭૭૯૬૯, વાયા ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ-૯૧૩૭૩  ૭૩૭૭૩, જેમ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ, મલાડ, મુંબઇ-(સતીષભાઇ મહેતા-૯૮ર૦૬ પપ૮૮૯), વિન્ડેક્ષ ટુર્સ, અમદાવાદ-૯૮રપ૦ ૭૧૧પ૦, વ્રજ હોલીડેઝ-૯૩ર૮ર ૮ર૭૮ર, નવભારત ટુર્સ-૭૪૦પ૦ ૯૦૦૯૦, સત્કારી ટુર્સ-૯પ૮૬૭ ૭૩ર૦૩, ફેસ્ટીવ હોલીડેઝ-૯૬ર૪ર ૭૭૭૭૯, પેલીકન ટુર્સ-૯૦૧૬ર ૧૮૯૧૮, અપ્સરા ટુર્સ-૯૮ર૪પ ૬૮૦૧૩ વિગેરેનો સમાવેશ થાય છે.

 વિવિધ ઇન્ટરનેશનલ ફ્રેન્ચાઇઝી અને ચેઇન પણ ફોરેનના શોખીનો માટે અવેલેબલ છે. જેમાં થોમસ કૂક, કોક્ષ અને કિંગ્સ, SOTC, કેસરી, વિણાવર્લ્ડ, ફલેમિંગો, ACE ટુર્સ વિગેરે છેે. ઇન્ટરનેટના જમાનામાં મેક માય ટ્રીપ નામનું વેબપોર્ટલ પણ આશીર્વાદરૂપ બન્યું છે.

વિવિધ ડેસ્ટીનેશન્સ ઉપર ઓનલાઇન બુકીગ પણ કરાવી શકાય છે. આવી બધી ફેસેલિટીઝને કારણે ડીસ્કાઉન્ટ અને બેસ્ટ પ્રાઇસ મળી શકે છે. કે જે આજના કોમ્પીટીટીવ વર્લ્ડનું એક અનિવાર્ય પાસું મનાય છે.

(કોઇ પણ જગ્યા માટેના પેકેજ લેતા પહેલા કે બુકીંગ કરાવતા પહેલા ટુર પેકેજ કે હોટલ પેકેજ વિશેની સંપૂર્ણ માહિતીની ચોખવટ જે-તે જવાબદાર વ્યકિત સાથે કરી લેવી હિતાવહ છે. જેથી ટુર દરમ્યાન કંઇ અગવડતા ભોગવવી ન પડે. બની શકે તો લેખિતમાં લેવાનો આગ્રહ રાખી શકાય.)

 આ સાલ મંદી, મોંઘવારી, નોટબંધી, GST સર્વિસ ટેક્ષ વિગેરેને કારણે મુસાફરીના હવાઇ ભાડા, ફુડ, લોકલ ટ્રાન્સપોર્ટેશન, હોટલ ભાડા, સાઇટસીન્સ સહિતના ખર્ચમાં વધઘટ થવાને કારણે વિવિધ પેકેજીસના રેઇટસમાં પણ ઘણો ખરો ફેરફાર જોવા મળી રહ્યો છે.

રાજયમાં અમુક ટ્રાવેલ એજન્ટસને તો ધારણા મુજબ પોતાના પર્સનલ પેકેજના બુકીંગ ન મળવાને કારણે તેઓએ અન્ય ટ્રાવેલ એજન્ટસ સાથે ટાઇઅપ કરી સંયુકત રીતે વિવિધ પેકેજીસ ડીઝાઇન કર્યાનું પણ સાંભળવા મળે છે. ઘણા લોકો જોખમ ન લેતા, 'સેઇફ ગેમ' પણ રમી રહ્યા છે.

 છતા પણ આજના ગ્લોબલાઇઝેશન સાથેના હાઇટેક યુગમાં 'ખાઓ પીઓ ને મોજ કરો'ની થીયરી અનુસાર દિવસે-દિવસે લોકોમાં ફરવા જવાનો ટ્રેન્ડ સતત વધતો જાય છે. વિશ્વમાં કોઇપણ જગ્યાએ જઇએ, ગુજરાતીઓ-સૌરાષ્ટ્રવાસીઓ ત્યાં ન હોય તો જ નવાઇ ! પછી તે વેપાર અર્થે હોય કે ફરવા અર્થે કે પછી અભ્યાસ અને નોકરી અર્થે. ગુજરાત-સૌરાષ્ટ્રની ખમીરવંતી પ્રજાની આ  જ સાચી ઓળખ છે.

જય જય ગરવી ગુજરાત સાથે સર્વેને હેપી જર્ની તથા જન્માષ્ટમીની હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. જયશ્રી કૃષ્ણ.

*   ગોવા-કેરાલા-ઇમેજિકા-લોનાવાલા-મહાબળેશ્વર-ઉદયપુર-કુંબલગઢ-હરીદ્વાર-મસૂરી-ઊંટી-કોડાઇકેનાલ-શીરડી-આબુ-કુલુમનાલી-કુર્ગ-કબિની-સોમનાથ-સાપુતારા-કેવડીયા વિગેરે સ્થળોની સહેલગાહે નિકળવા લોકો અધીરા !

*   ફોરેન ટુરમાં આ વર્ષે પણ દુબઇ 'ધ મોસ્ટ ફેવર્ડ નેશન' બન્યું.

*   સિંગાપુર-મલેશીયા-થાઇલેન્ડ વિથ ક્રુઝ તથા બાલીને પણ લોકોએ પસંદ કર્યું.

*   અબ્રોડના નવા પેકેજ તરીકે તાશ્કંદ-બિશકેક-અલમાટી સહેલાણીઓની નજરે પડયા.

*   વિવિધ રેઇટસના પેકેજીસ બજારમાં ઉપલબ્ધઃ અમુકમાં ડીસ્કાઉન્ટ પણ મળે છે.

*   ટ્રેન-પ્લેનમાં લાંબા વેઇટીંગ લીસ્ટને કારણે લકઝરી બસ દ્વારા પણ ફરવા જવાનો ટ્રેન્ડ.

*   ભારતનું 'ટ્રાવેલ માર્કેટ' જેટગતિએ આગળ વધી રહ્યું છે.

*   ટીકીટ અને હોટલ બુકીંગ માટે લોકોમાં દોડાદોડીઃ જો કે મંદી-મોંઘવારી-નોટબંધી-GSTનો ઝબકારો દેખાઇ રહ્યો છે.

*   સૌરાષ્ટ્રના વિવિધ સ્થળોએ પણ માનવ કિડીયારૃં ઉભરાશે.

-: આલેખન :-

ડૅા. પરાગ દેવાણી

મો. ૯૮૨૪૪ ૫૧૫૪૧

(4:20 pm IST)